________________
“દિરથાન, મોઢાન, ઘરાદાનું મૂહુર્મ. I स्नानं पानं च धूमस्य, पंचाग्नितपनं तथा ।। १ ।।
तर्पणं चण्डिकादीनां, तीर्थान्तरनिपाठनम् । યતેરેojદે પિUડો, ગીતવાદ્ય મહાર: || ૨ ||.
वापीकृपतडागादि-कारणं च विशेषत: । यागे मन्त्रप्रयोगेण, मारणं पशुसंहते: ।। ३ ।।
कियन्तो वा भणिष्यन्ते, भूतमद्देनहेतव: रहिता: शुद्धभावेन, ये धर्मा केचिदीदशा: ।। ४ ।।
सर्वेडपि बलिनाडनेन, मुग्धलोके प्रपंचत: ।
તે મિથ્યાદ્દર્શનાર્વેન, મદ્ર ! શેયા પ્રવર્તિતી: II 9 II” કુદેવ, કુગરૂ અને કુધર્મની ઉપાસનામાં પડેલા તથા આરમ્ભ, પરિગ્રહ અને વિષયકષાયમાં રક્ત બનેલાઓને ગુરૂ તરીકે સ્વીકારી તેઓને પાત્રબુદ્ધિથી ભક્તિપૂર્વક સુવર્ણનું દાન કરવું, ગાયોનું દાન કરવું અને પથિવીનું દાન કરવું વારંવાર સ્નાન કરવું ધુમાડાનું પાન કરવું પંચાગ્નિથી તપવું ચંદ્રિકા આદિ હિંસક દેવીઓનું તર્પણ કરવું તીર્થાન્તરોમાં જઇ જઇને પૃપાપાત ખાવો : યતિએ એક ઘરની ભિક્ષા લેવી : ગીત અને વાધમાં મહાન આદર કરવો : શરૂઆતમાં પણ હિંસાથી જ સાધ્ય અને પરિણામે પણ હિંસાથી જ સાધન તથા શુદ્ધ ધર્મદ્રષ્ટિને અપોષક એવી વાવો, કુવાઓ અને તલાવો આદિને વિશેષ પ્રકારે કરાવવાં : મંત્રના પ્રયોગથી યજ્ઞની અંદર પશુઓના સમુદાયને
હોમવો : આવા આવા પ્રાણીઓના મર્દનમાં હેતુભૂત અને શુદ્ધભાવથી રહિત ધર્મો કેટલા કહી શકાય ? અર્થાત એવા ધર્મો અનેક છે, એવા પ્રકારનાં અનેક જે કોઇ ધર્મો છે તે સઘળાજ ધર્મોને મહામોહના મિથ્યાદર્શન નામના આ બળવાન મહત્તમે મુગ્ધ લોકમાં પ્રપંચથી પ્રવર્તાવેલા છે, એમ જાણવા યોગ્ય છે.
અને “शान्ति मार्दवसन्तोष-शौचार्जव विमुक्तयः । तपः संयमसत्यानिः ब्रह्मचर्य शमो दमो // 9//
अहिंसास्तेयसद्धयान-वैराग्यगुरुभक्तयः । अप्रमाद सदैकाडय-नैन्थ्य परतादयः // 2 // ये चान्ये चित्तनैमल्य-कारिणोडमतसलिभाः/ सद्धर्मा जगदानन्द-हेतवो भवसेतवः ।। ३ //
तेषामेव प्रकृत्यैव, महामाहमहत्तमः ।
भवेत्पच्छादनो लोके, मिथ्यादर्शननामक://४//" પોતાના પદ્ગલિક સ્વાર્થની ગમે તેવી હાનિ થતી હોય અથવા તો એવા જ કારણે પોતાના ઉપર અનેક પ્રકારની આક્તો ઉતરી આવે તે છતાં પણ ક્રોધાયમાન નહિ થવારૂપ ક્ષમા : પોતાની જ મહત્તાને
સ્થાપિત કરવા માટે અથવા તો અનેક પ્રકારની અક્કડ બનાવનારી સાધન સામગ્રીનું સ્વામીત્વ હોવા છતાં પણ અક્કડ નહિ બનવારૂપ મૃદુતા : પોદ્ગલિક પદાર્થોની પ્રાપ્તિનો જે લોભ તેના અભાવરૂપ સંતોષ : મન, વચન અને કાયાને આરંભ આદિ પાપપ્રવૃત્તિથી મલિન નહિ કરતાં નિરારંભ આદિ શુધ્ધ ધર્મના આસેવનથી પવિત્ર-થવારૂપ શોચ : પૈદ્ગલિક પદાર્થોની સાધનામાં જે પ્રપંચભરી પ્રવૃતિઓ અને
Page 69 of 191