________________
“એકાંતે મિથ્યાત્વથી વ્યાપ્ત ચિત્તવાળા જીવો, તત્ત્વને અને અતત્ત્વને જાણતા જ નથી; કારણ કે-જાત્યન્ધ આત્માઓ શું કોઇ પણ વસ્તુના સમુદાયમાં ‘આ વસ્તુ સુંદર છે અને આ વસ્તુ અસુંદર છે' -એવા વિવેકને પામી શકે છે ? અર્થાત્ નથીજ પામી શકતા; એજ રીતિએ મિથ્યાત્વથી ઘેરાયેલા આત્માઓ પણ તત્ત્વાતત્ત્વનો વિવેક નથી કરી શકતા.” મિથ્યાત્વની અચિસ્ક્યિતા
આજ હેતુથી કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા મિથ્યાત્વને પરમ રોગ તરીકે, પરમ અંધકાર તરીકે, પરમશત્રુ તરીકે અને પરમ વિઘ્ન તરીકે ઓળખાવીને, એની અચિકિત્સ્ય દશાનું વર્ણન કરતાં માવે છે કે
“મિથ્યાત્વ પરમો રોગો, મિથ્યાત્વ પરમં તમ: । मिथ्यात्वं परमः शत्रु-मिथ्यात्वं परमं विषम् ।। १ ।। जन्मन्येकत्र दुःखाय, रोगो ध्वान्तं रिपुर्विषम् । 3પિ નન્મસહસ્ત્રેષુ, મિથ્યાત્વિિત્સિવમ્ || 2 ||”
“મિથ્યાત્વ એ પરમ રોગ છે, મિથ્યાત્વ એ પરમ અંધકાર છે, મિથ્યાત્વ એ પરમ શત્રુ છે અને મિથ્યાત્વ એ પરમ વિષ છે. રોગ, અંધકાર, શત્રુ અને વિષ એ તો માત્ર એક જન્મને વિષે દુઃખને માટે થાય છે, પણ મિથ્યાત્વ તો હજારો જન્મને વિષે અચિકિત્સક છે, એટલે એનો વિપાક આત્માને હજારો ભવો સુધી ભોગવવો પડે છે.”
આ ઉપરથી
સમજી શકાશે કે-શરીરમાં ઉત્પન્ન થતો રોગ, દ્રષ્ટિમાં આવતો અંધકાર, સામે દેખાતો શત્રુ અને આપણે જોઇ શકીએ છીએ તે વિષ, જેટલું ભયંકર નથી તેટલું ભયંકર આ મિથ્યાત્વ છે, કારણ કે-જો રોગાદિ દુ:ખ આપે તો માત્ર એકજ ભવમાં આપી શકે છે, જ્યારે મિથ્યાત્વ તો અનેક ભવો સુધી આત્માને નરકાદિ અંધકારમાં પટકી ચિરકાલ સુધી સારામાં સારી રીતિએ કારમી નિર્દયતાપૂર્વક રીબાવી શકે છે. મિથ્યાત્વનું સ્વરૂપ
આ કારમા રાગનું સ્વરૂપ વર્ણવતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા વર્ણવે
છે કે
“àવે તેવવૃધ્ધિયા, ગુરુધીરભુરો ૫ યા |
अधर्मे धर्म्मबुद्धिश्च, मिथ्यात्वं तद्विपर्ययात् || १ ||”
“મિથ્યાત્વનું સ્વરૂપ સમ્યક્ત્વથી વિપરીત છે, એટલે સમ્યક્ત્વ જેમ દેવમાં દેવબુદ્ધિ, ગુરૂમાં ગુરૂબુદ્ધિ અને ધર્મમાં ધર્મબુદ્ધિ કરાવે છે, તેમ મિથ્યાત્વ એ અદેવમાં દેવબુદ્ધિ, અગુરૂમાં ગુરૂબુદ્ધિ અને અધર્મમાં ધર્મબુદ્ધિને ઉત્પન્ન કરાવે છે, એટલું જ નહિ પણ મિથ્યાત્વમાં જેમ અદેવમાં દેવબુદ્ધિ, અગુરૂમાં ગુરૂબુદ્ધિ અને અધર્મમાં ધર્મબુદ્ધિ કરાવવાનું સામર્થ્ય છે, તેમ દેવમાં અદેવબુદ્ધિ કરાવવાનું, ગુરૂમાં અગુરૂપણાની બુદ્ધિ કરાવવાનું અને ધર્મમાં અધર્મપણાની બુદ્ધિ કરાવવાનું સામર્થ્ય પણ છે.”
મિથ્યાદર્શનનો મહિમા
Page 78 of 191