________________
જાણીને આ ધમાને સેવનારા બનવા માટે પણ, શ્રી જિનાગમોનું શ્રવણ આવશ્યક છે. શ્રી જિનાગમોનું એકાગ્ર મને શ્રવણ કરવાને માટે, શૃંગારકથા આદિ કથાઓના રસનો પણ ત્યાગ કરવો જોઇએ. તત્વવેદિઓમાં અન્તર્ભાવ પામવાનો ઉપાય
“तत्ववेदिष्वात्मनोडन्तर्भावमभिलपता सकलकालं सर्वेण स्वविकल्पजल्पाचरणानां सार्थकत्वं यत्नतः परिचिन्तनीयम, तद्धदिनां च पुरतः कीर्तनीयम, ते हि निरर्थकष्वप्यात्मविकल्पजल्प व्यापारेषु सार्थकत्वबुद्धिं कुर्वन्तमनुकम्पया वारयेयु:
“પોતાનો અંતર્ભાવ તત્ત્વવેદિઓમાં કરવાને ઇરછતા સર્વ કોઇ આત્માએ સદાય પોતાના વિકલ્પો, જભો અને આચરણો, એટલે કે-વિચારો, ઉચ્ચારો અને આચારોના સાર્થકપણાનું પરિચિંતન યત્નપૂર્વક કરવું જોઇએ : અને વિચારો, ઉચ્ચારો તથા આચારોના સાર્થકપણાને જાણતા પુણ્યપુરૂષોની આગળ તેનું કીર્તન કરવું જોઇએ : કે જેથી તે પરમ ઉપકારી પુણ્યાત્માઓ નિરર્થક એવા પોતાના વિકલ્પોમાં, જલ્પોમાં અને વ્યાપારોમાં સાર્થકત્વ બુદ્ધિને કરતા આત્માને અનુકંપાના યોગે રોકે.” આ રીતિએ એકેએક વિચારની, એકેએક ઉચ્ચારની અને એકેએક આચારની સાર્થકતાનો નિરંતર વિચાર કરવાથી તથા તે સઘળાય વિચારો, ઉચ્ચારો અને આચારોનું પરીક્ષણ તત્ત્વવેદી તારકો પાસે કરાવી તે તારકોની આજ્ઞા મુજબ વર્તવાથી, આપણે પણ તેવા શુદ્ધ તત્ત્વવેદી બનીને શુદ્ધ ઉન્નત જીવન જીવતા થઇ શકીશું અને પરિણામે અનંત સુખના ધામરૂપ મુક્તિસ્થાને આપણા આત્માને પહોંચાડી શકીશું. તત્ત્વવિચારણાથી થોબંધ મૈનિર્જરા
તત્ત્વની વિચારણા બુદ્ધિમાં સુન્દરતાને લાવે છે. ઉન્માર્ગે જતી બુદ્ધિને સન્માર્ગે વાળવામાં તત્ત્વવિચારણા બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. તત્ત્વવિચારણાના યોગે આત્મામાં બુદ્ધિની નિર્મલતા પ્રગટે છે. બુદ્ધિની નિર્મલતા આત્માને પાપથી કંપાવે છે. નિર્મલ બુદ્ધિવાળો આત્મા પાપ માત્રથી દૂર રહેવાનો પ્રયત્ન કરે છે. થોડું પણ પાપ થઇ જાય, તો ય તેનામાં પશ્ચાત્તાપ આદિ હોવાના કારણે તેનો બન્ધ ઇતરોના જેવો હોતો નથી. સમ્યગ્દષ્ટિ એટલે તત્ત્વરુચિવાળો જીવ. તે પાપનો રસિક તો હોય જ નહિ. એ તો પાપ માત્રથી બચવાની ભાવનાવાળો હોય, એટલે તે પાપ આચરે તો ય કેટલું આચરે ? થોડું ! અને એ થોડા પણ પાપને આચરવું પડે તોય તેનામાં પશ્ચાત્તાપાદિ ન હોય એમ નહિ. આ સ્થિતિમાં, નિર્બસ પરિણામ નહિ હોવાના કારણે, બન્ધ અલ્પ થવો તે સ્વાભાવિક છે. આ તો બન્ધની વાત થઇ, પણ સાથે જ સમજી લેવું કે-તત્ત્વવિચારક આત્મા થોકબંધ કર્મનિર્જરા સાધી શકે છે. તત્ત્વવિચારણાના યોગે કર્મનિર્જરા સધાય છે અને કદાચ બન્ધ થાય છે, તોય તે એવા પ્રકારનો થાય છે, કે જે આત્માના હિતમાં હાનિકર નિવડતો. નથી, પણ આત્માના હિતની સાધનામાં સહાયક નિવડે છે. પુણ્યાનુબંધી પુણ્યનો એ બંધ હોય છે. એ પૂણ્યકર્મ ઉદયાવસ્થાને પામતાં વિષયરાગાદિને નહિ, પણ વિષયવિરાગાદિને જ વધારનારું નિવડે છે. તQરમણતા
સભા સંયમ ગુણ સ્યા વિના,
તત્ત્વરમણતા હો કેમ નામ કહાય કે; ગજપાખર ખર નવિ વહે,
Page 81 of 191