________________
હોય તો સ્નેહરાગને જીતવા પ્રયત્ન કરવો જોઇએ.
સ્નેહરાગનું સ્વરૂપ આપણને સુપરિચિત છે. જેમ સ્નેહ-ચીકાશયુક્ત તૈલી પદાર્થો, તેથી જો ગાત્ર-શરીરાદિ તેનાથી યુક્ત હોય તો શરીરાદિ ઉપર રજ આદિ ચોંટી જાય છે. તેમ સ્નેહરાગના કારણે રાગના મૂળિયાં વધુ મજબૂત બને છે. માટે ઉપકારી પરમર્ષિઓએ પરસ્પર સજાતીય સાથે કે વિજાતીય સાથે પણ સ્નેહ ન થઇ જાય તેની કાળજી રાખવા કહ્યું છે. તે સ્નેહ જ અનર્થોનું-આગળ વધીને કહીએ તો અનાચારોનું પણ મૂળ બને છે અને યાવત મરણ આપનાર બને છે.
જેમ આયુષ્યના સાત ઉપક્રમોમાં જે અધ્યવસાય નામનો જે ઉપક્રમ છે તેના રાગ-સ્નેહ અને ભયા એમ ત્રણ પ્રકાર કહ્યા છે. તેમાં સ્નેહના દ્રષ્ટાન્તમાં કહ્યું છે કે- કોઇક સાર્થવાહની સ્ત્રીનો પતિ પરદેશથી આવવા છતાં પણ મિત્રોએ તે સ્ત્રીના સ્નેહની પરીક્ષા કરવાને માટે ‘તારો પતિ સાર્થવાહ મરણ પામ્યો’ આમ કહેવાથી જ સાર્યવાહી પણ તર્ત મરણ પામી. પોતાની સ્ત્રીને મરણ પામેલી સાંભળીને તે સાર્થવાહ પણ તેણી ઉપરના સ્નેહથી મરણ પામ્યો.
આવા અપાયને આપનારા સ્નેહરાગને વશ કયો સકર્ણ-પંડિત થાય ? વળી, શાસ્ત્રોમાં પણ સંભળાય છે કે, ચરમતીર્થપતિ, આસન્નોપકારી શ્રી મહાવીર સ્વામિ પરમાત્મા ઉપર શાસનના શિરતાજ, સ્વયં દ્વાદશાંગીના પ્રણેતા અનંતલબ્ધિના ભંડાર શ્રી ગૌતમસ્વામિ મહારાજાને પણ ઊંડે ઊંડે જે સ્નેહરાગા પડેલો હતો, તેજ તેઓને કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં મોટામાં મોટા અવરોધ રૂપ હતો.
"तृणद्विदलचर्मोर्णाकटतुल्या भवन्ति हि । स्नेहा गुरुषु शिष्याणां तवोर्णाकटसन्निभ: ।। १ ।।
अस्मासु चिरसंसर्गात् स्नेहो द्रढतरस्तव । તેન સદ્ધ વભં તે તદ્માવે ભવિષ્યતિ || ૨ ||”
(ત્રિ.શ.પુ.ચ. પર્વ-૧૦, સર્ગ-૯, ગ્લો. ૨૫-૨૬૦) “તૃણ-દ્વિદલ-ચર્મ અને ઉનની ડાહ (ચટાઇ) સમાન સ્નેહ, ગુરુઓને વિષે શિષ્યોનો હોય છે તેમાં તમારો ઉનની કડાહ જેવો છે. અમારી ઉપર ચિરકાળના સંત્સર્ગથી તમારો સ્નેહ દ્રઢતર થયો છે તેથી તમારું કેવળજ્ઞાન રોકાય છે. તે સ્નેહનો અભાવ થશે ત્યારે તમને કેવળજ્ઞાન થશે.”
અહંકાર અને મમકારના કારણે સ્નેહના મૂળિયા વિકસીત થાય છે, સ્નેહવૃક્ષ ફ્લેફાલે છે. તેથી, સ્નેહના મૂળ સૂકવવા માટે અહંકારમમકાર ભાવોનો ત્યાગ કરવો જરૂરી છે જેથી સ્નેહ આપોઆપ નિર્મૂળ થશે અને “સ્નેહરાગ પરિહરું' તે સાચા ભાવે બોલાશે.
દ્રષ્ટિ એટલે દર્શન. અહીં જેનદર્શન સિવાયના અન્યદર્શનો લેવાના છે. જે ખરેખર તત્ત્વને પામ્યા. પણ નથી. જો વાસ્તવિક તત્ત્વને પામ્યા હોત તો એકાન્તપણાને અંગીકાર કરતા પણ નહિ. એકાન્ત દ્રષ્ટિનો આશ્રય કરવાથી મિથ્યાદર્શન છે. જેનો રાગ પણ આત્માને મિથ્યાભાવોમાં જ મસ્ત-મહાલતો બનાવી સંસારમાં ભટકાવનાર બને છે. આવા દ્રષ્ટિરાગને પણ પરિહરવાનો છે પણ જે પકડાયું હોય, સમજાયું પણ હોય કે આ ખોટું જ છે છતાં પણ તેનો ત્યાગ કરવો કઠીન છે. માટે જ સૂતિકારે શ્રી વીતરાગ સ્તોત્રમાં કહ્યું છે કે, કામરાગ અને સ્નેહરાગ હજી છોડી શકાય છે પણ દ્રષ્ટિરાગ છોડવો બહુ જ કઠીન છે.
“कामराग-स्नेहरागावीषत्कर निवारणौ । द्रष्टिरागस्तु पापीयान, दुरुच्छेद: सतामपि ।।"
(શ્રી વીત.સ્તોત્ર પ્રકાશ-૬, ગા. ૧૦)
Page 40 of 191