________________
કથાકાર પરમર્ષિએ મંગલાચરણ કરતાં પણ જે વિશેષણો વાપર્યા છે, તે વિશેષણોમાં પણ જેમ જેમ વધુ ઉંડા ઉતરીએ, તેમ તેમ નવું નવું તત્ત્વ હાથ લાગે તેમ છે. એ મહાપુરૂષે એવું એવું લખ્યું છે કે-વસ્તુતત્વના જ્ઞાતાને પદે પદે અપૂર્વ આનંદ આવે અને એનું જેમ જેમ વધુ નિરૂપણ કરાય, તેમ તેમ એમાંથી વધુ વધુ રહસ્ય નીકળ્યા કરે : પરન્તુ આપણે કથા અખત્યાર કરી છે, એટલે એના લંબાણ નિરૂપણમાં નહિ ઉતરીએ. શ્રી જિનેશ્વરદેવના શાસનમાં, જે જે ધર્મકથાઓ લખાઇ છે, તે તે ધર્મકથાઓ લખવાનો ઇરાદો પણ, સંસારના જીવોને સંસારથી વિમુખ અને મુક્તિમાર્ગની સન્મુખ બનાવવાનો છે. સંસારથી છોડાવવાના ઇરાદા સિવાય, એથી વિપરીત ઇરાદાથી, આ શાસનમાં કોઇ પણ કથા લખાઇ નથી. સંસારના જીવોની સંસારની વાસના પુષ્ટ બને એ માટે શ્રી જૈનશાસનમાં કોઇ પણ કથા છે નહિ અને હોય પણ નહિ. તત્ત્વનું નિરૂપણ હોય કે કથાનું નિરૂપણ હોય, ઉદેશ એ કે- આત્માઓનો સંસાર છૂટે. આમ હોવા. છતાં પણ, શ્રોતાઓના અંતરમાં મોહ પેદા થાય એવી રીતિએ ધર્મકથાને વાંચનારો બોલે, તો તે ધર્મદેશક નહિ પણ પાપદેશક કહેવાય ? અને જો શ્રોતા ધર્મકથા સાંભળતાં સ્વયં પોતાના અંતરમાં મોહને પેદા કરે તો એ પોતાને માટે ધર્મકથાને પાપકથા બનાવનાર કહેવાય. સંસારની વિષમતાના સ્વરૂપનો ખ્યાલ આવે, સસારની વાસના ઉપર ફ્ટકા પડે, વૈરાગ્યની ભાવના પેદા થાય, એ ઇરાદાથી અને એ પદ્ધતિથી, ધર્મદેશકે ધર્મકથા વાંચવી જોઇએ અને શ્રોતાએ પણ એ ઇરાદાથી અને એ પદ્ધતિથી ધર્મકથા સાંભળવી જોઇએ. દુનિયામાં કેટલાક મુર્ખાઓ એવા પણ હોય છે કે-ધીને ઝેર બનાવીને ખાય. ધર્મકથાના વાંચન અને શ્રવણમાં એમ ન થાય તેની દરેકે કાળજી રાખવી જોઇએ. તત્ત્વસંપત્તિ ઉપર રૂચિ પ્રગટે એટલે સંસારની રૂચિ ઉઠે
અસ્તુ. ચાલો આવો પાછા મૂળ વાત ઉપર, કર્મની દશાને સમજનારો આત્મા એક તો કોઇ ન સમજે એથી ગુસ્સો ન કરે અન અમૂક વ્યક્તિને ખરાબીમાં પડેલી જૂએ એથી આખો સમૂહ એવો છે અથવા એ વસ્તુજ ખરાબ છે એમ ન કહે. વ્યક્તિ ખરાબ હોય એ બને, પરન્તુ વસ્તુને ખરાબ કેમ કહેવાય ? આ. તારક વસ્તુની વાત છે, હોં ! સમ્યગદર્શન આત્મામાં શું લાવે છે ? એજ કે-શુદ્ધ દેવ, શુદ્ધ ગુરૂ અને શુદ્ધ ધર્મ એજ તત્ત્વસ્પત્તિ મને તારનાર છે અને સારાય વિશ્વને તારનાર પણ એજ છે. શુદ્ધ દેવાદિમાં તારકભાવની માન્યતા સમકતીની હોય. એને બીજે બધે ડૂબવાનું લાગે. સંસારને એ ખારો માને. સંસારમાં રહેવું એ ડૂબવા જેવું છે એમ એને લાગે. સુદેવાદિમાં રાગ આવે એટલે બીજે રાગ ઘટે. છોડાય નહિ તોયા સંસાર છોડવા જેવો લાગે. મૂકાય નહિ એ બને, પણ મૂકવા જેવું છે એમ લાગ્યા વિના રહે નહિ. સુદેવ, સગરૂ અને સધર્મ એજ માત્ર તારક છે, એને સેવવાથી જ તરાય તેમ છે, આવું જેને લાગે તે એ સિવાયના સર્વને ડૂબાડનાર માને. એને મોહ થાય, પણ સમજે કે-આ પાપનું સ્થાન છે. મિથ્યાત્વના ક્ષયોપશમાદિથી ઉત્પન્ન થતી રૂચિ થઇ જાય એટલે આખી વસ્તુ જ ી જાય. સંસારમાં જેને રૂચિ છે તેને વ્યાપાર માટે ઘર છોડવું પડે, નવપરિણીતા સ્ત્રી છોડવી પડે, ત્યારે એને શું શું થાય છે ? એ કરડો થઇ છોડે ખરો, પણ આંખમાં આંસુ આવે : તેમ સમકીતીને કદાચ સંસારમાં રહેવું પડે તો રહે ખરો, પણ રહેવામાં તેને આનંદ ન હોય. સુદેવ, સુગુરૂ અને સુધર્મ ઉપર શ્રદ્ધા ક્યારે થઇ કહેવાય ? એ સિવાય સર્વ મિથ્યા લાગે ત્યારે ! સંસાર મિથ્યા લાગે અને રૂચિ સુદેવાદિ ઉપર હોય, એ આત્માની દશા કરી હોય ? સુદેવ, સુગુરૂ અને સુધર્મ, -એ ત્રણેમાંથી એકેયમાં સંસારત્યાગ નથી એવું છે ? સમ્યગદર્શન આત્માને એવો યોગ્ય બનાવી દે છે કે-એ આ ત્રણ સિવાય કોઇને તારક માને નહિ : અને એક તરફ રૂચિ એ પ્રતિપક્ષી તરફ
Page 97 of 191