________________
ક્યાં સંયમ અને ક્યા નિયાણું ? બીજા સાધુઓને પશ્ચિમ મુનિના આવા નિયાણાની ખબર પડી, એટલે તેમણે પશ્ચિમ મુનિને ઘણાં ઘણાં સમજાવ્યા, વાર્યા, પણ તે માન્યા જ નહિ. કમિનીને કે એના ચિત્રને જોતાં વિરાગવાળા બનનારા વિરલ અને રાગવાળા બનનારા ઘણા :
જગતમાં કોઇ વસ્તુ એવી નથી, કે જેને વિવેકિઓ પોતાના વિવેકને બળે વૈરાગ્યનું કારણ બનાવી શકે નહિ; અને, જગતમાં એવી પણ કોઇ વસ્તુ નથી, કે જેને અવિવેકિઓ રાગનું કારણ બનાવી શકે નહિ. આ વાત આત્માની અપેક્ષાએ થઇ, પણ જ્યારે ‘જગતમાં જે જે વસ્તુઓ છે, તે તે સામાન્ય પ્રકારે કેવી છે ? વૈરાગ્યને પેદા કરવામાં વધારે નિમિત્ત બને એવી છે ? કે, રાગને પેદા કરવામાં વધારે નિમિત્ત બને એવી છે ?' અથવા એને જોઇને ઘણાઓને વિરાગ થાય કે ઘણાઓને રાગ થાય ? –આવો વિચાર કરવાનો હોય, ત્યારે જગતની વસ્તુઓને બે વિભાગમાં વહેંચી નાંખવી જ પડે. જેમ કોઇ રૂપવતી યૌવનવતી કામિનીને અગર તો એવી કામિનીના ચિત્ર આદિને જોનારાઓમાં, એ કામિનીને અગર તો તેના ચિત્ર આદિને જોઇને રાગવાળા બનનારા ઘણા હોય ? કે, વિરાગવાળા બનનારા ઘણા હોય ? એ દ્રશ્યને જોઇને , વિરાગવાળા બનનારા બહુ જ વિરલ અને રાગવાળા બનનારા ઘણા. એમાં પણ, એ દ્રશ્યને જોઇને જેઓ વિરાગવાળા બને છે, તે શાથી વિરાગવાળા બને છે ? પોતાના વિવેકગુણના બળે જ ને ? અને, જેઓ એને જોઇને રાગવાળા બને છે, તે શાથી રાગવાળા બને છે ? પોતાના હૈયામાં કામરાગ બેઠેલો છે,
ના સંસ્કારો પડેલા છે. એથી જ ? ના, એ ઉપરાન્ત પણ એક કારણ છે અને તે એ કે- કામિની, એ કામરાગને સક્ત બનાવવાનું સાધન છે. ભોગનું એ સાધન છે. કામીજનો એને શોધ્યા જ કરતા હોય છે. આથી, એને જોઇને, વિરલજનો પોતાના વિવેકના બળે વિરાગવાળા બનતા હોવા છતાં પણ, એને સામાન્ય રીતિએ તો રાગનું જ સાધન કહેવાય. એ જ રીતિએ, દેવ કે ગુરુ અગર તો એ તારકોની મૂર્તિ, એ વગરે સાધનો જેવાં કહેવાય ? જે એને જુએ, તેના હૈયામાં સામાન્ય રીતિએ તો વિરાગ પ્રગટે : કારણ કે-દેવનું અને ગુરુનું સ્વરૂપ સંયમમય છે. આત્માના ગુણોને પ્રગટાવવાના સાધન તરીકે જ, મોટે ભાગે એનો ઉપયોગ થતો આવેલો છે. આ રીતિએ પણ જો વિચાર કરવામાં આવે, તો એમ લાગે કે-શ્રી. જિનમૂર્તિનું દર્શન-પૂજન આદિ કરવું, એ પણ તારક આલમ્બન જ છે. ક્રમરાગની ભયંક્રતા :
રૂપવાન એવા શ્રીધરને જોઇને અનુરાગવતી બનેલી અને એથી શ્રીધરની સાથે રતિક્રીડા કરવાને ઉત્સુક બનેલી લલિતાએ, શ્રીધરને પોતાની પાસે બોલાવ્યો. આંખો વિનાનો આંધળો પણ માણસ જો વિવેકી બને તો જીવનને સુધારી સદ્ગતિને પામી શકે છે, જ્યારે છતી આંખોએ પણ કામાતુરતાના યોગે વિવેકાન્ત બનેલો આત્મા પોતાના આ ભવને તેમજ પરભવને પણ કારમી રીતિએ બગાડે છે. આંખે આંધળાનું તે દુ:ખી બહુ હાનિ કરે તોય તે ભવ પૂરતી હાનિ કરે, જ્યારે વિવેકથી આંધળો બનેલો આ ભવમાં પણ હાનિને પામે અને પરભવમાં પણ દુ:ખી થાય. આમ છતાં પણ, દુનિયાના જીવો કામરાગને આધીન બનીને દુઃખી થાય છે. કામરાગના યોગે કામાતુરતા જન્મે છે અને કામાતુરતાના યોગે જીવો વિવેકાન્ત બનીને દુઃખમાં ડુબે છે. તીવ્ર કામરાગવાળા આત્માઓને તેમની અજ્ઞાનતાના કારણે વિષયોપમોગનું ક્ષણિક સુખ દેખાય છે, પણ તેના પરિણામનો વિચાર કરવાની તેમનામાં શક્તિ રહેતી નથી. આ કારણે કામરાગ એ બહુ જ ભયંકર
Page 32 of 191