________________
રાજા ભીમસિંહે દૂત મોકલ્યો અને યુદ્ધનું આહ્વાન કર્યું. વીરધવલે પણ એ આદ્યાનનો સ્વીકાર કર્યો.
સંગ્રામના દિવસ પહેલાં વસ્તુપાલ મંત્રીશ્વરે વીરધવલ રાજાને કહ્યું કે- “હે સ્વામિન્ ! આપે કુપણતાના દોષથી પેલા ત્રણ રાજકુમારોને સંઘર્યા નહિ. તેઓ રાજા ભીમસિંહની પાસે ગયા અને એ ત્રણના. બળથી રાજા ભીમસિંહ આટલી ગર્જના કરે છે.'
પણ હવે તો લડ્યે જ છૂટકો હતો ને ?
યુદ્ધને આગલે દિવસે જ્યારે વીરધવલ રાજા આ રીતિએ મંત્રીશ્વર વસ્તુપાલની સાથે વાત કરી રહેલ છે, એ વખતે પેલા ત્રણ રાજકુમારોનો એક માણસ રજા લઇને તેમની પાસે આવે છે અને કહે છે કેચૌહાણ વંશના સામંતપાલ વિગેરે ત્રણ સુભટોએ કહેવડાવ્યું છે કે-છ લાખ દ્રમ્મથી સંઘરેલા અનેક સુભટોની સહાયથી, હે રાજન્ ! આવતી કાલે આપ આપનું સારી રીતિએ રક્ષણ કરજો : કારણ કે-આવતી. કાલે સવારે સંગ્રામ શરૂ થવાનો છે અને પ્રથમ તમે જ અમારા અતિથિ થવાના છો.'
પહેલેથી ચેતવણી આપે છે, એ દાના દુશ્મન નહિ ?
બીજે દિવસે યુદ્ધ શરૂ થાય છે. અન્ય સુભટોના તિરસ્કાર કરતા પેલા ત્રણ રાજકુમારો, ભાલા. લઇને સેનાને વિંધતા વીરધવલ રાજાની પાસે આવી પહોંચે છે અને એ વખતે પણ કહે છે કે- “અમે આવ્યા છીએ, તેયાર રહેજો. ધનથી સંઘરેલા યોદ્ધાઓને રક્ષણ કરવાનું કહી દેજો !”
આ પછી ભીષણ યુદ્ધ થયું. વીરધવલ રાજાની રક્ષા કરનારા ઘણા હોવા છતાંય, પેલા ત્રણ રાજકુમારોને કોઇ રોકી શક્યું નહિ. તે ત્રણેએ આવીને રાજાના કપાળમાં ભાલાના ત્રણ ઘા કર્યા.
પછી કહ્યું કે- “અત્યારે તમને મારી નાખવાને માટે પણ અમે સમર્થ છીએ, પણ જે મોટે પાન ચાવ્યાં. છે, તે મટે કોલસા ચાવવાને અમે ઇચ્છતા નથી. તમારા હાથનું અમે તાંબુલ લીધું છે. એ બાણથી મુક્તા થવાને માટે અમે તમને જીવતા જવા દઇએ છીએ.'
આમ કહીને તેઓએ વીરધવલ રાજાને ઘોડા ઉપરથી ગબડાવી મૂક્યો. પોતે જેનું લૂણ ખાય છે, તેનું લ પણ કરવું ને ? માલીકનું લૂણ હલાલ કરવું છે અને તાંબુલ આપ્યાના ઉપકારને પણ ભૂલવો નથી, આ કયી દશા ? નિમકહલાલી પણ જાળવે છે અને ત્રણ પણ અદા કરે છે. એ પ્રતાપ કોનો ?
રાજા વીરધવલને ઘોડા ઉપરથી ગબડાવી મૂકીને, તે ત્રણ રાજકુમારો ત્યાંથી રાજાના એશ્વરત્નને લઇ ચાલી ગયા. વસ્તુપાલ વિગેરે રાજાને ઉપાડીને પોતાને સ્થાને ગયા.
પછી તો સંધી થઇ ગઇ છે, પણ આપણે એ વાત સાથે સંબંધ નથી. આટલો પ્રસંગ પણ આજના વિષયને સમજાવવાના હેતુથી જ કહેવામાં આવ્યો છે.
તમે અધમાધમ કે અધમ નથી તેનો આનંદ છે ?
તમે લોકો અત્યારે મનુષ્યલોકમાં જીવી રહ્યા છો ને ? મનુષ્ય લોકમાં તમને સંખ્યાબંધ માણસોનો પરિચય થયો છે ને ? એમાં તમને અધમાધમ પ્રકૃતિના અને અધમ પ્રકૃતિના માણસોનો પરિચય પણ થયો હશે ને ? એમાં કેવલ સંરક્ષ્મ, સમારંભ અને આરમ્ભનાં કામો પાછળ લાગ્યા રહીને અને પાપકર્મોમાં જ મસ્ત બન્યા રહીને જીવનારા માણસોનો પરિચય પણ કોઇકવાર તમને થયો હશે ને ?
સ, સંરક્સ, સમારમ્ભ અને આરમ્ભનાં કામો કયા કયા ગણાય ?
વિષય-કષાય આદિને વશ બનેલા અતિ પ્રમાદી જીવોની જીવહિંસાદિના સંબંધવાળી પ્રાય: સઘળીય પ્રવૃત્તિઓનો સમાવેશ આમાં કરી શકાય. આમ તો પ્રમાદી જીવ હિંસાદિક કાર્યને માટે પ્રયત્નશીલ બનવાનો
Page 60 of 191.