________________
આજ વસ્તુને “શ્રી ઉપમિતિ ભવ પ્રપંચા’ નામની મહાકથાના રચયિતા શ્રી સિદ્ધર્ષિ ગણિવર મિથ્યાદર્શનના મહિમા તરીકે ઘણા જ વિસ્તારથી વર્ણવે છે અને એ વસ્તુ આ મિથ્યાત્વની કારમી રોગમયતા, અંધકારમયતા, શત્રુતા અને વિસ્મયતા સમજવા માટે અવશ્ય સમજવા જેવી છે,
મિથ્યાદર્શનનો મહિમા સમજાવવા માટે, પ્રથમ તો મિથ્યાદર્શન નામનો મોહરાજાનો મહત્તમ શું કરે છે, એ વસ્તુનો સામાન્ય ખ્યાલ આપતાં એ પરમોપકારી કથાકાર પરમર્ષિ ક્રમાવે છે કે
___अदेवे देवसड़कल्प मधम धर्ममानिताम | अतत्त्वे तत्त्वबुद्धिं च, विधसे सुपरिस्फुटम् ।। १ ।।
अपात्रे पात्रतारोप-मगुणेषु गुणग्रहम् ।
સંરહેતૌ નિર્વા-દેતુમાd jરોત્યયમ્ II ૨ IT” આ મિથ્યાદર્શન નામનો મોહરાજાનો મહત્તમ, અતિશય સ્પષ્ટપણે અદેવમાં દેવનો સંકલ્પ ઉત્પન્ન કરે છે, અધર્મમાં ધર્મ માનિતાને પેદા કરે છે અને અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિને પ્રગટ કરે છે તથા અપાત્રમાં પાત્રતાનો આરોપ કરે છે, અગુણોમાં ગુણનો ગ્રહ કરે છે અને સંસારના હેતુમાં નિર્વાણના હેતુભાવને કરે છે.
અર્થાત્ મિથ્યાદર્શનને વશ પડેલા આત્માઓ અદેવમાં દેવપણાનો અને દેવમાં અદેવપણાનો સંકલ્પ કરતા. થઇ જાય છે, અધર્મમાં ધર્મપણાની અને ધર્મમાં અધર્મપણાની માન્યતા કરતા બની જાય છે, અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિને અને તત્ત્વમાં અતત્ત્વબુદ્ધિને ધરતા થઇ જાય છે, એટલું જ નહિ પણ અપાત્રમાં પાત્રતાનો અને પાત્રમાં અપાત્રતાનો આરોપ અને અગુણોમાં ગુણપણાનો ગ્રહ તથા ગુણોમાં અગુણપણાનો ગ્રહ કરવા સાથે સંસારના હેતુમાં નિર્વાણના હેતુભાવનો અને નિર્વાણના હેતુમાં સંસારના હેતુભાવનો સ્વીકાર કરતા થઇ જાય છે.
જે મિથ્યાદર્શન, શુદ્ધ મહાદેવોને અને શુદ્ધ ધર્મોને આચ્છાદિત કરવાપૂર્વક અધમમાં અધમ આત્માઓને મહાદેવ તરીકે અને પ્રાણીઓનો ઘાત કરનારા તથા મલિનભાવને વધારનારા અશુદ્ધ ધર્મોને શુદ્ધ ધર્મો તરીકે વિશ્વમાં પ્રતિષ્ઠિત કરી વિશ્વમાં એની પૂજ્યતા અને ઉપાદેયતા સિદ્ધ કરે છે.
(૧૪) જ્ઞાન આદરૂં, (૧૫) દર્શન આદરૂં, (૧૬) ચારિત્ર આદરૂં. આ ત્રણ બોલનું વિવેચન શરૂ થાય છે. એમાં સૌથી પહેલા જ્ઞાન આદરૂં.
જ્ઞાન આપું
એ ચોદમાં બોલમાં જ્ઞાની ભગવંતોએ શું કહ્યું છે એ જણાવાય છે. જેના શાસનમાં જ્ઞાન એટલે સમ્યજ્ઞાન કહેવાય છે. જે જીવાદિ પદાર્થોનું જ્ઞાન પેદા કરાવીને પોતાના આત્માના હિતની બુદ્ધિ પેદા કરાવે અને વિરતિની ભાવના પેદા કરાવે તે જ્ઞાન સમ્યજ્ઞાન કહેવાય છે તથા વિરતિની ભાવના પેદા કરાવીને વિરતિને પ્રાપ્ત કરાવે તે સમ્યજ્ઞાન કહેવાય છે. તત્ત્વચિન્તનની આવશ્યક્તા
આવા મહત્ત્વના મનુષ્ય જન્મને પામીને માણસ જો અસાર વસ્તુનો ત્યાગ માટે અને સારી વસ્તુનાં સ્વીકાર માટે ઉધમશીલ ન બને, તો એને મળેલો મનુષ્યભવ એળે ગયો એમ કહેવાય. અસાર વસ્તુનો
Page 79 of 191