________________
નમ્ર રાખીને, રાજકુમારોએ પોતાની હકીકત જણાવી.
પોતાની હકીકત જણાવ્યા બાદ, તેમણે પોત જે હેતુથી આવ્યા હતા તે હેતુ જણાવ્યો. તેમણે મંત્રીશ્વરને કહ્યું કે- “આપનું પ્રશંસાપાત્ર નામ સાંભળીને આપનાં ચરણકમળની સેવાને માટે આવ્યા છીએ. શ્રી વીરધવળ રાજાની સેવાનો આશ્રય કરવાની અમારી ઇચ્છા છે.'
મંત્રીશ્વર વસ્તુપાલ એ સાંભળીને પ્રસન્ન થયા. રાજકુમારોને ખૂબ સન્માનપૂર્વક જમાડ્યા. ઉત્તમ. વસ્ત્રો, આભૂષણો અને તાંબુલ આદિથી તેમનું સ્વાગત કર્યું. કહ્યું કે- તમારા જેવાનું મારે ત્યાં પધારવું દુર્લભ છે.”
રાજસભામાં જઇને, મંત્રીશ્વરે વીરધવલ રાજાને ત્રણે રાજકુમારોની હકીકત જણાવી. રાજા પણ એ સાંભલી ખુશ થયો. પ્રમુદિત થઇ રાજાએ પણ તે ત્રણ રાજકુમારોને કહ્યું કે‘તમે પધારી મારા આંગણાને પાવન કર્યું છે, એ મારો પુણ્યોદય સૂચવે છે. પણ એ તો કહો કે-મારે તમને કેવા પ્રકારની આજીવિકા બાંધી આપવાની છે ?'
રાજકુમારોએ કહ્યું કે- ‘અમને દરેકને વર્ષે દહાડે બબ્બે લાખ દ્રમ્મ જોઇએ.”
રાજામાં બીજા કેટલાક ગુણો હતા, પણ કૃપણતાનો મહાદોષ હતો. એ કૃપણતાના યોગે રાજકુમારોનો જવાબ સાંભળતાંની સાથે જ રાજા પોતાનું મોટું બગાડે છે અને કહે છે કે- “ત્રણ દુ છ લાખા દ્રમ્ ? એટલા દ્રવ્યથી તો હું સેંકડો સુભટો મેળવી શકું એમ છું, તો તો પછી માત્ર તમને ત્રણનેજ એટલું બધું દ્રવ્ય હું આપી દઉં, એથી મારૂં કયું અધિક શ્રેય તમે કરી દેશો ? તમે જ કહો કે-માત્ર સેવકની ખાતર આટલા બધા દ્રવ્યનો વ્યય કરવાથી, મારો કયો વિશેષ અર્થ સરે તેમ છે ? માટે તમે તમારી ઇચ્છા હોય, ત્યાં બીજા કોઇ પણ રાજ્યમાં જઇ શકો છો.’ આમ કહીને રાજાએ તાંબુલ આપી એ ત્રણેયને વિદાય આપી.
આ વખતે શ્રી વસ્તુપાલે રાજાને એ ત્રણેને રાખી લેવા માટે કહ્યું, પણ રાજા કૃપણ હતો એટલે કૃપણતાના યોગે એ વાત રાજાને ગળે ઉતરી નહિ.
રાજકુમારોમાં નમ્રતાનો ગુણ ન હોય, તો આ વખતે અપમાન લાગ્યા વિના રહે નહિ અને ભાગ્યની શ્રદ્ધા ન હોય તો અપ્રસન્નતા આવ્યા વિના પણ રહે નહિ પણ રાજકુમારોના આત્માને ધર્મકળા સ્પર્શેલી છે.
એ જ કારણ છે કે-રાજાએ પાનનું બીડું આપ્યું એટલા માત્રથી એ રાજકુમારો સંતુષ્ટ થાય છે અને પ્રસન્ન ચિત્તે ત્યાંથી પણ ચાલી નીકળે છે.
#તાં તાં તેઓ રાજા વીરધવલના શત્રુ ભીમસિંહની રાજધાનીમાં આવી પહોંચ્યા. વીરધવલા રાજાની કૃપણતા સાંભળીને રાજા ભીમસિંહે, દરેકને બબ્બેને બદલે ચાર ચાર લાખ દ્રમ્મ આપવાનું કહી, ત્રણેયને રાખી લીધા.
આ ત્રણેને વગર મહેનતનું લેવાની ઇચ્છા નથી. એ પોતાના સ્વામિની આજ્ઞાની રાહ જુએ છે. સ્વામિનું કાર્ય કરવાની તેમની ઇચ્છા છે. રાજા પાસે તેઓ કોઇ પણ ઉચિત સેવા બતાવવાની માગણી કરે
રાજા કહે છે કે, “બીજું કોઇ કામ નથી, પણ વીરધવલ રાજા મારો શત્રુ છે અને તેને સંધી કરવાનું કહેવડાવવા છતાં પણ તે સંધી કરતો નથી.'
ત્રણે રાજકુમારો રાજાની ઇરછાને સમજી જાય છે. રાજાની ઇચ્છાને આજ્ઞા માની, તેનો અમલ કરવાને તૈયાર થઇ જાય છે. રાજાના ઉત્સાહને વધાર છે અને વીરધવલ રાજાની પાસે દૂત મોકલવાનું કહે
Page 59 of 191