________________
તત્ત્વજ્ઞાનીઓ કરતાં વસ્તુતઃ દુનિયાના સામાન્ય મૂર્ખ પણ સારા કે-જેઓ પોતાની જાતનું જ બગાડે. પણ એવા તત્ત્વજ્ઞાનીઓ નહિ સારા, કારણ કે-તેઓ અનેકનું બગાડનારા નિવડે છે. આ બધું ન સમજાય ત્યાં જગતના જીવો આશામાં ને આશામાં જ જેની ને તેની પૂંઠે પડવાના અને તેમ થતાં મોટા ભાગે માથાં પણ ભાંગી જવાનાં અને પરિણામે ઘેર પણ બેસવું જ પડશે. માટે આપણી જે જે પદ્ગલિક ઇચ્છાઓ છે, તેને પોષવાની પ્રવૃત્તિ ભલે ન કરતા હોય, પણ જો સાચા તત્ત્વજ્ઞાની હાય તો તે આપણને પૂજ્ય જ છે. આવી. ભાવના કેળવો. જો આવી ભાવનાને કેળવશો તો જ વિશ્વનો એક સરીખી રીતિએ આત્મિક ઉપકાર કરનારા શ્રી વીતરાગપરમાત્મા અને નિગ્રંથો પ્રત્યે ભક્તિ જાગશે, પણ - “મારા અમૂક કોડા સંજોગોને તે ડ઼નારી છે કે નહિ અને મારાં દુનિયાનાં દુ:ખોનો નાશ કરનારા છે કે નહિ” -એ માન્યતા અને ભાવના જો આવી ગઇ, તો એ તારકો પ્રત્યે પણ ભક્તિ નહિ જ જાગે.
સલાહ મુજબ ચાલવામાં સ્વપરનું એકાંતે હિત જ થાય. તત્ત્વજ્ઞાનિઓ અપકારિઓ ઉપર કોપા કરવાની જરૂર સલાહ આપે છે, પણ તે બીજા અપકારી ઉપર નહિ, પણ કોપ રૂપ અપકારી ઉપર જ, અને એ અપકારો ઉપર કોપ કરવાની ઉપાલંભ ભરેલી સલાહ આપતાં, એજ ઉપકારિમહર્ષિ એવી ભાવના કરવાનું માને છે કે
___ "सर्वपुरुषार्थ चौरे, कोपो न चेत् तव ।
चिक् त्वां स्वल्पापरोधेडपि, परे कोपपरायणम् ।। १ ।।" “હે આત્મન્ ! સર્વ પુરૂષાર્થોમાં ચોર સમા કોપ ઉપર જો તને કોપ ન આવતો હોય, તો અતિશય અલ્પ અપરાધી એવા બીજાની ઉપર કોપ કરવામાં તત્પર એવા તને ધિક્કાર હો !” આથી સમજી શકાશે કે-તત્ત્વજ્ઞાનિની સ્થિતિજ કોઇ અનેરી હોય છે. એટલે એ સ્પષ્ટ છે કે-સંયોગને અનુસરીને સ્વરૂપથી જ પલટો ખાનારાઓ વાસ્તવિક રીતિએ તત્ત્વજ્ઞાની જ નથી. સાચા તત્ત્વજ્ઞાની પુરૂષો માત્ર વાણીથી જ – દુનિયાને સુખી કરી દઉં” -એમ કહી કહીને અશક્ય પ્રવૃત્તિઓનો આરંભ કદિ જ કરતા નથી. તત્ત્વજ્ઞાનિની તો એક જ ભાવના હોય છે કે- “જે વસ્તુ જેવી હોય તે વસ્તુને તેવી રીતિએ હું પ્રકાશિત કરું.” તે છતાં પણ જેઓ આંખો મીંચીને ચાલે, તેઓ પટકાય એની જોખમદારી તેના ઉપર નથી રહેતી. સમગ્ર આલમની સમક્ષ આત્મહિતકર સત્ય વસ્તુનો પ્રકાશ કરી દેવો, એના જેવો ઉપકારનો માર્ગ જગતમાં શોધ્યો પણ જડે તેવો નથી. આ પ્રકાશ જેના જેના પર પડ્યો તે રાગી હોય તોયે સુખી, દરીદ્ર હોય તોયે સુખી અને દુઃખી હોય તોયે સુખી : નહિ તો શ્રી તીર્થંકરદેવો, આખા જગતને તારવાની ભાવનાવાળા. ધર્મતીર્થની સ્થાપના અને પ્રચારણા ઉપરાંત બીજું કાંઇ પણ કર્યા સિવાય કેમ જ ચાલ્યા જાય ? તત્વજ્ઞાનિનો સ્વભાવ
આથી એ પણ સ્પષ્ટ થઇ જાય છે કે-સાચા તત્ત્વજ્ઞાનિઓ સુખ અને દુઃખને નથી જોતા, પણ સુખ અને દુ:ખનાં સાધનોને જૂએ છે, કારણ કે-અજ્ઞાનિઓનો સ્વભાવ જ્યારે શ્વાન જેવો હોય છે, ત્યારે તત્ત્વજ્ઞાનિઓનો સ્વભાવ સિંહ જેવો હોય છે. સિંહનો સ્વભાવ એવો હોય છે કે જ્યારે પોતા ઉપર બાણ આવે ત્યારે તે બાણને નહિ જોતાં પણ ત્રાંસી આંખે ક્યાંથી બાણ આવે છે તે જૂએ છે અને તેની ઉપર ત્રાપ મારે છે. કુતરાનો સ્વભાવ એવો હોય છે કે-પથ્થર પડે તેને કરડે છે. જેમ સિંહ બાણને નહિ જોતાં મારનારને જૂએ છે, તેમ કુતરૂં મારનારને નહિ જોતાં જે વસ્તુ પડે છે તેને જૂએ છે, કેમકે-એ અક્કલહીન છે. એવી રીતિએ તત્ત્વજ્ઞાનિનો સ્વભાવ સિંહ જેવો હોય છે. ત્યારે અતત્ત્વજ્ઞાનિનો સ્વભાવ કુતરા જેવો
Page 87 of 191