________________
છે. “એ રાગ-દ્વેષ હેય જ છે.” -એમ લાગતાં, આત્મામાં અપૂર્વકરણ અટલે કે-અપૂર્વ એવો અધ્યવસાય. પ્રગટે છે; અને, એ અધ્યવસાય દ્વારા જ કર્મગ્રન્થિ ભૂદાઇ જાય છે. આ વગેરે જે જે વાતો આ સંબંધમાં કહેવામાં આવી, તે તમને યાદ તો છે ને ?
સ. થોડી ઘણી. એના સાર રૂપે તો બધી જ વાત યાદ છે ને ? કે પછી, સારમાં પણ ગોટાળો છે ?
સં. એ વખતે તો એમ થઇ ગયેલું કે-સંસારના સુખનો રાગ ભૂંડો જ છે અને સંસારના સુખના રાગને લીધે જન્મેલો દ્વેષ પણ ભૂંડો જ છે.
એટલું પણ જો થયું હોય, તો પણ તમે ભારે નસીબદાર ગણાઓ. એ રાગ-દ્વેષને તજવાનો ઉપાય, શ્રી જિનશાસનની આરાધના કરવી-એ જ છે, એમ પણ તમને લાગે છે ને ?
સ. એ તો ચોક્કસ.
તો, શ્રી જિનશાસનની આરાધના કરવાની વાતમાં જે ઉમળકો આવે, તે સંસારના સુખની બીજી કોઇ પણ વાતમાં આવે નહિ ને ? સંસારના સુખ ઉપર પણ રાગ ખરો, પણ તે રાગ તથા તેના યોગે જન્મેલો. દ્વેષ તજવા લાયક જ એમ લાગે છે ને ? અને, આત્માને શ્રી વીતરાગ બનાવનારા મોક્ષના ઉપાય ઉપર પણ રાગ ખરો, પણ એ જ રાગ પોષવા જેવો છે અને એ રાગમાંથી જન્મેલો પાપનો દ્વેષ પણ પોષવા જેવો છે, એમેય લાગે છે ને ? આ વાતને વિચારીને, એ સંબંધી નિર્ણય કરવા જેવો છે. કેટલાક જીવો તો એવા હોય. છે કે-અહીં સાંભળતે સાંભળતે પણ વિચારે કે- “એ તો મહારાજ કહ્યા કરે; બાકી ઇન્દ્રિયોના વિષયોની અને ક્રોધાદિ વિષયોની અનુકૂળતા વિના સુખ સંભવે જ નહિ.”
મોક્ષ પ્રત્યેના દ્વેષનો આ પણ એક નમૂનો છે. તમે મોક્ષના દ્વેષી તો નહિ પણ રાગી જ છો, એમ માની લઉં ને ? મોક્ષના રાગને સળ કરવાને માટે જીવે સભ્યત્વને પામવાનો પુરુષાર્થ અવશ્ય કરવો. જોઇએ; અને જે ભાગ્યશાલિઓ સમ્યગ્દર્શન ગુણને પામ્યા હોય, તેમણે સમ્યક્ત્વને દિન-પ્રતિદિન વિશેષ ને વિશેષ નિર્મળ બનાવ્યા કરવાનો પુરુષાર્થ કર્યા કરવો જોઇએ. સમ્યગ્દર્શન ગુણનો પ્રભાવ
અનન્ત ઉપકારી ભગવાન શ્રી જિનેશ્વરદેવોના શાસનમાં સમ્યક્ત્વની કિંમત એટલી મોટો આંકવામાં આવી છે કે-એના વિના જ્ઞાન પણ સમ્યજ્ઞાન રૂપ બનતું નથી, એના વિના ચારિત્ર પણ સમ્યક ચારિત્ર રૂપ બનતું નથી અને એના વિના તપ પણ સમ્યફ તપ તરીકે ઓળખવાને અગર ઓળખાવાને લાયક બનતો નથી. જ્ઞાન ધર્મશાસ્ત્રોનું હોય; તો પણ, એ જ્ઞાનને ધરનારો આત્મા જો સમ્યકત્વને પામેલો ન હોય, તો એ આત્માનું એ શાજ્ઞજ્ઞાન પણ સમ્યજ્ઞાન રૂપે એ આત્માને પરિણમતું નથી; અને એથી, એ આત્માનું એ જે શાસ્ત્રજ્ઞાન, તે પણ અજ્ઞાન અથવા મિથ્યાજ્ઞાનની કોટિનું ગણાય છે. એ જ રીતિએ, ચારિત્ર પણ ભગવાને બતાવેલા ચારિત્રના આચારોના આચરણ રૂપ હોય, તો પણ આ ચારિત્રાચારોનું પાલન કરનારો આત્મા જો સમ્યક્ત્વને પામેલો ન હોય, તો એ આત્માનું એ ચારિત્રાચારોનું પાલન સમ્યફચારિત્રની કોટિનું ગણાતું નથી, પણ કાયકષ્ટાદિની ઉપમાને યોગ્ય ગણાય છે. અને, એવી જ રીતિએ તપ, તપ પણ ભગવાને બતાવેલા અનશનાદિ પ્રકારોના આસેવન રૂપ હોય, તોપણ એ અનશનાદિ તપનું આસેવન કરનારો આત્મા જો સમ્યકત્વને પામેલો ન હોય, તો એ તપ એ આત્માનાં કર્મોને તપાવનારું બનતું નથી, પણ આત્માને સંતપ્ત બનાવવા આદિ દ્વારા એ તપ એ આત્માના સંસારની વૃદ્ધિનો હેતુ બની.
Page 103 of 191