________________
કુદેવ કોને કહેવાય ?
તેન કે જેના રાગ દ્વેષ નાશ ન પામ્યા હોય, ક્રીડા આદિ કરતા હોય અને દેવ તરીકે પૂજાતા હોય તે કુદેવ કહેવાય.
જગતમાં અનેક પ્રકારના દેવો મનાય છે, અનેક પ્રકારના ગુરુઓ મનાય છે અને અનેક પ્રકારના ધર્મો મનાય છે પણ તે બધા કાંઇ આત્મકલ્યાણમાં-આત્મહિતમાં નિમિત્ત બનતા નથી. પરન્તુ આત્માની અધોગતિને કરનારાય બને છે. માટે જ આત્માર્થી મુમુક્ષુ જીવોના હિતને માટે ઉપકારી શાસ્ત્રકાર પરમષિઓએ દેવ-ગુરૂ અને ધર્મના પણ બે ભેદ પાડ્યા છે. જે મુમુક્ષુજનોની મુમુક્ષાને જ તીવ્ર બનાવે અને વહેલામાં વહેલા સંસારથી પાર પમાડી મોક્ષમાં મોકલવા માર્ગ બતાવે તે “સુ” અને જે આત્માની સંસારવાસનાઓને જ પોષે અને પરિણામે સંસાર વધારે તે “કુ', અને “સુ” અને “કુ' ની બહુ જ સારી રીતના ઓળખ કરાવી છે. તેમાં “સુ” દેવાદિની સામાન્યથી વાત વિચારી આવ્યા. આમાં કોઇની પણ નિંદા કરવાનો કે ઉતારી પાડવાનો કે હલકા બતાવવાનો શાસ્ત્રકાર ભગવંતોનો આશય હોય પણ નહિ. પરન્તુ સાચી ઓળખાણ કરાવી, આત્માને અહિતથી બચાવી, હિતના માર્ગે જ ઉધમ કરાવવાનો હોય તે સર્વ મુમુક્ષજન સુવિદિત છે. તેથી જ “કુ’ દેવાદિની સામાન્યથી સ્પષ્ટ ઓળખ આપતા સુવિહિત શિરોમણિ, સમર્થ શાસ્ત્રકાર પૂ. શ્રી આચાર્યભગવંત હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાશ્રી સંબોધ પ્રકરણમાં ક્રમાવે છે કે
હેવો રાણી યતિ. સંગી, ઘર્મ: પ્રાિ-નિશુમન્
__ मूढद्रष्टिरिति ब्रूते, युक्तायुक्ता विवेचक: ।।" યુક્ત અને યુક્તનો બરાબર વિવેક નહિ કરી શકનાર મૂઢદ્રષ્ટિ જીવ રાગી અને દ્વેષીને દેવા તરીકે, સ્ત્રી સંગથી યુક્તને ગુરુ તરીકે અને પ્રાણિવધન ધર્મ તરીકે માને છે.
જેઓ હકીકતમાં ભગવાન પણ નથી છતાંય મૂઢાત્માઓ જેને ભગવાન-પરમેશ્વર-દેવ માની પૂજે છે અને જેઓની સેવા-ભક્તિ આત્માના બંધન વધારનારી છે તેને કુદેવ કહેવાય છે. તેનું સામાન્યથી સ્વરૂપ વર્ણવતાં શ્રી કલિકાલસર્વજ્ઞ ભગવંતે કહ્યું છે કે
"ये स्त्रीशस्त्राक्षसूत्रादि-रागाधंककलंकिता: । निग्रहानुग्रहपरास्तेदेवा: स्युर्नमुक्तये ।।"
(યો.શામ.-૨ શ્લો.૬) “જેઓ સ્વયં સ્ત્રી, શસ્ત્ર, અક્ષસૂત્ર-જપમાલા આદિ રાગાદિ ચિહનોથી કલંકિત છે અને પુષ્ટ થાય. તો શાપ આપવામાં અને તુષ્ટ થાય તો વરદાન આપવામાં તત્પર છે તેવા દેવો આત્માની મુક્તિને નથી.”
જેઓ સ્ત્રીને પોતાની પાસે રાખે તેનાથી અધિક રાગનું ચિહ્ન કયું છે ? તેવા કામી અને સ્ત્રીસંગી. હોય તેમાં નવાઇ નથી. શસ્ત્રાદિને ધારણ કરવા તે દ્વેષનું ચિહ્ન છે. કેમકે જે શસ્ત્રોને ધારણ કરે છે તેને પોતાના કઇને કોઇ વેરીને મારવા છે તે વિના શસ્ત્રોને ધારણ શું કામ કરે ? વળી જે શસ્ત્રને ધારણ કરે તે ભયવાન પણ હોય. જે સ્વયં ભયવાન હોય તેની સેવા બીજાને નિર્ભય કઇ રીતના બનાવે ? તથા જપ માલાદિને રાખવા તે અસર્વજ્ઞતાનું ચિહ્ન છે. જે સર્વજ્ઞ હોય તેને જપમાલાની જરૂર છે ? જપમાલા તે સંખ્યાની પરિગણના માટે છે અને અસર્વજ્ઞને તેની જરૂર પડે પણ સર્વજ્ઞને તેની જરૂર ન પડે કેમકે “રd Mનીdીત સર્વજ્ઞ? એ પ્રમાણે સર્વજ્ઞ પદની વ્યુત્પત્તિ કહી છે. માટે રાગી-દ્વેષી અને જપમાલાદિને ધારણ
Page 66 of 191