________________
વસ્ત્ર અને પરના નોકરપણાનો અભાવ' -આ ત્રણ વસ્તુથી અધિકની ઇચ્છા કરનારા આત્માનો અધ:પાતા થાય છે. તથા સંતોષરૂપી અમૃતથી તૃપ્ત થયેલા અને એ જ કારણે શાંતચિત્ત બનેલા આત્માઓને જે સુખની પ્રાપ્તિ થાય, તે સુખની પ્રાપ્તિ ધનના લોભી બનેલા અને એ જ કારણે આમથી તેમ દોડાદોડી કરનારા આત્માઓને ક્યાંથી જ થઇ શકે ? અર્થાત- ન જ થઇ શકે. આજ કારણે-એ જ મહાપુરૂષો વધુમાં મારે છે કે
“તથા-ઘર્મે ઘનવૃદ્વિરિત II” 'धर्म श्रुतचारित्रात्मके सकलाभिलपिताविकलसिद्धिमुले धनबुद्धिः मतिमतां'धर्म एव धनम' इति परिणामरुपा निरन्तरं निवेशनीयति ।
ભાવાર્થ :- બુદ્ધિશાળી આત્માઓને સકલ ઇચ્છિત વસ્તુઓની સંપૂર્ણ સિદ્ધિ માટે મૂલ સમા શ્રુત અને ચારિત્રરૂપ ધર્મમાં જ ધનબુદ્ધિ હોય છે, માટે - “ધર્મ એ ધન છે” –એવી મતિ નિરંતર હદયમાં સ્થાપન કરવા યોગ્ય છે. આ ઉપરથી સ્પષ્ટ જ છે કે-સમ્યદ્રષ્ટિ આત્મા પાપની વાસનાઓથી અલગ જ ભાગતો ફ્રે અને પુણ્યયોગે આવી પડતી સંપત્તિનો યોગ્ય સદુપયોગ નિરંતર કર્યા જ કરે : પણ હૃદયથી અધિક અધિક પોગલિક ભાવોની ઇચ્છા નજ કર્યા કરે અને જો પૌગલિક ભાવોની ઇરછામાં તે પણ વધારો કરવા માંડે, તો પરિણામે તેની પણ ધર્મભાવના જોઇએ તેવા પ્રમાણમાં ટકી શકે નહિ, અને એ લાલસાના યોગે તે આત્મામાં પણ લોભ, મમતા, અનીતિ, પ્રપંચ વિગેરે વધે અને છેવટે આત્મનાશ થાય ! માટે મોક્ષના અર્થી આત્માએ પાપજનક પગલિક વાસનાઓથી દૂર જ રહેવું જોઇએ. અને તેમ થાય તો આત્મા અપૂર્વ શાંતિનો ભોગવટો કરી શકે. આ રીતે ઇચ્છાનો રોધ કરવા છતાં પણ કદાચ પુણ્યના યોગે આવશે તો પણ તેનો સદુપયોગ જ કરાશે અને નહિ આવે તોયે આનંદ જ રહેશે, પણ ગાંડો હર્ષ કે શોક નહિ જ થાય. જો આ દશા આવે તો શાસન પ્રત્યેનો ભક્તિભાવ કાયમ ટકી રહે. આવો સંતોષ આવે તો ભક્તિ, સામાયિક, વ્યાખ્યાનશ્રમણ, પ્રતિક્રમણ વિગેરે વિગેરે સઘળું જ આનંદપૂર્વક થાય અને એ ક્રિયાઓના યોગે પાપનો નાશ થાય, અને પુણ્ય જાગે તથા તેના પરિણામે મુક્તિ ન મળે ત્યાં સુધી નહિ ધારેલી સદ્વિઓ અને સિદ્વિઓ તથા નિધાનો પણ મળે : કારણ કે-દુનિયાની સાહ્યબી પણ સાચા ત્યાગની જ પૂંઠે છે. તમે આગળ અને સાહ્યબી પાછળ થાય ! પણ જો તમે પીલિક લાલસાઓને આધીન થાવ તો તો અનીતિ, મમતા, લોભ અને પ્રપંચ આદિ વધે અને તેમ તેમ સાહ્યબી તમારાથી દૂર ને દૂર જ ભાગતી જવાની અને તમારે તેની પૂંઠે ને પૂંઠે જ દોડવું પડશે, કે જેના પરિણામે તમારા હૈયામાં અસંતોષ અને અશાંતિની સગડી કાયમ સળગ્યા જ કરાશે. આજે તમે ઉઘાડી આંખે જોઇ રહ્યા છો કે-એક ક્ષણની સદ નથી અને પાઇની પેદાશ નથી. બાર મહિનાની મહેનતના પરિણામે તીજોરીનું તળીયું કાણુ, મહેનતનો અને માયામૃષાવાદનો હિસાબ નહિ, આંટીઘૂંટીનો પાર નહિ, વાંકુયુકું અને આડુંઅવળું કરતાં ગભરામણ નહિ અને ભારેમાં ભારે પ્રયત્નો છતાં, બદ્રિનો અપરિમિત વ્યય છતાં દર વરસે બૂમરાણ તો એ જ આવે છે કે-સ્થિતિ ઘટે છે. આ બધાનું કારણ એક જ અને તે એ જ કે-દુષ્ટ લાલસાઓના યોગે અનીતિ અને પ્રપંચો વધ્યા, જ્ઞાની પુરૂષોના વચન ઉપરની આસ્થા ઘટી તથા પાપક્રિયાઓ વધી. આંખ, કાન, નાક બધી જ ઇંદ્રિયો બધું જ માગે. આ દશામાં બીજું થાય પણ શું ? મોહક ચીજોની પાછળ ઘસડાવાથી આત્મા અને શરીરની શક્તિ ક્ષીણ થાય અને ચોવીસે કલાક ઇંદ્રિયો અને તેના વિષયોની જ ચિંતા, વિષયકષાયની જ ચિંતા, ત્યાં પરિણામ બીજું કયું આવે ? આત્મા જ્યાં સ્વ-પરનું ભાન ભૂલે, દ્રષ્ટિ ફાવે ત્યાં ફ્લે, સદાચાર કે અનાચાર ન જૂએ, ત્યાં પુણ્યા કયી રીતે ટકે ? પૂર્વનું બહુ પુણ્ય લાવ્યા હશો, તો મરતાં સુધી કદાચ નહિ જાય, પણ પછી શું ? -એ
Page 64 of 191