________________
અરૂચિ, એ તો સીધી વાત છે. આય સારું અને તેય સારૂં, એ સમ્યગદર્શન નથી. સમ્યગદર્શન એવા ખોટા સમભાવને ઉઠાવી દે છે. સમ્યગદર્શન સાચા અને ખોટા વચ્ચેનો તફાવત સમજાવી દે છે. આ ઉપાદેય અને બીજું ત્યાજ્ય, એમ એ સમજી જાય છે. દેશોન કોટાકોટિ સાગરોપમ જેટલી કર્મની સ્થિતિ ન થાય ત્યાં સુધી તો આત્મા સમ્યકત્વ પામવાને લાયક જ બને નહિ. સમ્યગદર્શન પામ્યા બાદ આત્માની સંસારની સ્થિતિ અડધા પુદ્ગલ-પરાવર્તથી અધિક નજ હોય : આથી પણ સિદ્ધ છે કે-સમ્યગદર્શન આવે એટલે સંસાર ઉપર અરૂચિ પ્રગટે અને સુદેવ, સુગુરૂ તથા સુધર્મ એ તત્ત્વસંપત્તિ ઉપર રૂચિ પ્રગટે-શ્રદ્વા પ્રગટે. તત્ત્વશોધની ભાવના
- આ મહાપુરૂષના જીવનમાંથી આપણે આજે આ જ બે વસ્તુ બરાબર સમજી લેવાની છે. “જેટલું ખોટું હોય એ પકડાઇ ગયું હોય તો પણ છોડવાનું અને સાચું હોય તો પ્રાણાંતે પણ નહિ છોડવાનું, એ જેનશાસનને પામેલાને મન તદન સ્વાભાવિક છે.” આ ભાવનાવાળો આત્મા તત્ત્વનો શોધક હોય છે એટલે તે મેં પડેલું છે એમ માન્યા પછી બેસી નથી રહેતો, પણ સાચું જાણવાને માટે પ્રયત્નશીલ રહે છે. આત્માનું કલ્યાણ થાય તે જેને આદરવું છે અને અકલ્યાણ થાય તેવું હોય તે જેને તજવું છે તે સાચું અને ખોટું જાણવા માટે પ્રયત્નશીલ હોય જ છે. આજે સત્યની કિંમત વિનાના જગતમાં, એક વાત ચાલી રહી છે કે- ભાઇ, ખોટું છોડવું અને સાચું સ્વીકારવું, એ વાત તો સાચી છે પણ ખોટ હોય એ છોડતાં અને સાચું હોય તે સ્વીકારતાં ઝઘડા કે કલેશ થાય છે તો કોઇને પણ અશાંતિ, દુ:ખ કે પીડા થાય તો તે શું ? અવિવેકી જગતની આ વાત જો માન્ય થઇ જાય તો આરાધના કરનારા આરાધના કરી શકે નહિ, એ વસ્તુ આપણે સમજાવવી છે. અનેક આત્માઓ યુદ્ધમાં ઝુકશે એમ જાણવા છતાં અને ભયંકર કજીયો થશે. એમ પણ જાણવા છતાં “મારૂં શીલ અબાધિત રહે' એ ભાવનામાં મક્કમતા જે સીતાજીએ કેળવી, તે સીતાજીને આપણે વખાણીએ છીએ કે વખોડીએ છીએ ?
જો વખાણતા હો તો- “ધર્મજ તેનું નામ કે જે આપણે કરી તેથી કોઇને અશાંતિ ન થાય.' એવી વ્યાખ્યા ન બાંધતા. તમને જો માલુમ હોય તો-ભગવાન શ્રી મહાવીર પરમાત્મા ધ્યાનમાં ઉભા હતા, તે વખતે ઇંદ્ર દેવલોકમાં પ્રશંસા કરે છે; એ સાંભળીને સંગમને એમ થયું કે કેમ એ ન ચળે ! દેવતા આગળ માનવી કોણ ? હમણાં ચળાવી આવું ! એમ કરીને સંગમ આવ્યો, ભયંકર ઉપસર્ગ કીધા અને તેણે ઘોર પાપ બાંધ્યું, આ પ્રમાણે છતાંય ભગવાને પોતાનું ધ્યાન નથી છોડ્યું.
આ રીતે તત્ત્વજ્ઞાનને જાણીને જ્ઞાનનો આદર કરવાનું જ્ઞાની ભગવંતો વિધાન કરે છે. જેને જ્ઞાન પ્રત્યે આદર થાય એને સુખમય સંસાર છોડવા જેવો છે એમ લાગ્યા જ કરતું હોય છે.
પંદરમો બોલ દર્શન આપું!
S
«
અહીં દર્શન એટલે સમ્યગ્દર્શન ગણાય છે.
સમ્યક્ત્વની પ્રાપ્તિનો ક્રમ
અનાદિકર્મસત્તાનથી વેષ્ટિતપણું
આ જગત અનાદિ કાલીન છે. અનાદિકાલીન એવું આ જગત અનન્તકાલીન પણ છે. આ જગત
Page 98 of 191