________________
હોય છે. આ સુખનો દાતા અને આ દુ:ખનો દાતા, એમ માની એકને પગે લાગે અને બીજાને મારે પણસુખ કે દુ:ખ શાથી ?' –એ અજ્ઞાની નહિ જુએ. “મારૂં ખરાબ આણે કર્યું છે” –એ દ્રષ્ટિ આવવાથી કોઇ આને તો કોઇ બીજાને ભસે છે. આ કહે છે- “પેલાએ મારૂં બગાડ્ય' અને પેલો કહે છે. “આણે મારૂં બગાડ્યું. આ પ્રમાણે બોલનારાઓને જ્ઞાની કહે છે કે- “જરા થોભ, ભાઇ ! થોભ ! કોઇએ તારૂં બગાડ્યું નથી' પણ એ નહિ થોભે ! અજ્ઞાનિઓમાંનો કોઇ એક ક્ષણભર પણ વિચાર નથી કરતો કે- “જો આણે મારું બગાડ્યું તો મારું જ કેમ બગાડ્યું અને બીજાનું કેમ ન બગાડ્યું ?' એવો વિચાર નહિ આવવાનો પ્રભાવ અતત્ત્વજ્ઞાનનો છે. આથી કહું છું કે-એવી અજ્ઞાનતા તજી દુ:ખથી નહિ મુંઝાતાં જે જે દુ:ખનાં જે જે કારણો છે, તે તે કારણોને જ તોડવાનો તનતોડ પ્રયત્ન કરો અને સુખનાં જે કારણો હોય તેને જ લેવો. પરનું ભલું કરવા માટે ભલે કદાચ થતો હોય તો શરીરનો નાશ થવા ધો : એમાં વાંધો નથી : તેમાં આત્મગુણોનો નાશ, આત્માના ધર્મનો નાશ કે આત્માની શુભ ભાવનાઓનો નાશ ન જ થવો જોઇએ, એની પૂરેપૂરી કાળજી રાખતાં શીખો. આજે તો આત્મા, આત્માનું સ્વરૂપ અને આત્માના ગુણો વિસરીને પ્રાયઃ દરેક માણસ પારકા ઉપર દોષ દીધે જ જાય છે, પણ કોઇ દહાડો કોઇ એમ વિચાર નથી કરતો કે- “હું ભંડો છું. જ્યારે તત્ત્વજ્ઞાની તો “સુખનો ને દુ:ખનો કર્તા હું પોતે જ છું, અન્ય કોઇ નથી !' –એવા નિશ્ચયવાળો હોય છે એટલે એ તત્ત્વજ્ઞાની જે કોઇ પોતાની પાસે આવે તેને એવી જ સલાહ આપે છે ! આથી એવા ઉત્તમ આત્માની પાસે જે કોઇ બીજી ઇરછાએ આવે તેને નિરાશ થઇને પાછા ક્રવું પડે, એમાં કશું જ આશ્ચર્ય નથી. તત્ત્વજ્ઞાન તરફ લક્ષ્યવાળા બનવાની જરૂર
બીજમાંથી અનાજ થાય એ આદમી માટે અને ઘાસ થાય એ જનાવર માટે. અર્થકામને રસપૂર્વક ભોગવે એ બધા આ અપેક્ષાએ જનાવર જેવા ગણાય અને એમાં ઉદાસીનભાવ રાખે એ આદમી ગણાય. સમ્યગદર્શન જેને થઇ જાય, એ આત્મા તત્ત્વજ્ઞાનનો એવો અર્થી બનતો જાય કે-તત્ત્વની વાતો સિવાય બીજી વાતો એને રૂચિકર ન નિવડે. આજ તો ભણેલા ગણાતાઓની પ્રવૃત્તિ પણ એવી થઇ રહી છે કે-સમ્યગ્દર્શન ગુણ હોય તોય જતાં વાર ન લાગે. કોઇ પણ પુસ્તક હાથમાં લે તો પહેલાં એ કયી સદીનું છે એ જૂએ. કોનું બનાવેલું છે એ જોવું જોઇએ, કારણ કે-પુરૂષવિશ્વાસે વચનવિશ્વાસ છે. પુસ્તકમાં જોવાનું એ હોય કે-એમાં તત્ત્વ શું છે ? વસ્તુનો વસ્તુગતે તે ખ્યાલ આપનાર છે કે નહિ ? કાપડ લેવા જનારો પહેલું શું તપાસે ? એનું પોત કે જાત ? ટકાઉપણું છે કે નહિ, એ જ ખરેખરૂં જોવાનું હોય છે. પુસ્તકમાં પણ જોવાનું એ જ હોય છે કે-એમાં તત્ત્વ કેવું છે ? આજે સાહિત્યમાં જોવાનું શું એજ કે-કમી સદીની ભાષા છે ? ભાષા તો આજે પણ અનેક સદીની લખી શકાય છે. અનન્તજ્ઞાની, સઘળી ભાષાના જાણ, સઘળા અક્ષરોના સંયોગને જાણનારા એવાઓએ જે ભાષામાં કહેલું, તેની સામે ભાષાનો પ્રશ્ન ઉભો કરવો, એનો અર્થ જ નથી. તત્ત્વજ્ઞાન તરફ અને તે પણ આત્મમુક્તિના હેતુથી લક્ષ્ય રહે તો જ કલ્યાણ થાય. તત્ત્વજ્ઞાન મેળવવાનું સ્થળ
તત્ત્વોનું જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે તેના જ્ઞાતાનું શરણ સ્વીકારવું જોઇએ. તત્ત્વોની વાસ્તવિક પ્રરૂપણા કોણ કરી શકે ? તત્ત્વોના યથાર્થ સ્વરૂપનો ખ્યાલ અનન્તજ્ઞાની સર્વજ્ઞો જ આપી શકે અને બીજાઓ આપી. શકે તો તે એ સર્વજ્ઞોએ વર્ણવેલા સ્વરૂપના સાચા અભ્યાસીયો આપી શકે. તત્ત્વોના વાસ્તવિક સ્વરૂપનો.
Page 88 of 191