________________
તેરમો બોલ દુધર્મ પરિહર
કુધર્મનું સ્વરૂપ વર્ણવતાં કહ્યું કે, જે સ્વયં હિંસાસ્વરૂપ છે જે આત્માને દુર્ગતિમાંથી બચાવવાને બદલે આત્માને દુર્ગતિમાં જ મોકલે છે અર્થાત આત્માના સંસારને વધારે તેવી સઘળીય પ્રવૃત્તિ તે કુધર્મ છે.
મિથ્યામતિઓએ પ્રરૂપેલો, હિંસાદિ સ્વરૂપ તેવો પણ ધર્મ કદાચ અતિશયવાળો દેખાતો હોય તો પણ સંસારને વધારનારા જ છે-ભવમાં ભ્રમણ કરાવનારો છે. ક્યું પણ છે કે
“ મિથ્યાદ્રષ્ટિમર Mાતો હિંસાઘે: પીyd: I स धर्म इति वित्तोडपि, भवभ्रमणकारणम् ।।"
(યો.શા. પ્ર-૨ ગ્લો.૧૪) ટુંકમાં કુદેવાદિની. ઓળખ આપતા કહ્યું છે કે
__ “सरागोडपि हि देवश्चद गुरुरब्रह्मचार्यपि । कृपाहीनोडपि धर्म: स्यात्कष्टं नष्टं हहा जगत् ।।"
યો.શા. પ્ર-૨, શ્લો. ૧૪) જો રાગી પણ દેવ ગણાય, સ્ત્રીસંગી પણ ગુરુ કહેવાય અને દયાવગરનો પણ ધર્મ મનાય તો બહુ જ ખેદ-દુઃખની વાત છે કે, જગત આખું નાશ પામી ગયું છે.
આ રીતના કુદેવ-કુગુરુ અને કુધર્મને ઓળખીને, આત્મહિતેષી આત્માઓએ તેનો દૂરથી ત્યાગ કરવો જોઇએ, તેની છાયામાં પણ ન અવાય માટે જ બોલે છે કે- “કુદેવ-કુગુ-કુધર્મ પરિહરું
કુધર્મ છે કે જે સેવવાથી વિષયવાસના વધે અપ્રશસ્તકષાય વધે ગુણના નામે દોષ પૂજાય મુક્તિમાર્ગને બદલે સંસારની ક્રિયામાં ઉધમ અને આનંદ આવે એવી ક્રિયામાં ધર્મ મનાતો હોય તે કૃધર્મ છે. વિષયવાસના ઘટવાને બદલે ઉલટી વધે. અપ્રશસ્ત કષાયો વધે, વિષય અને કષાયના ત્યાગની ક્રિયામાં અપ્રમત્તતા ન આવે એ કુધર્મ છે અને તેનો પણ ત્યાગ કીધો છે.
કુદેવ-કુગુરૂ-કુધર્મ હોય તેની અસર નાબૂદ કેમ થાય એવા પ્રયત્ન કરવાની તમે લોકોએ પ્રતિજ્ઞા કરી છે. ખોટું છોડવાનું, ખોટાનો નાશ કરવાનો પ્રયત્ન કરવાનો એમાં શરમાવાનું કે ગભરાવાનું લોકડર કે લોકલજ્જામાં તણાવાનું મુકી દેવાનું. મિથ્યાદ્રષ્ટિ આત્માઓની દુર્દશા
આત્માના અનાદિસિદ્ધ શત્રુઓમાં, મિથ્યાત્વ એ કારમો અંધકાર છે. એ અંધકારના યોગે આત્મા નથી જાણી શકતો હેય કે ઉપાય નથી જાણી શકતો ગમ્ય કે અગમ્ય, નથી જાણી શકતો પેય કે અપેય તથા નથી જાણી શકતો કરણીય કે અકરણીય અને નથી જાણી શકતો સુદેવ કે કુદેવ, નથી જાણી શકતો. સુધર્મ કે કુધર્મ ! એ જ કારણે એ કારમાં અંધકારરૂપ મિથ્યાત્વથી વ્યાપ્ત બનેલા આત્માઓની દુર્દશાનું વર્ણન કરતાં, કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ક્રમાવે છે કે
“ મિથ્યાત્વેજાભીઢાવિત્તા નિતાન્ત, तत्त्वातत्वं जानते नैव जीवा: । किं जात्यन्धा: कुत्रचिद्वस्तुजाते, रम्यारम्यव्यकिमसादवेयु ।। १ ।।"
Page 77 of 191