________________
(૫) જે ચીજો માટે પાપ કરો છો, તે ચીજો તમારી નથી : પુણ્યોદય સુધી જ તમારી રહેવાની, પણ પછી નહિ જ : માટે વસ્તુતઃ તે ચીજો પારકી જ છે.
(૬) અને એ ચીજો પારકી છે, માટે પુણ્યોદયે કદાચ તમારાથી નહિ ખસે, તો છેવટે તમારે પણ એને મૂકવી જ પડશે.
આ છએ કેવી મજેની ચાવીઓ છે ? તાળાં ઉઘાડતાં આવડવું જોઇએ. ધર્મની પ્રાપ્તિ દુર્લભ છે, એ પહેલી વાત કહી : આમાં કાંઇ પણ શંકા જેવું છે ? નહિ જ, અને જેઓ ધર્મને દુર્લભ માને, તેઓ ધર્મ કરવાના વાયદા કરે ? “કાળે કરીશું ?' –એમ કહે ? નહિ જ, કારણ કે-જ્ઞાનીપુરૂષો કહે છે.
મુશીબતે મળતા એવા માનવજીવનને પામીને પણ ઘણાએ ધર્મહીનપણે ગયા અને જઇ રહ્યા છે. માનવપણું મળવાથી ધર્મ મળે જ એમ નથી. અનાર્યદેશ, અનાર્યજાતિ, અનાર્યકળ વિગેરેમાં મળેલ માનવજીવન પ્રાય: નકામું જ થાય છે. ઇંદ્રિયો પૂરી ન મળે, ધર્મને યોગ્ય આર્યદેશાદિ સામગ્રી ન મળે, તો. ધમ ક્યાંથી મળે ? અરે, બધું મળે પણ શ્રી જિનેશ્વરદેવના શાસનની બોધિ તો અત્યંત દુર્લભ કહી છે અને જેને એ બોધિની પ્રાપ્તિ થાય, એ કદી ધર્મનો વાયદો કરે ? દુનિયાના વ્યવહારમાં જેને તમે જરૂરી માનો છો, ત્યાં વાયદા કરો છો ? તમારું લેણું વાયદાસર ન આવે તો ઉઘરાણી કરો, પણ વાયદા પહેલાં કોઇ આપવા આવે તો લ્યો કે નહિ ? લ્યો જ, કેમકે-એ ચીજને તમે જરૂરી માની છે. હૃદયમાં ખાત્રીથી માન્યું છે કે એના વગર જીવાય નહિ. એવી જ રીતે “શ્રી જિનેશ્વરદેવના ધર્મની પ્રાપ્તિ અતિશય દુર્લભ છે, ભાગ્યે જ કોઇને મળે, અને તે પણ કવચિજ મળે.” -એમ સમજાઇ જાય, તો એ મળ્યા છતાં પણ વાયદા થાય ? દાન, શીલ, તપમાં વાયદા થાય છે તે થાય ? પ્રાયઃ નહિ. ભાવમાં તો વાયદા છે, કારણ કે-સીધી ભાવના તો પ્રાયઃ ટકતી જ નથી. ધર્મક્રિયા કરતી વખતે પણ ભાવના ન ટકે, તો બાકીના ટાઇમમાં તો ભાવના ટકે જ ક્યાંથી ? દાન દેતી વખતે લક્ષ્મીની મૂચ્છ ન છૂટે, તો દાન વગરના ટાઇમમાં તો ક્યાંથી જ છૂટે ? બહારની સામગ્રીને જ્યાં જરૂરીયાતવાળી માની, ત્યાં વાયદો નહિ અને જેના વિના જીવન નષ્ટપ્રભ થઇ રહ્યું છે, ત્યાં વાયદા ! ખરેખર, આ ઘણી જ ભયંકર દશા ગણાય ! માટે ધર્મની પ્રાપ્તિ દુર્લભ છે, એ વાતને હૈયામાં નક્કી કરો. એ વાત નક્કી થાય, તે પછી ડાહ્યો આદમી ધર્મ સાધવામાં પ્રાયઃ વાયદો ન કરે : કેમકે- “આયુષ્ય ચંચળ છે.” -એમ તે સારી રીતિએ સમજે છે. શ્રી તીર્થંકરદેવ વિગેરે મહાપુરૂષો, કે જેઓનું સંવનન પહેલું છે-તે વિનાના આત્માઓનું આયુષ્ય સોપક્રમ છે. સંગમદેવે ભગવાન શ્રી મહાવીરદેવ ઉપર સહસ્ત્ર ભારના પ્રમાણવાળુ ચક્ર ક્યું, તેનાથી ભગવાન જાનુ સુધી જમીનમાં પેસી ગયા એ વાત ખરી, પણ એમનું એક પણ હાડકું તુટે ? નહિ જ અને તમારા ઉપર તો એક પત્થર પડે તો પણ શું થાય ? એ મહાપુરૂષોને નિમિત્તો ટક્કર મારે, પણ નિમિત્ત એમના શરીરનો નાશ ન કરી શકે. એવા મહાપુરૂષો હજી વાયદો કરે તો સંતવ્ય ગણાય, છતાં એ પણ વાયદો ન્હોતા કરતા, ત્યારે તમે કોના બળથી વાયદો કરો છો ? આ બધું શ્રી સુધર્માસ્વામિજી ક્રમાવે છે હોં !કોઇ કહે કે- “કુટુંબ ખાતર, વડીલો ખાતર, માતાપિતા ખાતર બધું કરીયે છીએ' –એને સૂત્રકાર સાફ સાફ જણાવે છે કે- “એ તમારી મરજીની વાત, પણ પાપ કર્યા પછી તમારો એ બચાવ ચાલશે નહિ. એ બચાવથી તમને કર્મસત્તા છોડશે નહિ અને દુર્ગતિમાં જતાં કોઇ પણ બચાવવા આવશે નહિ, તેમજ અશુભોદય વખતે-પાપના વિપાક વખતે કે દુર્ગતિમાં જતા એ બધા સહાય નહિ જ કરી શકે, નહિ જ બચાવી શકે. વળી જે વસ્તુ મેળવવા આટલું આટલું મથી રહ્યા છો તે તમારી નથી, ક્યારે મૂકવી પડશે તે નક્કી કહેવાય તેમ નથી અને માનો કે-પુણ્યોદય જાગતો હોય અને એ વસ્તુઓ ટકે, પણ એ પારકી જ છે, માટે છેવટે તમારે એને મૂકવી જ પડશે.'
Page 56 of 191