________________
કે-અનન્તજ્ઞાની તત્ત્વદર્શી મહાપુરૂષોના કથનમાં કશું જ અવાસ્તવિક નથી. અનન્તજ્ઞાનો તત્ત્વદર્શી મહાપુરૂષોએ જે કાંઇ માવ્યું છે, તે એકાન્ત સત્ય હોવાથી એટલું બધું નિ:શંકનીય છે કે- “કોઇ પણ આત્મા જ કેવળ એ તારકોની આજ્ઞાને જ સમર્પિત બની જાય, તો અત્તે અક્ષય સુખને પણ પમાડનારા ઉભય લોક સંબંધી સુખને પામ્યા વિના રહે જ નહિ !' તત્ત્વજ્ઞાનની મહત્તા
શ્રી નવપદની આરાધના કરનાર તરીકે જે શ્રીમતી મધનાસુંદરીનું નામ આગળ કરાય છે, તે કેવી હતી ? એ વિદુષી હતી, શ્રી જિનમતમાં નિપુણ હતી અને તત્ત્વવિભાગ આદિને જાણનારી હતી. માતા-પિતાની ભક્તા પણ એવી હતી અને ઉચિત અનુચિતનો ખ્યાલ કરીને ઉચિતપણે વર્તવામાં પણ કુશલા હતી. તેણી માતા-પિતાની પરમ ભક્તા અને ઉચિતાનુચિતની જાણકાર હોવા છતાં પણ, અવસરે પિતાના દુરાગ્રહનો સામનો કરવામાં પણ તેણી કોઇ રીતિએ પાછી ન હઠી, એ પ્રતાપ તેણીના તત્ત્વજ્ઞાનનો હતો. આજે તો કેટલાક એવા છે કે-જેમને માતા-પિતાદિની સેવાનો ઉપદેશ મળ્યો હોય, તો માતા-પિતાદિની સેવાને નામે ધર્મને ભૂલે અને ધર્મસ્થિરતાદિનો ઉપદેશ મળ્યો હોય, તો ધર્મરક્ષાપૂર્વક થઇ શકે એવી પણ માતા-પિતાદિની સેવાને ભૂલે. તત્ત્વજ્ઞાન પામેલા આત્માઓ તે જ વખતે જેમ વર્તવું ઉચિત હોય, તે વખતે તેમ વર્તવામાં કુશલ બની જાય છે : કારણ કે-તત્ત્વજ્ઞાની આત્માઓમાં તત્ત્વજ્ઞાનના પ્રતાપે સુન્દર વિવેકશક્તિ પ્રગટે છે અને એથી તત્ત્વજ્ઞાની આત્માઓ ક્યાં શું કરવું જોઇએ અને કેમ કરવું જોઇએ -એ વગેરે વસ્તુઓનો સહેલાઇથી નિર્ણય કરી શકે છે. આજે ધર્મી ગણાતા આદમીઓના થોડા પણ અવિવેકની. ઘણી ટીકા થાય છે. દુર્બુદ્ધિ આદિથી ટીકા કરનારાઓની વાતને છોડી દઇને વિચારીએ, તો એમ લાગે કે-ધર્મી આત્માના અવિવેકની ટીકા ન થાય, તો કોના અવિવેકની ટીકા થાય ? ધર્મશીલતા, એ વિવેકનું સ્થાન છે. જ્યાં ધર્મ નથી ત્યાં અવિવેક હોય, તેમાં નવાઇ જેવું પણ શું છે ? ડાઘ ધોળી વસ્તુમાં વધારે દેખાય. કાળી વસ્તુમાં કાળો ડાઘ એટલો થોડો જ દેખાય ? એમ ધર્મી ગણાતા આત્માઓનો થોડો પણ અવિવેક કોઇની આંખે ઝટ ચઢતો હોય, તો તેસ્વાભાવિક છે. ધર્મશીલ આત્માઓએ એવી ટીકાઓનો પણ પોતાના લાભમાં જ ઉપયોગ કરવો જોઇએ. પોતાની ક્રિયા આદિમાં થોડો પણ અવિવેક ન આવે, એવી કાળજીવાળા બનવું જોઇએ. પણ એ ત્યારે બને, કે જ્યારે અવિવેક અવિવેક રૂપે સમજાય અને તેને ટાળવાની વૃત્તિ પ્રગટે ! આજે તો કેટલાકો કહેશે કે- ‘એ તો એમ જ ચાલે.' બીજાઓ એમ કહે તે જુદી વાત છે, પણ અવિવેકને આચરનારો પોતે પોતાની જાતને માટે એમ કેમ કહે ? પોતાના અવિવેકને માટે ચાલે, ચાલે' -એમ કહેનારાઓમાં, અવિવેક ટાળવાની વૃત્તિ છે, એમ કહી શકશો ? ઉત્તમ ક્રિયા કરવા છતાં પણ જો તે ક્રિયા અવિવેકથી થાય અને તે અવિવેકને કાઢવાની કાળજી પણ નહિ, તો એ પ્રતાપ અજ્ઞાનાદિનો છે. વર્ષે વર્ષે બOબે વાર શ્રી નવ પદની આરાધના કરે અને તેની નિરંતર આરાધના કરવી જોઇએ એમ પણ બોલે, તે છતા પણ શ્રી નવપદના સ્વરૂપને ન જાણે, એ શું કહેવાય ? દિવસ ઉગ્યો એમ કહે અને શાથી ઉગ્યો કહેવાય એ ન જાણે, એના જેવી જ આ વાત છે ને ? તત્ત્વજ્ઞાનની ગહનતા
તત્ત્વોની વિચારણા , એ તો એક એવી વસ્તુ છે કે-જેમ જેમ વિચારતા જઇએ, તેમ તેમ નવું નવું લાગે તેવું વર્ણન નીકળ્યું જ જાય. પ્રત્યેક તત્ત્વની સંપૂર્ણ વિચારણા તો કોઇ કાળે કોઇથી પણ કહી શકાય
Page 94 of 191