________________
અને સાર્થવાહ. બલભદ્રમુનિ નગરમાં ભિક્ષા લેવા જતા ત્યારે એમના રૂપને જોઇ, નગરની સ્ત્રીઓ ગાંડી થઇ જતી અને કહેવાય છે કે એક સ્ત્રીએ તો દોરડું ઘડાન બદલે બાળકના ગળામાં ઘાલ્યું. તે દિવસથી બલભદ્રમુનિએ અભિગ્રહ કર્યો કે હવેથી વનમાંજ મળે તો ભિક્ષા લેવી, નગરમાં લેવા જવું નહિ. આ બલભદ્રમુનિ વનમાં જ રહે છે. આ મુનિના યોગે હરણીયું પણ શ્રદ્ધાળુ બન્યું હતું. આ મુનિએ તો વનના સિંહોને પણ શ્રાવક કર્યા હતા, આ હરણીયું રોજ અટવીમાં ને જો કોઇ સાર્થવાહ આવ્યો હોય તો મુનિને અને સાર્થવાહને ભેળા કરે. એક વખત સાર્થવાહ આવ્યો છે. હરણીયાએ તે સાર્થવાહને મુનિનો યોગ કરાવ્યો. મુનિ વહોરે છે. સાર્થવાહ વહોરાવે છે. હરણીયું જુએ છે. મુનિની ભાવના પણ ઉત્તમ છે. ઉત્તમ પાત્ર છે. સાર્થવાહની ભાવના પણ ઉત્તમ છે કે અહો કેવા મુનિ ! સુપાત્ર ! ધન્યભાગ્ય મ્હારાં કે અટવીમાં આવા મુનિનો લાભ મળે ! હરણીયું વિચારે છે, ધન્ય છે આ સાર્થવાહને કે જે આવી રીતિએ મુનિની ભક્તિ કરે છે. આવી સરખી ભાવનામાં રહેલા એ ત્રણે પર અકસ્માત થયો ને સમાન ભાવનાના યોગે એ ત્રણે પાંચમા દેવલોકે ગયા. કરનાર કરે, કરાવનાર ભાવપૂર્વક કરાવે અને અનુમોદનારનું હૃદય તલસે. કરાવનાર તથા અનુમોદનારને તો એમ થાય કે ક્યારે હું આ પાલખીપર બેસું? પાલખી શેની ? દીક્ષાની. કોઇ વખત કરનાર કરતાં કરાવનાર, તથા અનુમોદનાર પણ વધી જાય, છતાં વ્યવહારમાં તો કરનાર જ ઉત્તમ ગણાય. ઘણાએ ગરીબો, શ્રીમંતો કરતાં સુખી હોય છે પણ વ્યવહારમાં સુખી શ્રીમંત કહેવાય.
કાળદોષે બનેલો આ બનાવ આપણને સમજાવે છે કે-ધર્મની દેશના દેવાનો અધિકાર ખાસ કરીને સર્વત્યાગી સાધુઓને જ છે, પણ દુનિયાદારીમાં પડેલા ગૃહસ્થોને નથી, કારણ કે-સાધુઓ જટલા નિઃસ્પૃહ રહી શકે છે, તેટલા નિ:સ્પૃહ ગૃહસ્થો કદી જ રહી શકતા નથી : એટલે પ્રથમ શુદ્ધ બુદ્ધિથી ધર્મ આપવાનો દાવો કરનારા ગૃહસ્થો પણ અંતે ગૃહસ્થ હોવાના કારણે જ અર્થાદિકથી લેપાયા વિના પ્રાયઃ નથી રહી શકતા અને અર્થાદિકમાં લિપ્ત થયા પછી શાસ્ત્રથી વિરૂદ્ધ દેશના આદિ કરવામાં સંકોચ નહિ રહેવાથી, તે આત્માઓ સ્વ અને પરના ઘાતક નીવડ્યા વિના રહેતા જ નથી. એવી જ રીતિ જેઓ માત્ર વેષથી જ સાધુ છે પણ હૃદયથી સંસારના જ પિપાસુઓ છે, તેઓ ગૃહસ્થ ગણાતા નથી પણ ગૃહસ્થો કરતાંય ભૂંડા હોય છે : એથી જેમ તે સમયે ગૃહસ્થોએ અર્થાદિકમા આસક્ત થઇને મિથ્યાત્વ પ્રસાર્યું હતું, તેમ આજે કેટલાક વેષધારીઓ પણ જમાનાવાદી બનીને અર્થકામાદિકની દેશના દ્વારા મિથ્યાત્વનો ભયંકર પ્રસાર કરી રહ્યા છે. આ કાલમાં સદ્ભાગ્ય એટલું જ છે કે-એ ભયંકર મિથ્યાત્વના પ્રસારને અટકાવી દેનાર સુવિહિત ત્યાગી મહર્ષિઓ મોજુદ છે. ત્રીજી વિંશિકામાં
- હવે ત્રીજી વિંશિકાનો વિષય જોઇએ. આનું નામ છે. “કુલનીતિધર્મ-વિંશિકા.' ગ્રન્થકાર પરમષિએ આ વિંશિકામાં વિશિષ્ટ લોકમાં પ્રવર્તતા અને કેટલાંક ભિન્ન ભિન્ન પ્રકારનાં શાસ્ત્રોએ કહેલા કેટલાક કુલધર્મો તથા નીતિધર્મોનું ખ્યાન આપ્યું છે. એ કુલધર્મો તથા નીતિધર્મોનું ખ્યાન આપવાના હેતુ એ છે કે-એ ધર્મો એ વસ્તુતઃ ધર્મો નથી અને એથી એ ધર્મોને સારી રીતિએ સેવવા છતાં પણ તે જીવો પરમ કલ્યાણને પામી શકતા નથી. બ્રાહ્મણ આદિ વર્ણોનાં બ્રહ્મચર્ય આદિ આશ્રમો છે. આ આશ્રમોને અંગે તેઓના પોતપોતાનાં શાસ્ત્રોથી સિદ્ધ એવા ધર્મો યતનાદિ ભેદથી નાના પ્રકારના વર્ણવેલા છે. એ ધર્મો સ્વર્ગાદિકનું સાધન થતા હોવા છતાં પણ પરિણામે વિરસ છે. કારણ કે-તેમાં અજ્ઞાન હોય છે અને મોહનો અભાવ હોતો નથી. એવા માણસોમાં વૈરાગ્ય નથી જ હોતો એમ નહિ, પણ તેઓનો વૈરાગ્યે ય મોહગર્ભિત
Page 54 of 191