________________
આત્મકલ્યાણનો અર્થી, જેમ ઉપાદેયની ઉપાસનામાં ઉધમિત બને છે તેમ હેયને હાનિકર જાણીને તેનાથી દૂર રહેવામાં પ્રયત્નશીલ બને છે. તેથી ‘સુદેવ-સુગુ-સુધર્મને આદરું' કહી ‘કુદેવ-કુગુરુ-કુધર્મને પરિહરું' બોલે છે.
સુધર્મ એ એવી વસ્તુ છે કે-તે પોતાના સાચા સેવકને ગમે તેવા સમયે પણ અચિંતિત સહાય આપે છે. આથી સુખના અર્થિએ આડાઅવળા ઉધમાતો છોડી દઇ એક ધર્મની સેવામાં જ સમર્પાઇ જવું જોઇએ. જીવનને ધર્મની સેવામાં સમર્પિ દેવાથી આત્મા આ દુઃખમય સંસારમાં પણ સુખનો અનુભવ કરી પરિણામે અનંત સુખનો ભોક્તા થઇ શકે છે અને જીવનને ધર્મથી વિમુખ બનાવનારો આત્મા સુખનો અર્થિ છતાં આ દુઃખમય સંસારમાં દુ:ખભરી અને એથી જ દયાજનક દશામાં જ સબક્યા કરે છે. આથી સુખના અર્થિ માટે એક સુધર્મ જ શરણ રૂપ છે. ધર્મ એટલે જીવને અંતરમાં શ્રી જિનેશ્વર દેવોનાં વચનોની અસર પેદા થાય.
સંસાર એ આત્માનો રોગ છે, મોક્ષ એ આત્માનું આરોગ્ય છે અને શ્રી જિનવચન એ સંસાર રૂપ રોગને નાબૂદ કરીને મોક્ષરૂપ આરોગ્યને પમાડનારૂં અમોધ ઓષધ છે. આ વાત અંતરમાં રહે અને ધર્મની ક્રિયાઓની આચરણા કરે એટલે સુધર્મ કહેવાય છે.
(૧) જ્યારે જ્યારે કોઇપણ તકલીફ આવે એ તકલીફ પેદા થવામાં કોઇપણ નિમિત્ત રૂપ જણાય તા. પણ વિચાર તો એ કરવાનો કે મારા પૂર્વકૃત પાપના ઉદય વિના એ કે તે કોઇ મને કાંઇપણ દુ:ખ આપી શકે નહિ. આવી જ વિચારણા કર્યા કરવાની આ વિચારણાથી સૌથી પહેલો ાયદો એ થાય કે આપણું મન દુર્વિચારોથી અલિપ્ત બની જાય. વધુમાં મનમાં અશાંતિ પેદા થવાને બદલે શાંતિ પેદા થાય. એથી આવેલી તકલીફ્ટ સહવાની ધીરજ પ્રગટે એટલે આવેલી તકલીફ અજ્ઞાનને જેવું કષ્ટ આપી શકે એવું કષ્ટ આપણને આપી શકે નહિ ! આ બધો ફાયદો થવા સાથે આપણામાં આપણને આવેલી તકલીફમાં નિમિત્ત બનનાર તરફ રોષનો ભાવ પ્રગટે નહિ એટલે એના પ્રત્યે વેરનો જે ભાવ પેદા થવાની શક્યતા તે શક્યતા પણ નાબૂદ થઇ જાય !
(૨) ભવાર્તિ દીનેષ કૃપારસ સદા | ભવની પીડાથી દીન બનેલા આત્માઓ ઉપર હંમેશા કૃપા રસથી હૃદય આદ્ર રહેવું જોઇએ.
વિષય કષાયરૂપ સંસારથી જેનો આત્મા પીડા પામતો હોય તેના ઉપર કૃપા રસનો છંટકાવ કરવો જોઇએ.
(૩) જેના યોગ આત્માનું અનાદિકાળથી અહિત થઇ રહ્યું છે તે વસ્તુઓનો ત્યાગ કરવાનો એ સુધર્મ કહેવાય.
(૪) જેઓ આત્મકલ્યાણને ચાહતા હોય તેઓએ તો સુવિવેકી બનવાપૂર્વક ભાવમંગલને વિષે જ ઉધમશીલ બનવાની જરૂર છે.
(૫) જે ધર્મનું નિરૂપણ કરનારા શાસ્ત્રો તાપ શુધ્ધિની પરીક્ષામાં અણીશુદ્ધ પસાર થઇ શકે છે તે શાસ્ત્રો માટે કષશુદ્ધિ અને છેદશુદ્ધિની પરીક્ષામાંથી પસાર થવું એ તો સામાન્ય વાત છે. તાપ શુદ્ધિથી સંપૂર્ણ શુધ્ધ હોવાના કારણે જ શ્રી જૈનધર્મ બીજા સર્વ ધર્મોની સન્મુખ સદાને માટે ઉન્નતપણે ઊભો રહી શકે તેમ છે માટે સુધર્મ છે.
(૬) સુધર્મ આદરનારને ત્રણ ગુણો મેળવવા જરૂરી છે. સદાને માટે સાધુજનોની બહુમાનપૂર્વકની ભક્તિ કરનારા બનવું. સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવને ધારણ કરવો અને મમત્વનો પરિત્યાગ કરવાપૂર્વક બાહ્ય સંગોનો
Page 51 of 191