________________
તેમ નથી, કારણ કે-વસ્તુના ભાવો પણ અનંતા છે ! આમ છતાં પણ, જ્ઞાનિઓએ તત્ત્વોના જ્ઞાનનો ખજાનો શાસ્ત્રોમાં ભર્યો છે અને તેનો તમને થોડો ઘણો પણ ખ્યાલ આવી જાય એ માટે ટૂંકી ટૂંકી વાતો દ્વારા મૂળ વસ્તુને સમજાવવાનો વિચાર રાખેલો છે. તત્વજ્ઞાન, એ સખ્યત્વની પ્રાપ્તિનું સાધન છે
તત્ત્વોના સ્વરૂપનું જ્ઞાન, એય સમ્યકત્વને પામવાનું સાધન છે. આત્મામાં સમ્યગ્દર્શન ગુણ નિસર્ગથી પણ પ્રગટે છે અને અધિગમથી પણ પ્રગટે છે. મિથ્યાત્વ મોહનીયનો ક્ષયોપશમાદિ થવો, એ જ સમ્યકત્વની પ્રાપ્તિનું કારણ છે, પરન્તુ મિથ્યાત્વ મોહનીયનો ક્ષયોપશમાદિ જો નિસર્ગથી થાય તો તે જુદી વાત છે, બાકી તો મિથ્યાત્વ મોહનીયનો ક્ષયોપશમાદિ એ પ્રયત્નસાધ્ય વસ્તુ છે. જીવાદિ તત્ત્વોના સ્વરૂપનું સાચું જ્ઞાન મેળવવવાનો પ્રયત્ન, એ સમ્યગ્દર્શન ગુણને પ્રગટાવવાનું સાધન છે. જેઓને સમ્યગ્દર્શન ગુણની પ્રાપ્તિ થઇ છે, તેઓ પણ તત્ત્વજ્ઞાન દ્વારા પોતાના સમ્યગ્દર્શન ગુણની નિર્મલતાને સાધી શકે છે. તત્ત્વોના સ્વરૂપનું સાચું અને નિશ્ચયાત્મક જ્ઞાન, વિરતિના પરિણામોને પેદા કરવામાં પણ ઘણું સહાયક નીવડે છે. જ્ઞાનિને સમ્યક ચારિત્રની પ્રાપ્તિ પણ સુલભ અને સમ્યક્ ચારિત્રનું નિરતિચાર પાલન પણ સુલભ. આથી જ, આપણે ત્યાં એમ પણ ક્યું છે કે- “પઢમં તો ચા / ધ્યાને પેદા કરવામાં અને ધ્યાને પાળવામાં, તત્ત્વજ્ઞાન બહુ સહાયક નીવડે છે. આવું જાણવા છતાં પણ, આપણામાં તત્ત્વોના સ્વરૂપને જાણવાની ઇચ્છા કેટલી ? તત્ત્વોના સ્વરૂપને જાણવાની તમે મહેનત કરેલી, પણ જ્ઞાનાવરણીય કર્મના દોષે જ તમે તત્ત્વજ્ઞાનને પામી શક્યા નથી, એવું તમે કહી શકો તેમ છો ? તમે વિચાર કરો કે-તત્ત્વજ્ઞાનને મેળવવાની ઇચ્છા થયેલી ખરી કે ? એ ઇરછાને પાર પાડવાને માટે મહેનત કરવાનું મન થયેલું કે થાય છે ખરૂં ? અવસરે, જેટલી સમજવાની શક્તિ છે, તેટલું સમજવાને માટે હૈયું ખુલ્લું રહે છે કે નહિ ? કે પછી, જે કરીએ છીએ તે બરાબર છે, એમ હૈયે રાખી મુક્યું છે ? એકલા અજ્ઞાન છો કે અજ્ઞાન હોવા સાથે આગ્રહી પણ છો ? જીવાદિ તત્ત્વોના સ્વરૂપને નથી જાણતા ને ? જીવાદિ તત્ત્વોના સ્વરૂપને કોઇ જણાવે, તો જેટલી બુદ્ધિ છે, તેટલું સમજવાની તૈયારી છે કે નહિ ? બીજા બધામાં રસ આવે અને તત્ત્વની વાતમાં રસ ન આવે એટલે જ્ઞાનની પ્રાપ્તિના દરવાજા બંધ છે, એમ માનવું પડે ને ? તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિના લક્ષ્યવાળા બનવાની જરૂર
બીજમાંથી અનાજ થાય એ આદમી માટે અને ઘાસ થાય એ જનાવર માટે. અર્થ - કામને રસપૂર્વક ભોગવવાની વૃત્તિને ધરનારા આ અપેક્ષાએ જનાવર જેવા ગણાય અને એમાં ઉદાસીનભાવ રાખે એ આદમી ગણાય. સમ્યગ્દર્શન જેને થઇ જાય, એ આત્મા તત્ત્વજ્ઞાનનો એવો અર્થી બનતો જાય કે-તત્ત્વના સ્વરૂપાદિની વાતો સિવાયની ગમે તેવી પણ વાતો એને હિતકર તરીકે રૂચિકર ન જ નીવડે. આજે તો ભણેલા ગણાતાઓની પ્રવૃત્તિ પણ એવી થઇ રહી છે કે-સમ્યગ્દર્શન ગુણ હોય તોય જતાં વાર ન લાગે. કોઇ પણ પુસ્તક હાથમાં લે તો પહેલાં એ કયી સદીનું એ જુએ. કોનું બનાવેલું છે એ જોવું જોઇએ, કારણ કે-પુરૂષવિશ્વાસે વચનવિશ્વાસ છે, પણ કયી સદીનું છે એ ખાસ કારણ વિના જોવાની જરૂર શી ? પુસ્તકમાં ખાસ જોવાનું તો એ હોય કે- “એમાં તત્ત્વ શું છે ? વસ્તુનો વસ્તુગતે ખ્યાલ આપનાર તે છે કે નહિ ?' કાપડ લેવા જનારો પહેલું શું તપાસે ? એનું પોત કે જાત ? ટાઉપણું વગેરે છે કે નહિ, એ જ ખરેખરૂં જોવાનું હોય છે, પુસ્તકમાં પણ જોવાનું એ જ હોય છે કે- “એમાં તત્ત્વ કેવું છે ?' આજે સાહિત્યમાં જોવાનું શું ? એ જ
Page 95 of 191