________________
સારી વાત પણ સાંભળવા તૈયાર નહિ ! આ રીતે ટેવાયેલા આત્માઓને તામસી વૃત્તિવાળા તરીકે જ્ઞાનીઓએ ઓળખાવ્યા છે. અર્થની વાત સાંભળવાની ઇચ્છાથી ટેવાયેલા-રંગાયેલા આત્મા આ દુનિયામાં કેટલા છે? જેને એકજ અર્થની વાત ગમે, બીજી બધી ગૌણ લાગે, એવી વૃત્તિવાળાની સંખ્યા આ દુનિયામાં કેટલી ? કહોને- કે પ્રમાણે શું કરવું છે ? છે જ. લગભગ બધાજ કહીએ તો પણ કહી શકાય. જગતનો મોટો ભાગ એટલે લગભગ બધાજ અર્થને સાંભળવાની જેટલી આતુરતા ધરાવે છે, તેટલી આતુરતા બીજી વાત સાંભળવા ભાગ્યે જ ધરાવે છે. તમારે માટે શું વિહિત ?
શ્રી જિનેશ્વરદેવની પૂજા, ગુરૂની સેવા, દાન, શીલ, તપ, શુભ ભાવના, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, સમ્યકત્વ, મૂળ બાર વ્રત, વિગેરે બધું ગૃહસ્થો ને દેશવિરતિ માટે કરણીય, બાકીનું બધુંય અકરણીય, આટલો ખ્યાલ થઇ જાય તો આજ જીવન પલટાઇ જાય.
સમ્યગદ્રષ્ટિએ તો નિશ્ચિત કરવું જોઇએ કે કરણીય શું? અને કરણીય પણ કયી રીતે કરાય ? તથા કરવું એ શા માટે ? શા માટે કરવું ?” એ વિચાર તો આજે વિકટ થઇ પડ્યો છે. “કયી રીતે કરવું' એ વિધિ તરફ પણ બેદરકારી કંઇ ઓછી નથી.
કરણીયના વિશ્વાસ માટે પણ આજે શી દશા છે ? શ્રાવકને કરણીયનો નિશ્ચય થઇ જાય તો જીવન મજેનું ચાલે. એને કહેવું ન પડે કે આ ચીજથી બચીજા. એને તો એટલું જ કહેવું પડે કે ‘ભાઇ ! આ વસ્તુ શ્રી જિનેશ્વરદેવે વિહિત કરી નથી' એટલે એ ઝટ ચોંકે.
સામાયિકમાં શ્રાવક નામો IQaો એ કયીબુદ્ધિયે ? પૈસા, ટકા, રાજ, અદ્ધિ સિદ્ધિને ઉપાદેય માને, સેવ્ય માને તો શું થાય ? આવી માન્યતાએ સામાયિકમાં રહેલો શ્રાવક રમણો 54 ITHો શ્રમણ જેવો હોય ? એટલે શ્રામય રહિત બધાનો પશ્ચાતાપ કરવો પડશે.
આલોચનાના પ્રકાર બહુ ગંભીર છે. થાય એટલો લાભ એ ઠીક છે પણ આલોચનાના પ્રકાર, આલોચનાનું સ્વરૂપ, અને આલોચ્ય વસ્તુ એ વિગેરે તો બરાબર સમજવું જ જોઇએ.
આ બધી દુનિયાની વસ્તુ ભલે એકદમ સર્વથા ન તજી શકાય પણ આત્મા જરૂર ડંખે એ મારૂં નહિ, સાથે આવનાર નહિ, એથી આત્માનું ભલું નહિ અને અંશ પણ રહી જાય તો ભુંડુંજ કરનાર -એમાં આસક્તિ કેમ રખાય ?
ઉચિત પ્રયત્ન કર્યા વિના ‘કર્મનો ઉદય-પાપનો ઉદય માટે નથી બનતું.” એ સમ્યગદ્રષ્ટિ માટે ના હોય. ‘નથી બનતું, નથી બનતું' એ મિથ્યાદ્રષ્ટિને કરવા દો. “કેમ ન બને, કર્મ કેમ ન છૂટે' એ વિચાર સમ્યગદ્રષ્ટિનો હોય.
પૈસા કમાતી વખતે કયા વિચાર ? કેમ બે લાખ ન લાવું ? કેમ પચીસ લાખ ન મળે ? કેમ મોટર ના વસાવું ?
સાંસારિક પદાર્થો પ્રત્યે જેવી ઇચ્છા છે તેવી અહીં કરો, સંસારમાં જે રાગ છે તેટલો અહિં થઇ જાય તો તમે ને અમે બે વિચારમાં તો એકાકાર થઇ જઇએ.
ભાવાર્થ : “ધર્મિ આત્માએ ધન અને ધાન્ય આદિના વિષયમાં બહુ જ સંતુષ્ટ રહેવું જોઇએ : એટલે કે-માત્ર નિર્વાહ જેટલું પરિમિત મળી જાય, તેટલાથી જ સંતોષ માનવો જોઇએ : કારણ કે-અસંતોષ, એ દુ:ખનો હેતુ છે. એ જ કારણે કહેવામાં આવ્યું છે કે- “અતિ ઉષ્ણ અને ઘીવાળું ભોજન, છિદ્ર વિનાનું શ્વેત
Page 63 of 191