________________
માટે નવતત્ત્વના અર્થની શ્રદ્ધાને સમ્યગદર્શન કહ્યું છે. સમ્યગદર્શની આત્મા તે કે-જે પુણ્ય અને પાપના આશ્રવમાં તથા બંધમાં ન મૂંઝાય તે. જે મૂંઝાય તે ચેતન ચેતન મટી જડ બની જાય છે. વસ્તુસ્વરૂપનો જ્ઞાતાં. આત્મા શુભના ઉદયમાં કે અશુભના ઉદયમાં, બેમાંથી એકમાં પણ ન મૂંઝાય. તત્ત્વજ્ઞાની કેવા જોઇએ?
પ્રાયઃ દરેક શાસ્ત્રકારોએ આ વાત કહી છે કે- તત્ત્વજ્ઞાની ગમે તેવી અવસ્થામાં હોય, તો પણ પોતાના આત્માને નિર્લેપ રાખી શકે છે. તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ જે આત્માને થાય, તે આત્મા એ તત્ત્વજ્ઞાનના પ્રતાપે કદાચ બંધનના પ્રસંગોમાં હોય તો પણ નિર્લેપ રહી શકે છે. એટલા જ માટે તત્ત્વજ્ઞાનીની કીમત સહુથી વધુ અંકાય છે. તત્ત્વજ્ઞાન એવી મહિમાવંતી વસ્તુ છે કે-એના યોગે આત્માની સ્થિતિ દુનિયાદારીના. વિશિષ્ટ ગણાતા આત્માઓ કરતાં પણ ઉત્કટ રીતિએ ફ્રી જાય છે અને એટલા જ માટે કલ્યાણકાંક્ષી જગને તત્ત્વજ્ઞાની આત્મા ઉપર મોહ હોય છે. પથ્થરના ઢગલામાં પડેલો નાનો પણ હીરો એમ જણાવ્યા. વિના ન રહે કે-હું હીરો છું, તેમ તત્ત્વજ્ઞાની પણ જગના અજ્ઞાન જીવો રૂપી પાષાણોની વચ્ચે રહેલો એક હીરો છે. એ પોતાના સ્વરૂપને કદી ચકતો નથી અને પોતાના પ્રભાવને બતાવ્યા સિવાય રહેતો નથી. સંયોગવશ થઇ પરિવર્તન પામી જાય, તે વાસ્તવિક રીતિએ જ્ઞાની નથી. એવા તત્ત્વજ્ઞાનીને અજ્ઞાનીઓ તત્ત્વજ્ઞાની તરીકે ઓળખાવે અને એની કાર્યવાહીમાં કાંઇ પણ ઇષ્ટ ન મળે કે ન જણાય, તો એને તત્ત્વજ્ઞાની માની લેવામાં જગતનું ભલું નથી. આજે એવા મૂઢ તત્ત્વજ્ઞાનીના પ્રતાપે દુનિયામાં ભયંકર અજ્ઞાન ક્લાઇ રહ્યું છે. અને એવા એક મૂઢ તત્ત્વજ્ઞાનીના પ્રતાપે આજે અનકની સંખ્યામાં ઉભરાઇ રહેલા બનાવટી તત્ત્વજ્ઞાનીઓથી જગતનો ઉદય આજે અટકી રહ્યો છે. જે કાળમાં અજ્ઞાન વક્તાઓ બહુ ભેગા થઇ જાય અને કલ્યાણના અર્થિ શ્રોતાઓ થોડા થઇ જાય, એ કાળમાં દુનિયાની ચઢતી થતી નથી પણ પડતી જ થાય છે. વળી જ્યાં વક્તા જ અજ્ઞાન હોય, ત્યાં કલ્યાણકાંક્ષો શ્રોતાનું પણ શું થાય ? ખરેખર, સાચા તત્ત્વજ્ઞાનિઓની યોગ્ય આત્માઓ ઉપર છાયા જ કોઇ જૂદી પડે છે. સાચા તત્ત્વજ્ઞાનિઓથી જે ઉદય થાય તે સ્થાયી ઉધ્ય થાય છે, ત્યારે તત્ત્વજ્ઞાનશૂન્ય તત્ત્વજ્ઞાનિઓથી જે ઉદય થાય છે તે પ્રાયઃ ક્ષણિક જ હોય છે. એવા તત્ત્વજ્ઞાનિઓથી આરંભમાં ઉદય લાગે, પણ પરિણામે તે ભયંકર નાશમાં જ પરિણમે.” વિશ્વતારક શ્રી તીર્થંકરદેવોમાં ઉપકારની ભાવના અનુપમ છતાં, પ્રાણી માત્ર પ્રત્યે દયાની ભાવના વચનાતીત છતાં, દુ:ખી માત્રને સાચા સુખી કરવાની હૃદયમાં ઉત્કટ વૃત્તિ છતાં, તે તારકો ઉતાવળીયા કેમ ન થાય ? એનો ઉત્તર એ જ છે કે- રોગીઓન રોગરહિત કરવા માટે ઉતાવળ કામ આવતી જ નથી, કારણ કે-ચિત્મિક સુતેલા રોગીથી મુંઝાતો નથી, પણ ઉલ્ટો સ્નેહીઓને કહે છે કે-સુવાડી રાખો. દરદી બોલે ત્યારે કુટુંબીઓ રાજી થાય, પણ ચિકિત્સક કહે-ચૂપ રહેવા ધો બોલાવો નહિ. કારણ કે-બોલવાથી રોગીનું દરદ વધે છે. આત્મકલ્યાણના અર્થિએ જ્ઞાની અને અજ્ઞાનીનું અંતર પરખવું જોઇએ. સ્નેહીઓની દ્રષ્ટિથી બોલાવવામાં સુખ છે, જ્યારે ચિકિત્સકની દ્રષ્ટિએ ચૂપ રાખવામાં સુખ છે. પણ એ ધીરજ જ્ઞાની હોય તે જ રાખી શકે છે. એ જ રીતે દુનિયાનાં પ્રાણીઓને સામાન્યતયા દુ:ખી જોયા અને દયા ઉભરાઇ આવી, તેથી જેના તેનાથી ઉપકાર કરવા દોડી જવાય નહિ. સુખનો ઉપાય જાણ્યા વિના એકદમ સુખી. કરવા પ્રયત્ન કરવો, એ અતત્ત્વજ્ઞાનીનું કામ છે : પણ તત્ત્વજ્ઞાનીનું નથી. દુ:ખી આત્માને જોઇ એ દુ:ખ શાથી એ જે ન વિચારે, તેને તત્વજ્ઞાની કહેવાય જ કેમ ? વિશ્વના તારકોમાં શક્તિ કાંઇ કમ ન હતી : એટલે જો એ તારકો ધારત તો સોનેયાના પણ વરસાદ વરસાવી શકે તેવી શક્તિવાળા હતા અને તે કાળમાં
Page 85 of 191