________________
લોભરૂપ રાગના જ અંશ છે. માટે રાગથી બહુ જ સાવધ રહેવાનું છે. ડગલેને પગલે તે પોતાનો પરચો. બતાવ્યા વિના રહેતો નથી. વ્યક્તિ કે વસ્તુ વિશેષે અનેક પ્રકારનો હોવા છતાં મુખ્ય ત્રણ પ્રકારમાં તે બધાનો સમાવેશ થઇ જાય છે માટે મુહપત્તિનું પડિલેહણ કરનાર આત્મા તે ત્રણેનો પરિહાર કરવા ઇચ્છતા. બોલે છે કે
“કામરાગ, સ્નેહરાગ, દ્રષ્ટિરાગ પરિહરું” પાંચ ઇન્દ્રિયોના શબ્દ-રૂપ-ગંધ-રસ અને સ્પર્શ રૂપ અનુકૂળ અને મનોજ્ઞ વિષયોનો મજેથી. ભોગવટો કરવો તે કામરાગ છે. તેની વિડંબણ અનુભવમાં હોવા છતાં પણ જીવની આસક્તિ-લાલસા કેમ ઘટતી નથી તેજ એક આશ્ચર્ય છે. જગતમાં શૂરવીરમાં શૂરવીર ગણાતા, સમર્થો, પ્રતિભાશાળી, બુદ્ધિશાળી જીવો પણ આના રાગી બનેલા કેવી પરવશતા અનુભવે છે, તે માટે જે જે ચેષ્ટા આદિ કરે છે તે લખતા. લેખીની પણ લાજી ઊઠે છે. “શ્રી પ્રવચન સારોદ્વાર' ગ્રન્થમાં ૧૬૯ દ્વારમાં કામના ચોવીસ પ્રકારનું વર્ણન કરતાં કહે છે કે
__कामो चउवीसविहो संपत्तो खलु तहा असंपत्तो ।
चउदसहा संपत्तो इसहा पूण होअसपत्तो ।। १०६२ ।।" ચોવીસ પ્રકારે કામ છે. તે સામાન્યથી બે પ્રકારે છે. સંપ્રાપ્ત અને અસંપ્રાપ્ત. એમાં કામીજીવોના-પરસ્પર મેલાપથી જે કામ થાય તે સંપ્રાપ્ત છે જેના ચૌદ પ્રકાર છે અને વિયોગરૂપ કામ તે અસંપ્રાપ્ત છે જેના દસ પ્રકાર છે.
'तत्थ असंपत्तेडत्था चिंता तह सद्ध संभरणमव । विक्कवय लख्खनासो पमाय उम्माय तब्भावो ।। १०६३ ।।
मरणं च होइ दसमो संपत्तंपि य समासओ वोच्छु । दिट्ठीए संपाओ दिट्ठीसेवा य संभासो ।। १०६४ ।। हसिय ललिओ वगृहिय दंत नहनिवाय चुंबणं चेव ।
आलिंगण-मादाणं करसेवणडणंगकीडा ।। १०६७ ।।' અસંકાસમાં અર્થ, ચિંતા, શબ્દ, સ્મરણ, વિકલ્પ, લજ્જાનાશ, પ્રમાદ, ઉન્માદ, તભાવ અને મરણ છે.
સંપ્રાપ્તમાં દ્રષ્ટિસંપાદન, દ્રષ્ટિસેવા, સંભાષણ, હાસ્ય, લલિત, અવગૂહન, દાંત મારવા, નખ મારવા, ચુંબન, આલિંગન, આદાન એટલે ગ્રહણ, કરસેવન, આસવન અને અનંગડિા છે.
આવી રીતના કામને આધીન થયેલા જીવોને માટે ગમ્યાગમ્ય, કાર્યાકાર્ય જેવું કશું જ હોતું નથી. પોતાની ઇચ્છાપૂર્તિ સાથે જ સંબંધ હોય છે. માટે તો લોકમાં પણ કહેવાય છે કે, જન્માંધ તો બિચારો કાંઇ દેખી શકતો નથી, ઘુવડ દિવસે જોઇ શકતો નથી જ્યારે કામાંધ તો દિવસે કે રાત્રે પણ કાંઇ દેખી શકતો. નથી.
"दिवा पश्यति नो धूक:, काको नक्तं न पश्यति ।
ઉપૂર્વઃ pોડપ માઘો, દિવાળb પશ્યતિ ||” કામાંધ તો જે વસ્તુ પણ ન હોય તે પણ જૂએ છે તે તેની કારમી દશા છે. કહ્યું છે કે
"द्रश्यं वस्तु परं न पश्यति जगत्यन्ध: पुरोडवस्थितं, कामान्धस्तु यदस्ति तत्परिहरन् यन्नास्ति तत्पश्यति ।
Page 38 of 191