________________
માનસિકવૃત્તિઓનું સેવન તેના અભાવરૂપ સરલતા : પદ્ગલિક પદાર્થો ઉપરની જે મમતા તેના ત્યાગ રૂપ વિમુકિત : અનેક પ્રકારની પોગલિક લાલસાઓ અને એનાં સાધનો તેના ત્યાગરૂપ તપ : ઈદ્રિયો આદિને મુકિતની સાધના માટે કાબુમાં રાખવારૂપ સંયમ : અસત્યનો ત્યાગ અને હિતસાધક વસ્તુનું જ પ્રતિપાદન જેના દ્વારા સાધ્ય છે એવું સત્ય : શીલ અથવા તો સધળાય વિષયોથી પર થઇ કેવલ આત્મરમણ કરવારૂપ બ્રહ્મચર્ય : વિકલ્પરૂપ વિષયથી ઉત્તીર્ણ બનેલો અને સદાય સ્વભાવનું અવલંબન કરનાર એવો જે જ્ઞાનનો પરિપાક તે રૂપ શમ : પરભાવમાં રમતા આત્માનું દમન કરવારૂપ દમ : પ્રાણીમાત્રને મનથી, વચનથી અને કાયાથી નહિ હણવારૂપ, નહિ હણાવવારૂપ અને હણતા હોય તેઓને નહિ અનુમોદવારૂપ અહિંસા : કોઇની પણ એક તરણા જેવી વસ્તુનું પણ તેના માલિકની આજ્ઞા વિના નહિ લેવું, અન્ય પાસે નહિ લેવરાવવું અને એવી રીતિએ લેનારાઓને સારા નહિ માનવારૂપ અસ્તેય : શુદ્ધ
ધ્યાન : સંસાર એ નિર્ગુણ વસ્તુ છે એવા સ્વરૂપનું જ્ઞાન થવાના યોગે થતી સાંસારિક સુખની અરૂચિ, તેના પ્રતાપે સાંસારિક સુખની ઇચ્છાનો ઉરચ્છેદ કરવાની જે ભાવના તે રૂપ વૈરાગ્ય : સર્વ પ્રકારે પ્રાણાતિપાતવિરમણ આદિ પાંચે મહાવ્રતોના ધરનાર, તેના પાલનમાં ધીર, મહાવ્રતોની રક્ષા માટેજ અકૃત, અકારિત અને અનનુમત આદિ દોષોથી રહિત એવી જે ભિક્ષા તે ભિક્ષામાત્રથીજ આજીવિકાના ચલાવનારા, સામાયિકમાં રહેનારા અને કેવલ ધર્મનાજ ઉપદેશક એવા જે સગુરૂઓ તેની ભક્તિ : “નિશો પેદા કરનારી વસ્તુઓ, શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શરૂપ જે પાંચે ઇંદ્રિયોના વિષયો તેની લાલસા, ક્રોધ, માન, માયા અને લોભરૂપ કષાયો, નિદ્રા અને સંસારની વૃદ્ધિ કરનાર આર્ત અને રીદ્રધ્યાનમાં જોડનારી રાજકથા, સ્ત્રીકથા, દેશકથા અને ભોજનકથારૂપ વિકથાઓ' આ પાંચ પ્રકારનો જે પ્રમાદ તેના અભાવરૂપ અપ્રમાદ : સદાય ચિત્તની એકાગ્રતા અને નિગ્રંથપણામાં એટલે મુનિપણામાં તત્પરતા આદિ તથા એ શિવાયના પણ ચિત્તની નિર્મલતાને કરનારા એજ કારણે, અમૃતના જેવા, જગને આનંદના હેતુભૂત અને સંસારસમુદ્રને લંઘી જવા માટે સેતુસમાં જે જે શુદ્ધધમો તે સઘળાય શુદ્ધધર્મોને આ મિથ્યાદર્શન નામનો મહામોહ રાજાનો મહત્તમ પ્રકૃતિથીજ પ્રયત્નપૂર્વક લોકની અંદર આચ્છાદિત કરી દેનારો થાય છે.
આ બે પ્રકારના સામર્થ્યના વર્ણનથી પણ સમજી શકાશે કે- “મિથ્યાદર્શન'નો મહિમા કલ્યાણના. અર્થિ આત્માઓ માટે ઘણોજ કારમો છે. મહામોહના એ યથાર્થ નામધારી મહત્તમે, જેઓની કારવાઇથી પ્રાયઃ સૌ કોઇને ધૃણા ઉત્પન્ન થાય; તેવાઓને મહાદેવ તરીકે પ્રતિષ્ઠિત કરી, શુદ્ધદેવની ઉપાસનાના અર્થિ આત્માઓને પણ, શુદ્ધદેવના સ્વરૂપને જાણવાથી વંચિત રાખ્યા છે. ધૃણાજનક પ્રવૃત્તિઓને લીલાનું ઉપનામ સમર્પિ શાણા ગણાતાઓને પણ એ ભયંકર શત્રુએ મિત્ર બનીને મુંઝવ્યા છે. કુલ્પનારૂપ આંધી ફ્લાવવામાં નિષ્ણાત એવા એણે ન્યાયની મોટી મોટી કોટિઓ કરનારને પણ એવા અંધએ ક્ષમા આદિ ઉત્તમધર્મોના આરાધક ન બને એ સહજ છે. કુદેવના પૂજારીઓ શુદ્ધ ધર્મોને છોડી અશુદ્ધ ધર્મોની ઉપાસનામાં રાચે એમાં કશુંજ આશ્ચર્ય નથી.
આ રોતે કુદેવોને ઓળખીને એમાં ન ી જવાય અને પોતાના આત્માનો સંસાર ન વધી જાય માટે આવા કુદેવોનો ત્યાગ કરવાનો એટલે પરિહરવાનો કહેલો છે.
બારમો બોલ ગુરૂ પરિહર્સ
કુગરૂ કે જે અવળો માર્ગ બતાવે મુક્તિમાર્ગને બદલે સંસારનો માર્ગ બતાવે ધર્મને બદલે અર્થકામને માર્ગવાળે, ધર્મના શિક્ષણને બદલે અર્થ કામના શિક્ષણના માર્ગે વાળે, નિપરિગ્રહી છતાં,
Page 70 of 191