________________
મહારાજા કહે છે કે
“કામરાગે અણનાચ્યા સાંઢ પર ઘસ્યો,
સ્નેહરાગથી રાચે ભવપંજર વસ્યો.” અર્થાત્ - હે ભગવન્ ! આ કારમા કામરાગે, મને અણનાચ્યા સાંઢ જેવો બનાવ્યું છે અને એથી આ સંસારમા ભટકતા હેં અનેકાનેક ધૃણાજનક એવી એવી આરણાઓ કરી છે કે જેને આજે કહી બતાવવી એ પણ મારે માટે મુંઝવણનો વિષય છે અને અત્યાર સુધીનો મારો આ કારમાં સંસારમાં જે વાસ થયો તે નાશક સ્નેહરાગને આભારી છે.
આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે-કામરાગ, એ આત્માને પાગલ અને ઉલ્લંઠ બનાવનાર છે. કામરાગથી ઉત્પન્ન થયેલી પાગલતા અને ઉલ્લઠંતા આત્માને બેભાન બનાવે છે. એના યોગે વસ્તુમાત્રનો. વિવેક એનામાંથી વિલય પામે છે. કામરાગજન્ય પાગલતા અને ઉત્કંઠતાના પ્રતાપે આત્મા કેવી કેવી દુર્દશાઓ ભોગવે છે એ આજે પ્રાયઃ સૌ કોઇને પ્રતીત છે પણ એનાથી બંધાતા કર્મના વિપાકોદયનું ભાન નહિ હોવાને લઇનેજ વિશ્વ એના યોગે મસ્ત બની રહેલું છે. કામરાગની ક્રીડામાં મસ્ત બનેલ વિશ્વને ધર્મગુરૂઓ પણ એવાજ મળી ગયા છે અને એ વિષયાસક્ત ગુરૂઓએ પરમાત્માને પણ લીલા કરનારા નાટકીઆ જેવા વર્ણવી એના નામે સ્વાર્થસાધનાનો કારમો રાજમાર્ગ ખોલ્યો છે. એના યોગે એવા દેવ અને ગુરૂની ઉપાસક દુનિયા, ધર્મના નામેજ કામરાગની ક્રીડામાં રક્ત બનીને એક નિર્લજ્જ અને બિભત્સ રસને પેદા કરનારી નટડી જેવી બની રહી છે. દુનિયા એવી બની રહે તોજ કુગુરૂઓના અડ્ડા કાયમ રહી શકે તેમ છે, એ જ કારણે પોતાના તેવા અડ્ડાઓને સદા સ્થાયી બનાવવા માટે એ કુગુરૂઓએ, દેવોને પણ એવા વર્ણવ્યા, શાસ્ત્રો પણ એવાં લખ્યાં અને એવી કરણીઓને ધર્મનું નામ પણ આપ્યું. કામરાગનું નાટક આ વિશ્વમાં કારમું છે. સ્નેહરાગ એનો સાથી છે. જ્યાં કામરાગ હોય ત્યાં સ્નેહરાગ હોય છેજ. એ બે પ્રકારના રાગે જગતને ખરેજ આત્મહિતના વિષયમાં બેફામ બનાવ્યું છે. કામરસિબ્બે વિકરી બનાવનારું દ્રશ્ય પણ વૈરાગ્યરસ પેદા નારૂં બને?
આપણે જોઇ ગયા છીએ કે-આ રીતિએ શાન્તકષાયી બનીને આ અવનિતલ ઉપર વિચરતા તે મુનિવરોને એક નિમિત્ત મળે છે અને કોઇ ભવિતવ્યતા જે એવી હશે કે-એ નિમિત્ત તે બન્નેમાંથી પશ્ચિમ મુનિને ભાનભૂલા બનાવી દે છે. બન્યું છે એવું કે-તે બન્ને મુનિઓ વિહરતા વિહરતા કીશામ્બીમાં આવી પહોંચે છે. એ વખતે વસન્તસતુ પ્રસંગે ચાલી રહેલા વસન્તોત્સવમાં, રાજા નદિઘોષ પોતાની પત્ની ઇન્દુમુખીની સાથે ક્રીડા કરી રહ્યો છે અને એ દ્રશ્ય આ બે મુનિઓના જોવામાં આવે છે. એ દ્રશ્યનિરીક્ષણની અસર પ્રથમ મુનિ ઉપર નથી થતી. મુનિને તો એવું જોવામાં આવી જાય ત્યારે એવું જ વિચારવાનું હોય કે- ‘બીચારા અજ્ઞાન જીવો પુદ્ગલના રંગમાં કેવા સ્યા છે, કે જેથી સ્વને પણ વિસરી ગયા છે ! આના યોગે બંધાએલું પાપ જ્યારે ઉદયમાં આવશે, ત્યારે આ બીચારાઓની કેવો દુર્દશા થશે ? અનન્તી શક્તિનો સ્વામી આત્મા ક્ષણિક અને પરિણામે દુ:ખદાયી વિષયસુખો માટે કેવો પામર બની જાય છે ?' –આવી આવી વિચારણા મુનિ કરે, તો જે દ્રશ્યનું દર્શન કામરસિક આત્માઓને વિકારની ભાવનાથી ભરી દે, તે જ દ્રશ્યનું દર્શન મુનિના હૃદયને વૈરાગ્યરસથી તરબોળ બનાવી દે ! કમાતુરની ક્રપીણ વૃત્તિ
Page 34 of 191