________________
ત્યાગ કરવો.
આ ત્રણ ગુણો અહિંસાદિરૂપ સંપત્તિને પમાડનાર પણ છે. પ્રાપ્ત થયેલી અહિંસાદિ રૂપ સંપત્તિને ટકાવનારા તથા વધારનારા તથા તેને નિર્મળ બનાવનારા પણ છે અને અહિંસાદિ રૂપ સંપત્તિના પરમ
ળને પામવામાં સુંદર પ્રકારની સહાય કરનારા પણ આ ત્રણ ગુણો છે. જેનામાં આ ત્રણ ગુણો આવે છે તે સહેલાઇથી કલ્યાણના અને અકલ્યાણના સ્વરૂપને સમજી શકે છે. અકલ્યામથી બચવાના તથા કલ્યાણને પામવાના ઉપાયને પણ તે સહેલાઇથી સારી રીતિએ જાણી શકે છે અને તે ઉપાયને સારી રીતિએ તે આચરી પણ શકે છે.
વૈર વિરોધભાવ આત્માને સ્પર્શે નહિ અને વેર વિરોધનો ભાવ આત્માને સ્પર્યો હોય તો પણ તેવા. મલિન ભાવને ટકવા ન દે એવું પણ આ ત્રણ ગુણોના યોગે સુશક્ય બની જાય છે. ત્રણેય મળમાં દુઃખી થતા જીવો
આવો જીવ ક્યારે સુખ પામશે, તે તો જ્ઞાની જાણે. અહીં તે આટલી મોટી સંપત્તિને પામ્યો, એટલે ભૂતકાળમાં એણે કાંઇક ને કાંઇક ધર્મ તો કરેલો જ; કેમ કે-ધર્મ કર્યો ન હોત, તો સંપત્તિનું પુણ્ય સાંપડતા નહિ; પરન્તુ, આટલી સંપત્તિ મળવા છતાં પણ, આ ભવમાં એ જે રીતિએ વર્યો, તે ઉપરથી એવી કલ્પના જરૂર થઇ શકે કે-એણે ભૂતકાળમાં ધર્મ કરેલો, તે વખતેય આશાએ કરેલો. તે વખતે પણ, એ આશાનું દુ:ખ જરૂર અનુભવતો હશે. એને ભૂતકાળમાં આશાએ પીડ્યો અને આ ભવમાં સંરક્ષણની તીવ્ર લાલસાએ પીડ્યો. પૂર્વે આશાનું દુ:ખ, મળ્યું ત્યારે ભોગવાઇ ન જાય અથવા જતુ ન રહે તેની ચિંતાનું દુ:ખ અને પાછળ દુર્ગતિનું દુ:ખ ! આપણે ત્યાં મમ્મણ શેઠનો દાખલો આવે છે ને ? એની સંપત્તિ કેટલી ? કહેવાય છે કે-મહારાજા શ્રી શ્રેણિક પાસે જે સંપત્તિ હતી, તે મમ્મણ શેઠની સંપત્તિની પાસે કોઇ વિસાતની ગણાય નહિ ! પણ, એ જીવતો તેલ-ચોળા ખાઇને ! એણે જેટલું લક્ષ્મીની મૂર્છાથી સહન કર્યું છે, તેટલું જ જો એણે મોક્ષની અભિલાષાથી મોક્ષમાર્ગની સાધનાને માટે સહન કર્યું હોત, તો એ મોક્ષને પામ્યા વિના રહેત નહિ ! એટલું બધું સહન કરનારો એ, મરીને ગયો ક્યાં ? સાતમી નરકે ! કેમ એણે ખાધું પીધું ને પહેર્યું-ઓઢ્યું નહિ ? એણે, વધુમાં વધુ સાદાઇથી જીવન કેમ પસાર કર્યું ? વધારે ખર્ચાઇ જાય નહિ, એ માટે ! એટલે, ભૂતકાળમાં પૈસા માટે ધર્મ કરેલો, અહીં પૈસો મળ્યો તે ભોગવી શકાયો નહિ અને અન્ત દુર્ગતિના દુ:ખમાં જઇ પડ્યો ! આવું પણ બને ને ? રીદ્રધ્યાન કુટિલતાના ઘરનું છે અને જો એ જોરદાર બની જાય, જીવ એમાં જ જો આસક્ત રહ્યા કરે, તો જરૂર એ નરકે લઇ જાય. ત્રણ પ્રકારના પુરૂષો
પુરૂષો-મર્દ, નામર્દ અને અદ્ધ મર્દ-આ ત્રણ પ્રકારના હોય છે. મર્દ તે કે જે મોહને કાબુમાં રાખે. કાબુમાં રાખવા છતાં લટ્ટ બની જાય તે અદ્ધમર્ઝ અને ગુલામ થાય તે નામર્દ. આ વિષયમાં એક દ્રષ્ટાંત છે અને તે વિચારણીય છે. એક દ્રષ્ટાન્ત
કોઇ એક બ્રાહ્મણીને ત્રણ પુત્રીઓ હતી. તે બ્રાહ્મણીએ વિચાર્યું કે હું તેવો કોઇ ઉપાય કરું કે જેથી મારી પુત્રીઓ પરણ્યા પછી સુખી થાય.” આ પ્રમાણે વિચાર કરીને તે માતાએ પોતાની મોટી પુત્રીને કહ્યું કે
Page 52 of 191