________________
સકર્ણ હાથે કરીને તેવો સોદો કરે ? વળી સુદેવનું સામાન્યથી સ્વરૂપ બતાવતા કહ્યું છે કે
“सर्वज्ञो जितरागादिदोष स्त्रैलोक्यपूजित: । यथास्थितार्थवादी च देवोडर्हन् परमेश्वरः ।। १ ।।
ध्यातव्योडयमुपास्योडयमयं शरणमिष्यताम् । ઉચૈવ પ્રતિપત્તયં શાસનું વેતનરિતવેત || ૨ II”
(યોગશાસ્ત્ર દ્વિતીયપ્રકાશ ગ્લો. ૩-૪) સર્વજ્ઞ, જિતી લીધા છે રાગાદિ દોષો જેમણે, (ત્રણલોકમાં પૂજનીય) ત્રણે લોકથી પૂજાયેલા, યથાર્થ વસ્તુસ્વરૂપને કહેનારા એ જ પરમેશ્વર, અરિહંત દેવ છે. તેમનું જ ધ્યાન કરવા જેવું છે, તેમની જ ઉપાસના કરવા જેવી છે, તેમનું જ શરણ સ્વીકારવા જેવું છે, તેમનું જ શાસન સ્વીકારવા જેવું છે. જો ચેતના હોય તો.
માટે પણ નિશ્ચિત થાય છે કે સુદેવની પાસે પણ શું મંગાય અને શું ઇરછાય ? સુગુરૂ આદરૂં
શ્રી પંચેન્દ્રિય સૂત્ર” અપરનામ “સુગુરુ સ્થાપન સૂત્ર'નો જાણકાર જીવ સુગુરુના સ્વરૂપને સારી રીતે સમજે છે કે, મારા તારક ગુરુ, ભવોદધિના પાર પમાડનાર ગુરુ આવા આવા ગુણોના સ્વામી હોય છે.
કલિકાલસર્વજ્ઞ ભગવંતે શ્રી યોગશાસ્ત્રના દ્વિતીય પ્રકાશમાં ગુરુનું લક્ષણ સામાન્યથી આ પ્રમાણે બતાવ્યું છે
"महाव्रतधरा धीरा: भैक्षमात्रोपजीविनः ।
सामायिकस्था धर्मोपदेशका गुरखो मता: ।।" “મહાવ્રતને ધારણ કરનારા તેના પાલનમાં તથા ઉપસર્ગો અને પરિષહોને સહવામાં ધીર, ભિક્ષા માત્રથી જ જીવનારા (નિર્દોષ ભિક્ષાથી જ સંયમદેહને ટકાવનારા), હંમેશા સામાયિકમાં જ રહેલા, (યોગ્યતા કેળવી, ગુર્વાજ્ઞાથી ભગવાનની આજ્ઞા મુજબ) ધર્મનો જ ઉપદેશ આપનારા ગુરુ મનાયા છે.”
આના ઉપરથી પણ સુનિશ્ચિત થાય છે કે, ગુરુપદે બિરાજમાન વ્યક્તિનું કર્તવ્ય શું હોઇ શકે ? કે સ્વયં મોક્ષમાર્ગની આરાધનામાં જ મગ્ન રહેવું અને જે કોઇ યોગ્ય-અર્થી-સમર્થ જીવ આવે તેને મોક્ષમાર્ગ સમજાવી, મોક્ષમાર્ગની આરાધનામાં જ જોડવા પણ તેનો સંસાર પુષ્ટ થાય, સંસારની જ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત. થાય-તેવો વિચાર પણ ન કરે, તેવાં વચન પણ ન બોલે તો તેવી પ્રવૃત્તિ તો કરે જ શાના ? “ગુરુ” શબ્દની વ્યુત્પત્તિ પણ આ જ વાત પુષ્ટિ કરે છે. “Imતિ-ફિmતિ ઘણતિ ગુરુ જે ધર્મનો ઉપદેશ કરે તે ગુરુ.
અભિધાન ચિંતામણિમાં પણ કહ્યું છે કે- “સુદામપદેશg? -ગુરુ એટલે ધર્મોપદેશક.
દુનિયામાં “ગુરુ” અર્થ માતા-પિતા, કલાચાર્ય આદિમાં અભિપ્રેત મનાયો છે. પરન્તુ અત્રે તો ધર્મ સંબંધમાં “ગુરુ” અર્થ અભિપ્રેત છે. કેમકે, શ્રી ધર્મરત્ન પ્રકરણમાં પણ કહ્યું છે કે
“ઘર્મજ્ઞો ઘર્મર્તા, ૫, સદા ઘર્મપરાયUT: I
सत्वेभ्यो धर्मशास्त्रार्थ-देशको गुरुरुच्यते ।।" “ધર્મના જાણ, ધર્મના કરનાર, હંમેશા ધર્મમાંજ તત્પર અને ધર્મશાસ્ત્રનો જ ઉપદેશ આપનાર હોય તે ‘ગુરુ' કહેવાય છે.”
Page 46 of 191