________________
ત્રણે પ્રકારનાં દ્રષ્ટાંતો
આ ત્રણે પ્રકારના ધર્મનાં દ્રષ્ટાંતોનું પ્રતિપાદન કરતાં આરાધ્યપાદ આચાર્યદેવ માવે છે કે
"तत्र स्वाराधकगतं यथा-सुदर्शनशेष्ठि-धम्मिलविद्यापति-चन्दनबालादीनां शीलतपोदानादिधर्मः, परगत यथा-तीर्थंकरलब्धिसंपनगहर्यादीना ताडकतपः, यथा निजस्नानजल निखिलनरतिर्यक सर्वरोगाद्युपद्रवापइतृस्वकर स्पर्शश्रीलक्ष्मणह दपप्रविष्टशक्तियित्रासिविशारयादीनां च प्राग्भवाद्याचीण तपः, उभायगतं च यथाश्रीधर्मनृपस्य सचितादिविरतिः पात्रादिदानं चेति ।" ' અર્થાત- “પોતાના આરાધકમાં રહેલ અનિષ્ટોને હરનાર, પરમાં રહેલ અનિષ્ટોને હરનાર, અને સ્વપર ઉભયમાં રહેલ અનિષ્ટને હરનાર' આ ત્રણ પ્રકારના ધર્મ પૈકીના
૧- પ્રથમના પોતાના આરાધકમાં રહેલા અનિષ્ટને હરનાર ધર્મના દ્રષ્ટાંતો તરીકે-શ્રી સુદર્શનશેઠ, ધમ્મિલ, વિધાપતિ અને શ્રીમતી ચંદનબાલા આદિનો શીલ, તપ અને દાન આદિ ધર્મ :
૨- પરમાં રહેલ અનિષ્ટોને હરનાર બીજા પ્રકારના ધર્મના દ્રષ્ટાંતો તરીકે-શ્રી તીર્થંકરદેવો, અને લબ્ધિરાંપન્ન મહર્ષિ આદિનું તેવા પ્રકારનું તપ તથા પોતાની સ્નાનજલથી સઘળા મનુષ્યો અને તીર્યચોના સર્વ રોગો આદિ ઉપદ્રવોનો હરનાર અને પોતાના હાથના સ્પર્શથી શ્રી લક્ષ્મણજીના હૃદમાં પેઠેલી શક્તિને અતિશય ત્રાસ પમાડનાર શ્રીમતી વિશાલી' આદિનું પૂર્વભવ આદિમાં આચરેલું તપ.
૩- અને ત્રીજા પ્રકારના એટલે સ્વ પર ઉભયમાં રહેલ અનિષ્ટોને હરનાર ધર્મના દ્રષ્ટાંત તરીકેશ્રીધર્મ' નામના રાજાનો સચિત્તાદિકની વિરતિરૂપ અને પાસાદિદાનરૂપ ધર્મ,
શ્રી સુદર્શનશેઠ, ધમ્મિલ, વિધાપતિ અને શ્રીમતી ચંદનબાલા આદિના શીલ, તપ અને દાનાદિ ધર્મે તેમની ઉપર આવેલી અનિષ્ટ આપત્તિઓને હરી છે, એમાં શ્રી સુદર્શન શેઠ અને શ્રીમતી ચંદનબાલાની વાત તો ઘણીજ સુપ્રસિદ્ધ છે. એ જ પ્રમાણે શ્રી તીર્થંકરદેવોના અતિશયો અને લબ્ધિસંપન્ન મહર્ષિઓના પ્રભાવનાં દ્રષ્ટાંતો પણ શ્રી જિનેશ્વરદેવના શાસનમાં ઘણાં ઘણાં પ્રસિધ્ધ છે અને એ દ્રષ્ટાંતોથી એ તારકોનો ધર્મ, પરની આપત્તિને હરનારો છે એમ સિદ્ધ કરવાની જરૂર નથી પણ સ્વતઃ સિદ્ધ છે. શ્રીમતી વિશાલીનું દ્રષ્ટાંતા પણ શ્રી રામાયણમાં પ્રસિદ્ધ છે. શ્રીમતી વિશાલીદેવીએ, પૂર્વભવ આદિમાં આચરેલ તપના પ્રભાવે દુનિયાને હેરત પમાડે એ રીતિએ પરમાં રહેલ અનિષ્ટને હરેલ છે અને શ્રી લક્ષ્મણજીના હૃદયમાં પ્રવિષ્ટ થઇ ગયેલી શક્તિને ત્રસ્ત બનાવીને શ્રી લક્ષ્મણજીનું મરણાંત કષ્ટ હરી લીધું છે. ઉભયગત અનિષ્ટને હરનાર “શ્રી ધર્મ' નામના નૃપનો સચિત્તાદિ વિરતિરૂપ ધર્મ અને પાત્રાદિમાં દાનરૂપ ધર્મ છે એ જણાવવા માટે “શ્રી. ધર્મતૃપ' નું દ્રષ્ટાંત ગ્રંથકાર મહર્ષિ પોતેજ લખે છે.
સ્વપર ઉભયમાં રહેલ અનિષ્ટને હરનાર “શ્રીધર્મ' નામના નરપતિનું ઉદાહરણ
ત્રણ રાજકુમારોનો પ્રસંગ
એક પ્રસંગ વિચારી લઇએ. યુવાવસ્થાના સદુપયોગને માટે શું કરવું જોઇએ, એ એમાંથી તારવી
Page 57 of 191