________________
શકાશે.
એક રાજાને ચાર પુત્રો હતા. રાજાએ એ ચારેયને ધર્મકળાનું પણ શિક્ષણ અપાવ્યું હતું. મોટામાં એ શિક્ષણ જોઇએ તેવું પરિણમ્યું નહિ, જ્યારે બાકીના ત્રણ રાજકુમારોમાં બુદ્ધિની સામાન્ય પણ સારી નિર્મળતા આવી.
રાજા રાજ્યની વ્યવસ્થા કરી શકે અને ચારેયને યોગ્યતા મુજબ રાજ્ય સોંપી શકે, એ પહેલાં મરણ પામ્યો. આથી એ ચારમાંથી મોટાના હાથમાં રાજ્યની લગામ મૂકાઇ.
મોટાએ રાજા બન્યા પછીથી, પોતાના ત્રણ નાના ભાઇઓને એવો નાનો ગ્રાસ આપવા માંડ્યો, કે જે લેનાર અને દેનાર-બન્નેને માટે લજ્જાપાત્ર ગણાય.
ત્રણ રાજકમારો બળવાન હતા. તેઓ પોતાના બળથી જગતને તૃણ સમાન ગણતા હતા. તેઓએ જોયું કે- વડિલભાઇ ભૂલ કરે છે. આટલો ગ્રાસ અ આપે, એમાં એમને અને આપણને-બન્નેને શરમ પામવા જેવું છે. એમણે આટલું જ આપવું એ યોગ્ય નથી અને આપણે આટલું જ લેવું એ યોગ્ય નથી.”
ત્યારે થાય શું ? રાજ્ય પિતાનું છે : એક જ બાપના દીકરા છે : બળવાન છે, કાંઇ નમાલા નથી : પણ વાત એ છે કે-ધર્મકળાએ અસર કરી છે.
વડિલભાઇએ જ્યારે માન્યું જ નહિ અને યોગ્યતા મુજબ આપવાજોગું આપવાનો ઇન્કાર કર્યો, એટલે આ ત્રણ રાજકુમારો વિચાર કરે છે કે- “આ સંસારમાં કોઇનું જીવન ચિરસ્થાયી નથી, બધા મનુષ્યોને અભીષ્ટ એશ્વર્યની પ્રાપ્તિ પણ થતી નથી, છતાં લોકો એવા કોઇપણ નિમિત્તને પામીને અકાર્ય કરવા તૈયાર થાય છે : પણ એ કોઇ રીતિએ યોગ્ય નથી. આથી આપણે રાજ્યને માટે એવું તો ન જ કરવું, કે જેથી પિતાનું નામ લાજે, પિતાએ અપાવેલું શિક્ષણ લાજે અને આપણા કુળની બેઆબરૂ થાય.”
આવા જ વિચારોના યોગે તે ત્રણે રાજકુમારોએ, પોતે બળવાન છતાં પણ, પોતાના વડિલ ભાઇની સામે થવાનું અગર તો તેનો નાશ કરીને રાજ્ય લેવાનું પસંદ કર્યું નહિ.
તેઓએ જોયું કે- “ભાઇ આપણને રાજસેવક તરીકે જ રાખવા માગે છે, પણ રાજસેવક તરીકે આપણે રહીએ, એમાં આપણી પણ આબરૂ શી અને ભાઇની પણ આબરૂ શી ?” આથી તે ત્રણે રાજકુમારો પોતાના પિતાના રાજ્યનો ત્યાગ કરીને ચાલી નીકળ્યા.
આર્યદેશની ધર્મકળાના પ્રતાપે એ બુદ્ધિ રહેતી કે- વડિલો આપે તે લેવું પણ લેવા માટે સામે ન થવું. એવા પણ પ્રસંગ આવે કે- ‘વડિલની બુદ્ધિ બગડે.' તે વખતે એવી રીતિએ વર્તવું જોઇએ, કે જેથી જાત, કુળ, ધર્મ લાજે નહિ
ત્રણે રાજકમારો ત્યાથી, વડિલ ભાઇની સામે થયા વિના, ચાલી નીકળ્યા. રાજા વીરધવલની સેવામાં રહેવાની તેમની ઇચ્છા હતી, એટલે તેઓ ધવલક્કપુરમાં આવ્યા.
| ધવલક્કપુરમાં પહોંચીને તેઓ સીધા વસ્તુપાલ મંત્રિના આવાસે ગયા : કારણ કે-તેઓએ સાંભળ્યું હતું કે-વસ્તુપાલ મંત્રી વ્યવહારમાં અતિ કુશળ છે. એ ત્રણેયનાં મોંઢાંની તેજસ્વિતાને અને સર્વાંગસુન્દરતાને જોઇને, વસ્તુપાલ મંત્રિએ માની લીધું કે- “આ કોઇ સામાન્ય પુરૂષો નથી, પણ રાજકુમારો છે.” તેમનો સત્કાર કર્યો અને ગીરવ સહિત આસનો અપાવ્યા.
એ પછી મંત્રીશ્વર શ્રી વસ્તુપાલે સ્નેહપૂર્વક પૂછ્યું કે- ‘તમે ક્ષત્રિયોમાં ઉત્તમ અન પુણ્યશાલી રાજકુમારો લાગો છો. કહો, ક્યાંથી અને શા કારણે તમારું અને પધારવું થયું છે ?'
રાજકુમારો ઉદ્ધત નથી. તેમનામાં અવસર યોગ્ય નમ્રતાનો પણ ગુણ છે. પોતાના મસ્તકને અધિક
Page 58 of 191