________________
તમે બધા છેવટમાં છેવટ ગ્રન્થિદેશે તો આવી જ ગયેલા છો અને અહીં આવનારાઓ ધર્મશ્રવણના યોગને પણ પામેલા છે. હવે વિચાર તો એ જ કરવાનો છે કે-અહીં જે કોઇ શ્રવણ કરવાને માટે આવે છે, તે ધર્મનું જ શ્રવણ કરવાને માટે આવે છે કે નહિ ? શ્રવણ કરવાને માટે આવનારાઓ, ધર્મના સ્વરૂપાદિને જાણવાની ઇચ્છાવાળા છે કે નહિ ? ધર્મના જ સ્વરૂપાદિને જાણવાની ઇચ્છા, મોક્ષના ઉપાયના સ્વરૂપાદિને જાણવાની ઇચ્છા તરીકે જન્મેલી છે કે બીજા કોઇ આશયથી એ ઇરછા જન્મેલી છે ? એટલે, સંસારની નિર્ગુણતાનું તમને અમુક અંશે પણ સાચું ભાન થવા પામ્યું છે; સંસારની નિર્ગુણતાનું થોડુંક પણ સાચું ભાના થવાથી, તમને સંસાર પ્રત્યે અરૂચિનો ભાવ પ્રગટ્યો છે; સંસાર પ્રત્યે અરૂચિનો ભાવ પ્રગટવાથી તમારામાં, સંસારથી વિપરીત એવો જે મોક્ષ-તે મને મળે તો સારું, એવી મોક્ષની રૂચિ થઇ છે; અને એથી તમે, તમારી એ રૂચિને સંતોષવાને માટે સંસારથી છોડાવનારા અને મોક્ષને પમાડનારા ધર્મને જાણવાની ઇચ્છાવાળા બન્યા છો; તથા, એ કારણે જ તમે અહીં શ્રવણ કરવાને માટે આવો છે, એવું જો હું માનું અથવા તો એવું જો કોઇ માને, તો તે બરાબર છે ખરું? તમારી સમક્ષ અત્યારે એ પ્રશ્ન છે કે-તમારે મોક્ષના ઉપાયને આચરવો છે અને એથી તમારે મોક્ષના ઉપાયને જાણવો છે, એ કારણે તમે અહીં શ્રવણ કરવાને માટે આવો. છો ? કે, બીજા કોઇ કારણે તમે અહીં શ્રવણ કરવાને માટે આવો છો ? અહીં શ્રવણ કરવાને માટે તમે આવો છો, તેમાં તો તમારો મોક્ષના ઉપાય તરીકે ધર્મના સ્વરૂપાદિને જાણવાનો આશય પણ હોઇ શકે, સંસારના સુખની સિદ્ધિનો આશય પણ હોઇ શકે અને ગતાનુગતિકપણે તમે આવતા હો-એવું પણ હોઇ શકે. તે સંસારના સુખની વાતમાં આવે નહિ
અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવ જો પોતાના સમ્યગ્દર્શન રૂપી ગુણને પ્રગટાવનારો બને, તો તે કયા ક્રમે પ્રગટાવનારો બને, એનો તમને કાંઇક ખ્યાલ આવે, એ માટે આ વાતનો આટલો વિસ્તાર કરવામાં આવ્યો. ગૃહિધર્મ અને સાધુધર્મ, એમ બે પ્રકારે ધર્મની વ્યવસ્થા કરવામાં આવેલી છે. એ બન્નેય પ્રકારના ધર્મના મૂળ રૂપ જે વસ્તુ છે, તે સમ્યત્વ છે. સમ્યત્વે સહિત બનીને જો ગૃહિધર્મનું અગર સાધુધર્મનું આરાધન કરવામાં આવે છે, તો જ એ આરાધનને સાચા રૂપમાં ધર્મારાધન કહી શકાય છે; અને એવું ધર્મારાધન જ, એ આરાધક જીવન, પોતાના વાસ્તવિક ળને આપનારૂં નીવડે છે. આ કારણે, ધર્મારાધનને કરવાની ઇચ્છાવાળા બનેલા ભાગ્યવાનોએ, સમ્યકત્વના પ્રકટીકરણનો પુરુષાર્થ કર્યા કરવો જોઇએ અને એ પુરુષાર્થ કર્મગ્રન્થિને ભેદવાની દિશા તરફ્લો હોવો જોઇએ. સમ્યકત્વને પામેલા પુણ્યાત્માઓએ પણ, પોતાના સમ્યકત્વનાં સંરક્ષણની કાળજીરાખવાની સાથે, દિન-પ્રતિદિન સમ્યકત્વ શુદ્ધ બનતું જાય, એવો પુરુષાર્થ કર્યા કરવો જોઇએ. વિષયની અને કષાયની અનુકૂળતાના રાગે તેમજ વિષયની અને કષાયની. પ્રતિકૂળતાના દ્વેષે જ, આત્માની ખરેખરી પાયમાલી કરી છે. વિષયની અને કષાયની અનુકૂળતાનો રાગ તથા વિષયની અને કષાયની પ્રતિકૂળતાનો દ્વેષ, એ જ સુખનું કારણ છે-એમ માનવું અને એ માન્યતાને અનુસાર વર્તવું, એ જ ઘાતી કર્મોને સુદ્રઢ બનાવવાનું અને જોરદાર બનાવવાનું પ્રધાન સાધન છે. એવો રાગ-દ્વેષ જાય ત્યારની વાત તો જુદી જ છે, પણ એવો રાગ-દ્વેષ જતાં પહેલાં પણ જ્યાં “એવો રાગ-દ્વેષ એ હેય જ છે, તજવા યોગ્ય જ છે, એથી આત્માને લાભ નથી પણ હાનિ જ છે.” –આવો ભાવ આત્મામાં પ્રગટ છે, તેની સાથે જ ઘાતી કર્મોની જડ હચમચી જાય છે અને ઘાતી કર્મોથી મુક્તિ પામવાનું મંડાણ મંડાઇ જાય
Page 102 of 191