________________
આ શ્રી જમ્બુદ્વીપ માં આવેલા આ જ ભારત ક્ષેત્રમાં એક દારૂ નામનું ગ્રામ હતું. એ ગ્રામમાં વસુભૂતિ નામનો બ્રાહ્મણ હતો. તે બ્રાહ્મણને અનુકોશા નામની પત્ની હતી. અનુકોશા નામની પત્નીથી વસુભૂતિ બ્રાહ્મણને અતિભૂતિ નામનો પુત્ર થયો. એ અતિભૂતિ નામના વસુભૂતિ અને અનુકોશાના પુત્રને સરસા નામની પત્ની થઇ. અતિભૂતિની પત્ની સરસા ઉપર કયાન નામના એક બ્રાહ્મણને રાગ ઉત્પન્ન થયો. રાગના પ્રતાપે તેણે છલથી એક દિવસે તેણીનું અપહરણ કર્યું.
આ બનાવને ઉદ્દેશીનેજ કલિકાલસર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા માવે છે કે“ િન ર્થાત સ્મરાતુર:" કામદેવથી પીડાતો આત્મા શું ન કરે ? અર્થાત્ - કામદેવથી પીડાતો આત્મા સઘળાંય પાપો કરવા માટે નિર્લજ્જ હોય છે.
કામાતુર આત્માની આવી પ્રવૃત્તિથી સમજી શકાશે કે- કામાતુર આત્માની વૃત્તિને કરપીણ થતા વાર નથી લાગતી. કામાતુર આત્માઓ, પોતાની કામલાલસાઓ પૂર્ણ કરવા માટે ‘સામા આત્માનું શું થશે ?’ તેની એક લેશ પણ ચિંતા નથી કરતા. એ ચિંતાના અભાવે તેઓને અકરણીય કરવામાં કશોજ સંકોચ
નથી થતો અન્યથા પરસ્ત્રીઓનું હરણ એ શું ઓછી ભયંકર વસ્તુ છે ? એ ગમે તેવી ભયંકર વસ્તુ હોય છતાં પણ કામાતુર આત્માઓ પોતાની તેવી વૃત્તિના યોગે એક ક્ષણમાં કરી નાખે છે અને એજ રીતિએ કયાનક નામના બ્રાહ્મણે અભિભૂતિની સરસા નામની પત્નીનું છલપૂર્વક અપહરણ કર્યું.
કામરાગ અને સ્નેહરાગના કારણે દેવલોકમાં રહેલા દેવોને પણ ઇર્ષ્યાદિનો અભિતાપ ખૂબજ બાળે છે. જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે
તીવ્ર આસક્તિના પ્રતાપે અન્યને સંપદાઓને ( સુખની સામગ્રીને) નહિ જોઇ શકનારા આત્માઓને ઇર્ષ્યાનો અભિતાપ (ઇર્ષ્યારૂપી અગ્નિ) ખૂબ જ બાળે છે એજ કારણે તીવ્ર આસક્તિના પ્રતાપે અન્ય દેવોની સુવિશિષ્ટ સંપદાઓનાં દર્શનથી (સારી સારી સુખની સામગ્રીઓને જોતાં જોતાં) ઇર્ષ્યારૂપ અનલ (અગ્નિ)ની ઉર્મિઆથી કેવો પરિતાપ પામે છે એનું વર્ણન કરતાં એજ અનંત ઉપકારી આચાર્ય દેવ માવે
છે કે
દ્રષ્ટવાન્વેષાં વિમાન સ્ત્રી-રત્નોપવન સદમ્ ।
યાવજ્જીવ વિપચ્યન્તે જવલદીર્ષ્યા નલોર્મિભિઃ || ૧ ||
ભાવાર્થ :- અન્ય અમરોની (દેવોની) વિમાન સ્ત્રી અને ઉપવનની સમ્પ્રદા જોઇને સળગતા ઇર્ષ્યારૂપ અગ્નિની ઉર્મિઓથી સામાન્ય સંપદાઓના સ્વામી અમરો (દેવો) જીંદગીભર સુધી ખુબ ખુબ પકાય છે. આથી જ્ઞાની ભગવંતો કહે છે કે- દેવતાઓને સુખ સામગ્રી ઘણી પણ તેમાંય જેટલા તુચ્છ હૈયાના હોય છે. ઇર્ષ્યાળુ હોય છે. બીજાનું સુખ ખમી શકે નહિ એવા સ્વભાવવાળા હોય છે. નહિ મળેલી સુખ સામગ્રીને મેળવવાની તૃષ્ણાવાળા હોય છે અને પારકાનું સુખ જોઇને બળનારા હોય છે એ બધા દેવતાઓ પણ દુઃખી હોય છે. આ દેવતાઓ ભવનપતિ દેવોથી શરૂ કરીને નવ પ્રૈવેયક સુધીના દેવોમાં હોય છે અને આવા પ્રકારના દેવોની દરેક દેવલોકમાં બહુમતી હોય છે. વિવેકી અને વિરાગી દેવો દરેક દેવલોકમાં હંમેશા ઓછા જ હોય છે.
મનુષ્યગતિમાં પણ જીવો મોટે ભાગે દુ:ખી જ ને ? સામાન્યપણે વિચારતાં-જોતાં તો એમ જ જણાય કે મનુષ્યોમાં સુખની સામગ્રીને પામેલા થોડા અને જે મનુષ્યો સુખની સામગ્રી પામેલા છે તેમને પણ દુઃખ નથી
Page 35 of 191