________________
અંગારા જેવું દેખાય છે. જે રૂપને જોઇને જનારના શિર ઝુકે-પંખીઓને પણ પ્રદક્ષિણા દેવાની ભાવના થાય એ રૂપનું વર્ણન વાણીમાં આવે ? એમના અતિશયો અનુપમ,
આથી આવા શ્રી તીર્થંકર પરમાત્માઓ એજ સુદેવ તરીકે ગણાય છે તથા આ શ્રી તીર્થકર દેવો. અઢાર દોષાથી રહિત થયેલા હોય છે. તે જ દેવ ગણાય છે. આથી જેઓના રાગ-દ્વેષ તથા મોહ સર્વથા નાશ. પામ્યા છે તે શ્રી અરિહંત કહેવાય છે અને એ દેવ જ એટલે શ્રી અરિહંતસુદેવ તરીકે ગણાય છે.
- રાગથી મુક્ત થવા માટે રાગ રહિત આત્માઓની સેવા-ભક્તિ-ઉપાસના કરવી જોઇએ.રાગની પરવશતાનો અનુભવ કરનાર આત્મા થોડો પણ સમજુ હોય તો તેને રાગની પરાધીનતાથી છૂટવાનું મન થાય જ. તેથી જ તે બોલે છે કે- “સુદેવ-સુગુરુ-સુધર્મ આદરું.”
શ્રી જૈનશાસનમાં “આ જ દેવ, આ જ ગુરુ કે આ જ ધર્મ” એવી વાત નથી. પરંતુ “આવા હોય તે દેવ, આવા હોય તે ગુરુ અને આવો હોય તે ધર્મ.” તેથી એમ કહેવામાં જરાપણ વાંધો નથી કે, ગુણપ્રધાન આ શાસન છે અને ગુણના કારણે વ્યક્તિની મહત્તા છે, પણ ગુણરહિત વ્યક્તિની મહત્તા નથી.
જેઓએ મૂળમાંથી રાગાદિ શત્રુઓનો નાશ કરી, વીતરાગ થઇ રાગાદિથી રહિત થવાનો માર્ગ બતાવ્યો છે તે જ ખરેખર સુદેવ છે; જેઆ સ્વયં રાગાદિથી રહિત થવાનો પુરુષાર્થ કરી રહ્યા છે અને જે કોઇ યોગ્ય અર્થી જીવ આવે તેને આજ્ઞા મુજબ રાગાદિથી રહિત થવાનો માર્ગ સમજાવી રહ્યા છે તે સુગુરુ છે અને રાગાદિથી રહિત થવાના ઉપાયો સમજાવનાર સુધર્મ છે - આ સારી રીતના જાણનાર અને સુદેવ-સુગર-સુધર્મ આદરુ' બોલનાર જીવ ક્યારે પણ પોતાના રાગાદિ ખીલે અને પુષ્ટ થાય-વદ્વિને પામે તેવી માંગણી દેવ-ગુરુ-ધર્મ પાસે કરે પણ ખરો ? આવી માગણી અમારા મા-બાપ ગણાતા દેવાદિ પાસે ન કરીએ તો શું બીજા પાસે કરીએ-એવી પણ વાતો કરે ખરો ? સ્વયં આવી માગણી કરે અને આવી માગણી કરવામાં વાંધો પણ નહિ-એમ બોલે કે સમજાવે તે સન્માર્ગનો જ્ઞાતા પણ કહેવાય ખરો ? સન્માર્ગનો જ્ઞાતા ન હોય અને પોતાની જાતને “સન્માર્ગ સંરક્ષક' ગણાવી અન્ય ભોળા-ભદ્રિક જીવોને ભ્રમમાં નાખે તો તેવાઓને માટે શું કહેવું તે “સ્વયં ન ખનિજ છે કહી, આવાઓને ઓળખી, તેમને ફ્લાવેલા ચેપી રોગનો ચેપ આપણને ન લાગી જાય અને આપણી જાતને બચાવી શકીએ-તેવો પ્રયત્ન કરવો હિતાવહ છે. રાગાદિ અઢાર દોષોથી રહિત તે સુદેવ છે.
“अन्तराया दान-लाभ-वीर्य-भोगापभोगगा: । हासो रत्यरती भीतिर्जुगुप्सा शोक एव च ।। १ ।।
कामो मिथ्यात्वमज्ञानं, निद्रा चाविरतिस्तथा । રાનો દ્વેષશ્વ નો દ્રોપા તેવામMાઃ શાળમી || ૨ ||”
(શ્રી અભિધાન ચિંતામણિ કોષ ગ્લો. ૭૨-૭૩) દાનાંતરાય, લાભાંતરાય, વીઆંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, હાસ્ય, રતિ, અરતિ, ભય, જુગુપ્સા, શોક, કામ, મિથ્યાત્વ, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, રાગ અને દ્વેષ - આ અઢાર દોષો શ્રી વીતરાગદેવમાં હોતા નથી.
અનાદિકાળથી અવરાઇ ગયેલ આપણું ભગવસ્વરૂપ પેદા થાય તે માટે જ સુદેવની સેવા-ભક્તિ-ઉપાસના કરવાની છે. અર્થાત આત્માના સઘળાય ગુણો પેદા થાય અને બધા દોષો નાશ પામે તે માટે સેવા-ભક્તિ-ઉપાસના કરવાની છે પણ બીજા કોઇપણ હેતુથી કરવાની નથી. બીજા બીજા હેતુઓથી કરાય તો તો તેમની ભક્તિ ન થતાં આશાતના થાય અને જે આત્માને સંસારમાં રૂલાવનારી બને તો કયો.
Page 45 of 191