________________
પ્રયત્નો કરે, તેઓને હું તારી શકું એમ નથી. અને દીવો કહે છે કે-આંધળા આગળ હું પ્રકાશ કરૂં શી રીતે ? તથા ગવૈયો કહે છે કે-હું બધા જ તાલસુર જાણું છું, પણ બેરાને કદી રાજી ન કરી શકું. તેમજ અનંત શક્તિના સ્વામીઓ પણ નાલાયકો ઉપર ઉપકાર કરવાને અશક્ત છે, કારણ કે-તે તારકોનું તત્ત્વજ્ઞાન
એવા આત્માઓ ઉપર પડીને કાંઇ કામ કરે તે અશક્ય છે. જો સારા માણસ દરેકના ઉપર અસર કરી શકતા હોત, તો દુનિયામાં આજે દુઃખી કોણ હોત ? અસાધ્ય વ્યાધિવાળાને વૈદ્યોએ પણ ના પાડી છે કે નહિ ? ઉંચામાં ઉંચી શક્તિવાળા માણસોએ પણ અધમ આચરણવાળા અયોગ્ય આત્માઓ માટે કીધું છે કે-તમારા માટે ભલું કરવાને અમારી પાસે ઉપાય નથી ! છતાં જે એમ કહે છે કે-હું તો બધાને જ સુધારી શકું તેમ છું, તેના જેવો બીજો મૂર્ખ પણ કોણ ? સારી વાતના અખતરા પણ યોગ્ય આત્માઓ ઉપર થાય, પણ અયોગ્ય આત્માઓ ઉપર ન થાય. અયોગ્ય આત્માઓ ઉપર પણ સારી વસ્તુનો ઉપયોગ કરનારા વસ્તુતઃ તત્ત્વજ્ઞાની નથી, પણ અતત્ત્વજ્ઞાનીના આગેવાનો છે. તત્ત્વજ્ઞાની માત્ર વસ્તુના સાચા પ્રકાશક છે અને વસ્તુનું પ્રકાશન કરવા છતાં ન સમજી શકે છતાં યોગ્ય હોય તો તે સામાની આંખ પણ પહોળી કરે, પણ અયોગ્ય આત્માની નહિ. કેમકે-તેવાઓનો તો સ્વભાવજ એવો હોય છે કે-દવા પાવા જનારને કહે કે‘ઝેર પાવા આવ્યો.’ એવી રીતે ઉધુંજ બોલનારા આત્માઓ ઉપર સારા આત્માઓ પણ ઉપકાર નથી શકતા, કારણ કે-આખીએ દુનિયાના આધાર રૂપ તત્ત્વજ્ઞાનીઓ જગત એમ રે નહિ, પણ સન્માર્ગ ઉપર સ્થિર જ રહે. ડાહ્યો માણસ તો વિચિત્ર અને વિલક્ષણ કાદવમાં ખૂંચેલાને કાઢવા માટે પણ, પોતે તો કીનારે જ ઉભો રહીને થાય તે પ્રયત્નો કરે, પણ પોત અંદર ન જાય. કારણ કે-જાય તો એકનું ભલું કરવા જતાં તેનું ને પોતાનું એમ બેયનું ભૂંડું થાય. આથી જ આપણે ઇચ્છીએ છીએ કે-આપણને વધુ પણ અજ્ઞાન ઉપકારીઓ ન મળો અને થોડા પણ સાચા તત્ત્વજ્ઞાની ઉપકારીઓ મળો, કે જેથી અપકાર થવાનો ભય તો આપણને રહે જ નહિ. એવા સાચા ઉપકારીઓ તત્ત્વજ્ઞાનીઓ શિવાય બીજા કોઇ જ હોઇ શકતા નથી, માટે તેવા તત્ત્વજ્ઞાનીઓને ઓળખવા માટે આપણે સતત્ પ્રયત્નો કરવા જોઇએ. એવા તત્ત્વજ્ઞાનીઓની ઓળખાણ આપતાં પરમ ઉપકારી તત્ત્વજ્ઞાની મહર્ષિએ માવ્યું છે કે
" तेषां कल्याणाभिनिवेशितया निष्प्रयोजनो विकल्पो न चेतसि विवर्त्तते, अथ कदाचिदभावितावस्थायां विवर्तेत तथापि a ન निर्निमत्तं બાજો अथ कदाचिदतत्त्वज्ञजनान्तर्गततया भाषेरन् तथापि न निर्हेतुकं चेष्टन्ते, यदि पुनस्ते निश्कारणं चेष्टेरन् ततोडतत्त्वज्ञ - जनसार्थादविशिष्टतया तत्ववित्ता विशीर्येत”
“તત્ત્વજ્ઞાની આત્માઓ કલ્યાણના જ રસિયા હોવાથી
૧- પ્રથમ તો તેઓના ચિત્તમાં પ્રયોજન વિનાનો વિકલ્પ જ હયાતિ નથી ભોગવતો,
અને
૨- કદાચ કોઇ વખત પોતાની અભાવિત અવસ્થામાં તેવો વિકલ્પ ચિત્તમાં ઉત્પન્ન થઇ પણ જાય, તો પણ તે આત્માઓ વગર નિમિત્તે કશું બોલતા નથી.
તથા
૩- કદાચિત્ તત્ત્વથી અજ્ઞાન લોકોની અંદર રહેવાના કારણે તેવું નિમિત્ત વિનાનું બોલી જાય, તો પણ તે પુણ્યાત્માઓ હેતુ વિનાની ચેષ્ટાઓ-પ્રવૃત્તિઓ તો ન જ કરે.”
કારણ કે
“જો તેઓ તેવી કારણ વિનાની ચેષ્ટાઆ પણ કરે, તો તેઓ અત્ત્વજ્ઞ લોકોના સમૂહથી અવિશિષ્ટ.
Page 90 of 191