________________
પરિગ્રહ હેય છે એમ છાતી ઠોકીને ન કહે, કંચન કામિનીના ત્યાગી છતાં પાસે આવેલાને કંચન કામિનીમા આસક્ત બનવું એ ભૂંડુ છે એમ સમજાવે નહિ, મુક્તિની ભાવનામાં ઝીલાવવાને બદલે સંસારના રંગરાગમાં જ આનંદ મનાવે તે કુગરૂ કહેવાય છે.
કુગુરુની ઓળખ આપતાં કહ્યું છે કે -
“સર્વામિનાષિળઃ સર્વમોનિનઃ સરિગ્રહા: I अब्रह्मचारिणो मिथ्योपदेशा गुखो न तु ॥” (યો.શા.પ્ર.ર, શ્લો-૯)
જેઓ સારી સારી બધી ચીજ-વસ્તુઓની ઇચ્છાવાળા છે, ખાવાપિવાદિમાં ભક્ષ્યાભક્ષ્ય, પેપાપેયના વિવેક વગર જે આવ્યું-ખાધ, પેય છે તે બધું ખાનારા-પિનારા છે, ધન-ધાન્યાદિ નવવિધ પરિગ્રહને ધારણ કરનારા છે, સ્ત્રીનો સંગ કરનારા છે - પરિગ્રહમાં સ્ત્રીનો સમાવેશ થઇ જાય છે પણ અબ્રહ્મસેવન એ જ મોટામાં મોટું પાપ છે તે જણાવવા અબ્રહ્મચારી જુદુ વિશેષણ આપ્યું છે તથા મિથ્યાધર્મનો ઉપદેશ આપનારા છે તે સુગુરુ નથી અર્થાત્ કુગુરુ છે.
ઉપદેશ પણ ધર્મનો જ આપે છે પછી નિષ્પરિગ્રહાદિ ગુણોને જોવાની શી જરૂર છે આવી કોઇ શંકા કરે તો તેના સમાધાનમાં કહે છે કે
“परिग्रहारंभमग्नास्तारयेयुः कथं परान् ? | स्वयं दरिद्रो न परमीश्वरी कर्तुमीश्वरः || ” યો.શા.પ્ર.ર શ્લો. ૧૦)
ધન-ધાન્યાદિ પરિગ્રહ અને હિંસાદિ આરંભોમાં મગ્ન છે અર્થાત્ જેઓ સ્વયં ભવસમુદ્રમાં ડૂબેલા છે તેઓ બીજાઓન કઇ રીતના તારે ? આ જ વાતને સચોટ દ્રષ્ટાન્તથી પુષ્ટ કરતા કહે છે કે, સ્વયંદરિદ્રી
હોય તે બીજાને શ્રીમંત બનાવવા સમર્થ બનતો નથી.
ટુંકમાં, જેઓ સ્વયં સંસારમાં-સંસારની સુખસામગ્રીમાં સંસારના પદાર્થોમાં મજા કરે છે અને પોતાની પાસે જે કોઇ આવે તેમને ધર્મના નામે તેમનો પણ સંસાર સારો બન્યો રહે, ખીલ્યો રહે, વધે તેવો જ ઉપદેશ આપે તે કુગુરુ કહેવાય. અર્થાત્ સંસારમાં જ મજા માનનારા, તેવી જ વાતોની પુષ્ટિ કરનારા કુગુરુ છે. વળી અન્યદર્શનની વાત દૂર રાખો પણ જૈનશાસનને પામેલા, સાધુના વેષને ધારણ કરનારા પણ જો આવાં જ કામ કરતા હોય તો તેમના નંબર પણ કુગુરુમાં લખાઇ જાય છે. માટે જ શાસ્ત્રકારોએ પાંચ વંદનીક અને પાંચ અવંદનીક કહ્યા છે. આત્માના હિતને બદલે માત્ર પૌદ્ગલિક સુખની જ વાતને પ્રધાનતા આપે તે કુગુર, આ રીતના તેમને ઓળખી આત્મહિતૈષીઓએ તેમનાથી દૂર રહેવું માટે જ કહે છે કે‘કુગુરુ પરિહરુ’
કુગુરુ શું શું સામર્થ્ય ધરાવે છે અને કુદેવને તથા સુદેવને કેવા ઓળખાવે છે એનું વર્ણન. મિથ્યાત્વના ઉદયવાળા કુગુરુઓ હોવાથી મિથ્યાત્વ શું શું કરે છે એનું વર્ણન કરાય છે.
“માણસાઇથી પણ પરવારી બેઠેલાઓને મહાદેવ તરીકે પ્રતિષ્ઠિત કરવા અને સાચા તથા વિશ્વના એકાંત ઉપકારી મહાદેવોને જગત્ની દ્રષ્ટિએ આવવાજ ન દેવા.”
અને બીજી શક્તિ એ છે કે
“પ્રાણીઓના ઘાતમાં જ હેતુભૂત અને શુદ્ધ ભાવથી રહિત એવા અશુદ્ધ ધર્મોને પ્રપંચપૂર્વક પ્રવર્તાવવા અને જે જે ધર્મો ચિત્તની નિર્મલતાને કરનારા છે, જગતને આનંદના હેતુ છે તથા સંસારરૂપી
Page 71 of 191