________________
જે આવેશ અનુભવે, તે “સંરક્ન' કહેવાય છે; પછી એ જીવ પોતે કરવા ધારેલા હિંસાદિક કાર્યને માટે જરૂરી માનેલાં સાધનોને એકત્રિત કરે, તેને “સમારમ્ભ' કહેવાય છે; અને, એ પછી એ જીવ પોતાના નિર્ધારિત હિંસાદિક કાર્યના કરણમાં પ્રવૃત્તિ કરે, એને ‘આરભ' કહેવાય છે. સંસારી જીવોને આ સંરભ, સમારમ્ભ અને આરભથી સર્વથા બચવું એ અતિશય મુશ્કેલ હોય છે, પણ પાપભીર બનેલા આત્માઓ જેમ બને તેમ સંરભ, સમારમ્ભ અને આરમ્ભથી બચતા રહેવાની કાળજી રાખતા હોય છે; અને જે આત્માઓ એવી કાળજી રાખે છે, તેઓ સંસાર ભોગવતા હોવા છતાં પણ ઘણા સંરક્સ, સમારમ્ભ અને આરમ્ભથી. બચી જઇ શકે છે; એટલું જ નહિ, પણ તમે જે સામાયિક, પૌષધ આદિ કરો છો, તે સમયે તો તમે એથી બચી જ જાવ છોને ? અનુમોદન પૂરતો પ્રશ્ન જ તે વખતે રહે છે ને ? અને, એટલે જ સાધુપણાને સર્વોત્તમ કહ્યું છે ને ? એ વાત હમણાં રહેવા દો. અહીં તો એવા માણસોની વાત છે, કે જે જીવો કેવલ સંરક્સ, સમારંભ અને આરંભનાં કામો પાછળ જ લાગ્યા રહીને અને એમ પાપકર્મોમાં જ મસ્ત બન્યા રહીને જીન્દગી પૂરી કરતા હોય છે. તમને એવા માણસોનો પરિચય ભાગ્યે જ થયો હશે અને જેમને એવા. માણસોનો પરિચય થયો પણ હશે, તેમને કોઇક વાર જ તે થયો હશે ને ? કેમ કે- એવી પ્રકૃતિના માણસો જો શ્રીમન્ત હોય છે, તો તો મધ્યમ અને સામાન્ય માણસોને એમનો ભેટો પણ ભાગ્યે જ થાય છે, પણ અધમાધમ અગર અધમ વૃત્તિવાળા માણસો એવાઓની પૂંઠે ભમ્યા કરતા હોય એવું પણ બને છે. તમારા જેવાને અધમાધમ પ્રકૃતિના માણસોનો પરિચય ન હોય કે તે અતિ અલ્પ હોય, પણ અધમ પ્રકૃતિના માણસો તો ઠીક ઠીક સંખ્યામાં તમારા પરિચયમાં આવ્યા હશે ને ? જેમને કેવળ આ લોકના જ વિષયસુખની ચિન્તા હોય તેમજ એ માટે જે કાંઇપણ પાપકર્મ કરવું પડે તેમ હોય તે પાપકર્મ કરવાની જ તક હોય અને તે પાપકર્મ કરતાં આ લોકમાં આપત્તિ આપવાનો જો ભય ન હોય, તો જે ગમે તેવું પાપકર્મી કરતાં પણ પરલોકના નામે અચકાય એવા ન હોય, એવા તો આ જગતમાં ઘણા મનુષ્યો છે. એવા વિષય સુખના રસિયા, પાપી અને પરલોકની વાતની હાંસી કરનારા માણસોનો તમને કદાચ ઠીક ઠીક પ્રમાણમાં પરિચય થયો હશ. એ પરિચયે તમારા ઉપર શી અસર નિપજાવી છે ? તમે એવો આનંદ અનુભવ્યો છે. અગર અનભવો છો કે- “સારે નસીબે આપણે એવી અધમાધમ અને અધમ પ્રકૃતિના પાશમાંથી ઉગરી . ગયા છીએ ?' તમને એમ પણ થાય ને કે- “એવા બિચારા જીવોને મોટે ભાગે તો ધર્મને સાંભળવાનો યોગા મળે નહિ અને કદાચ કોઇક વેળા કોઇક કારણસર એવા જીવોને ધર્મ સાંભળવાનો યોગ પણ મળી ગયો. હોય તોય, ધર્મને તેઓ સમજી શકે તો નહિ, પણ તેઓ ધર્મની વાતની ઠક્કી કરવાનું પાપ ઉપાર્જે !' એટલે, એવાઓના સંગથી તમે બચ્યા હોય, તો તેનો તમને આનંદ હોય ને ? તમે ક્યાં જાણો છો અને ક્યાં ઉંઘો છો ?
દ્વાદશાંગીના સાર તરીકે જે વસ્તુને સૂત્રકાર કહે છે, તે હૃદયમાં કોતરી રાખવી જોઇએ. આજ દ્વાદશાંગી પામીને અનંતા તરી ગયા, સંખ્યાબંધ તરે છે અને અનંતા તરશે, તેવીજ રીતે જે પૌગલિક રતિના રસિયા હતા, તે આજ દ્વાદશાંગીને પામીને અનંતા ડૂબી ગયા, સંખ્યાબંધ ડૂબ છે અને અનંતા. ડૂબશે. યોગ્યતા ન કેળવાય તો જે તારે તેજ ડૂબાડે. ચલાવતાં ન આવડે તો પોતાનું હથીયાર પોતાને જ મારે. વ્યવહારમાં પણ કહેવત છે કે- “સોનાની છરી પેટમાં ન મરાય.” દ્વાદશાંગીની આજ્ઞાનું પાલન મજેનું છે. એ બધુંજ આપે : સંસારનું સુખ પણ આપે અને મોક્ષનું સુખ પણ આપે, પણ તેના ફ્લ તરીકે મગાય તો મોક્ષજ. આની આરાધના વિના સંસારનું પણ યોગ્ય સુખ મળતું નથી. સંસારનું પણ જે યોગ્ય સુખ મળે છે,
Page 61 of 191