________________
સાચા રૂપમાં આત્મા પામી શકતો નથી. જેઓ તત્ત્વજ્ઞ નથી અને તત્ત્વજ્ઞની નિશ્રામાં પણ નથી, તેઓમાં ગુણો દેખાતા હોય, તો પણ તે સાચા સ્વરૂપના નથી હોતા. આથી તત્ત્વજ્ઞતા અથવા તો એના અભાવમાં તત્ત્વજ્ઞની નિશ્રા રૂપ તત્ત્વજ્ઞતા પણ જરૂરી છે, એ વાત નિર્વિવાદ છે. એ વિના પણ સુસાધુધર્મનું પાલન સાચા રૂપમાં થવું એ શક્ય નથી. તત્વજ્ઞાનનો આદર
આ ભારતવર્ષમાં જ્યારે આર્યસંસ્કૃતિ પ્રધાનતા ભોગવતી હતી, ત્યારે મોટે ભાગે એવી લડતો. ઉત્પન્ન થતી નહિ. તે સમયે ગરીબીમાં પણ અમીરી ભોગવી શકાતી. કારણ ? તત્ત્વજ્ઞાનની સામગ્રી તે સમયે એટલી હતી. તે સમયે તત્ત્વજ્ઞાન પ્રતિ સવિશેષ આદર હતો. મૂળથી સંસ્કારો જ એ દુનિયાના પદાર્થો નાશવંત છે. એ મળે તેય ભાગ્યાનુસાર, ભોગવાય તેય ભાગ્યાનુસાર અને જાય તેય ભાગ્યાનુસાર, આવા. સંસ્કારોના યોગે, પોતાના સ્વાર્થ માટે બીજાનું ઝુંટવી લેવાની ભાવના થતી નહિ કે કોઇને વધુ સામગ્રીવાળો. જોઇને ઇર્ષ્યા થતી નહિ. એ તત્ત્વજ્ઞાન આજે પર વસ્તુઓમાં સુખ માની બેઠેલાને ગમતું નથી અને એથી દુનિયાના બીજા જીવોને પીડા ઉપજાવવાથી બચનાર તથા શરીરનિર્વાહ પણ બીજા જીવોને પીડા ઉપજાવનાર ન બને એ રીતિએ કરીને, અકાન્ત ધર્મની સાધના કરનાર તથા જગતના જીવોને ધર્મની સાધના કરવાની. જ પ્રેરણા કરનારા જીવનવાળાની કિંમત સમજાતી નથી. એવા મહાત્માની હયાતિની જરૂર અને ઉપકારકતા પણ એથી સમજાતી નથી. પૂર્વે એમ નહિ હતું. પૂર્વે તો એ તત્ત્વજ્ઞાન અને એવા તત્ત્વજ્ઞાની મહાત્માઓનો પરમ આદર થતો : કારણ કે-તે વખતે જીવો મૂખ્યત્વે એના અર્થી હતા. આજે તો સાચા તત્ત્વજ્ઞાન પ્રત્યે અનાદરભાવ વધતો જાય છે. તત્વજ્ઞ મહાપુરૂષોની વાતો પ્રત્યે વધતી જતી બેદરકારી અને તેનું પરિણામ
તત્ત્વજ્ઞાની મહાપુરૂષોએ સાચા સગુણની આવી મહત્તા દર્શાવી છે અને જે કોઇ આત્મા સાચો સદગુણી બને છે, તે તત્ત્વજ્ઞાની મહાપુરૂષોની આ વાતનો સાક્ષાત્ અનુભવ પણ કરી શકે તેમ છે પરન્તુ આજે તો તત્ત્વજ્ઞ મહાપુરૂષોની વાતોને સાંભળવાનો, જાણવાનો અને વિચારવાનો વિચાર સરખો પણ બહુ જ જૂજ આત્માઓમાં દેખાય છે : એટલે તત્ત્વજ્ઞ મહાપુરૂષોની વાતોનો અમલ કરનારા તો આ જગતમાં વિરલ આત્માઓ જ છે, એમ કહ્યા વિના ચાલે તેમ નથી. તત્ત્વ મહાપુરૂષોએ ક્રમાવેલી વાતો પ્રત્યે દિન-પ્રતિદિન બેદરકારી વધતી જાય છે અને એથી પરિણામ એજ આવતું જાય છે કે-આત્મહિતના ઘાતક અવગુણો વધતા જ જાય છે. આજે તો અવગુણો વધી જવાના યોગે, એ પરિણામ પણ આવી લાગ્યું છે કે-અવગુણોને પણ સગુણોરૂપે માનવાનો, મનાવવાનો અને જાહેર કરવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. એના જ યોગે, આજે ઘણાઓ ગુણાભાસોને-ગુણને ગુણરૂપે નહિ ધરનારા અથવા દોષને પણ ગણ તરીકે ઓળખાવવામાં કુશળતા ધરાવનારા આત્માઓને-સાચા ગુણવાન તરીકે માનવા અને મનાવવા મથી રહ્યા છે. આવાઓને સાચા સદ્ગુણની પ્રભાવશીલતાનો અનુભવ ન થાય તે સ્વાભાવિક છે અને એથી પણ તેઓ તત્ત્વદર્શી ઉપકારી મહાપુરૂષોની વાતોને સાંભળે, વાંચે કે જાણે, તોય તે તરફ અશ્રદ્ધેય દ્રષ્ટિએ જ જૂએ, તે પણ સ્વાભાવિક છે. તત્ત્વજ્ઞ મહાપુરૂષોએ ક્રમાવેલી વાતોનો. જો સરલતાથી, જિજ્ઞાસુતાથી. અને આત્મકલ્યાણની બુદ્ધિથી જ અભ્યાસ કરવામાં આવે, તો કદિ પણ આવું પરિણામ આવે નહિ : કારણ
Page 93 of 191