________________
સાગરને તરવા માટે સેતુ સમા છે તે તે ધર્મોથી મુગ્ધ લોકોને વંચિત રાખવા.” હવે એની ત્રીજી શક્તિનું પ્રતિપાદન કરતાં એ પરમોપકારી પરમર્ષિ માવે છે કે
શ્યામાજીતવુભાછIR-tતથા પવઘgશત: I एको नित्यस्तथा व्यापी, सर्वस्य जगतो विभूः ।। १ ।।
क्षणसन्तानरुपो वा, ललाटस्थो हृदि स्थित: । 3IIભેતિ જ્ઞાનમાત્ર વા, શૂન્ય વા સવરાવરમ્ II ૨ ||
पश्चभूतविवो वा, ब्रह्मोप्तमिति वाडखिलम् । देवोप्तमिति वा झेयं, महेश्वरविनिर्मितम् ।। ३ ।।
प्रमाणवाधितं तत्त्वं, यदेवंविधमइझसा ।
સદ્ધિ તે તત્ર, મદામોદમહત્તમ: II 8 ” “આત્મા છે ખરો પણ તે “શ્યામક’ એટલે “શામો’ નામનું એક જાતિનું અનાજ આવે છે તેના જેવા આકારવાળો છે અથવા તો તડુલ એટલે ચોખા, તેના જેવા આકારવાળો છે, અથવા તો પાંચસો ધનુષ્યના પ્રમાણવાળો છે; વળી આત્મા છે પણ તે એક જ છે, નિત્ય જ છે, સર્વ જગતમાં વ્યાપીને રહેનારો એ જ કારણે વિભુ છે : આત્મા છે પણ ક્ષણ સંતાન રૂપ છે, અથવા તો આત્મા છે પણ કેવળ લલાટ એટલે કપાળ, તેની અંદર રહેનારો છે; અથવા તો હૃદયમાં રહેનારો છે; અથવા તો જ્ઞાનમાત્ર છે; એ સિવાય આત્મા કોઇ વસ્તુ જ નથી અને આચર અને અચર વસ્તુઓથી સહિત જે જગત દેખાય છે તે કેવલ શૂન્ય જ છે : અથવા તો આ સઘળું પાંચ ભૂતોનો માત્ર વિકાર જ છે; અથવા તો આ સઘળું બ્રહ્માએ વાવેલું છે; અથવા તો આ સઘળું દેવતાએ વાવેલું છે એમ જાણવું, અથવા તો આ સઘળુંય મહેશ્વરે નિર્માણ કરેલું છે. આવા પ્રકાર જે તત્ત્વ એકદમ પ્રમાણથી બાધિત છે. તેની અંદર મહામોહનો મિથ્યાદર્શન નામનો મહત્તમ સબુદ્ધિ કરે છે.”
અને “जीवाजीवौ तथा पुण्य-पापसंवनिर्जरा: । आस्त्रवो बन्धमोक्षौ च, तत्त्वमेतनवात्मकम् ।। ७ ।।
सत्यं प्रतीतित: सिद्धं, प्रमाणेन प्रतिष्ठितम् ।
तथापि निहलुते भद्र ! तदेष जनदारुण: ।। ६ ।।" “જીવ, અજીવ તથા પુણ્ય, પાપ, સંવર નિર્જરા અને આશ્રવ તથા બંધ અને મોક્ષ.” આ નવા સંખ્યાવાળાં જે તત્ત્વો છે તે સત્ય છે, પ્રતીતિથી પણ સિદ્ધ છે અને પ્રમાણથી પ્રતિષ્ઠિત છે તો પણ હે ભદ્ર ! લોકો માટે ભયંક્ર એવો આ મિથ્યાદર્શન નામનો મહત્તમ એ તત્ત્વોનો અપલાપ કરે છે.
આ વિશ્વમાં સત્ય, પ્રતીતિથી સિદ્ધ અને પ્રમાણથી પ્રતિષ્ઠિત એવાં પણ તત્ત્વોનો અપલાપ કરીને, અસત્ય અને પ્રમાણ તથા પ્રતીતિથી પણ બાધિત એવાં તત્ત્વોનો પ્રવર્તાવનાર કોઇ હોય, તો તે એ મિથ્યાદર્શન જ છે. એના પ્રતાપે પ્રાયઃ આખુંય જગત, આત્મા આદિની માન્યતાઓમાં ભૂલુંજ ભમે છે. મિથ્યાદર્શનની અસરથી પીડાતા પંડિતો પણ સત્ય અને પ્રમાણસિદ્ધ તત્ત્વોથી મોટું મરડે છે અને અસત્ય તથા પ્રમાણબાધિત તત્ત્વોને જ સત્ય અને પ્રમાણસિદ્ધ કરવામાંજ રક્ત રહે છે. અનેકાનેક પંડિત ગણાતાઓએ અતત્ત્વોને તત્ત્વ તરીકે મનાવવા માટે અનેકાનેક ગ્રંથો રચી કાઢીને એમ કરવા માટે આકાશ પાતાળ એક કર્યું છે. મિથ્યાદર્શનથી મત્ત બનેલાઓ, જેમ કૂદેવોને મહાદેવ મનાવવામાં અને કુધર્મને સદ્ધર્મ મનાવવામાં મસ્ત છે, તેમ અતત્ત્વોને તત્ત્વ મનાવવામાં પણ સર્વ રીતિએ સજ્જ છે. એ મિથ્યાદર્શનને
Page 72 of 191