________________
વાતો, એ આત્માઓને અકળાવી મૂકે છે. એ આત્માઓને તો વિષયવિલાસની વાતોમાં જ મઝા આવે છે. કામની સામગ્રીનાં, કામની સામગ્રી મેળવવાનાં અને કામની સામગ્રીને ભોગવવા વિગેરેનાં વર્ણનોમાં એ આત્માઓને ખૂબ ખૂબ આનંદ પડે છે. રમણીઓ અને રમણીઓનાં રૂપ આદિની વાતો, એવા આત્માઓના અંતરને ખૂબ જ આનંદ આપે છે. એવી વાતો જે દિવસે સાંભળવાને ન મળે, તે દિવસ પણ એવા આત્માઓને જાણે ગણના બહારનો લાગે છે. જેમ અધમ કોટિના આત્માઓને અર્થકથાના શ્રવણાદિ વિના ચેન પડતું નથી, તેમ મધ્યમ કોટિના પણ નીચી દશાના આત્માઓને કામકથાના શ્રવણ વિના ચેન પડતું નથી. કામકથાની આવી આસક્તિથી બચવાને માટે વિષયો એ વિષસમા છે એમ સમજી ભાવશત્રુ સમી ઇન્દ્રિયોને આધીન નહિ થતાં, પરમાર્થના માર્ગથી ભાવિતદશાવાળા બનવું જોઇએ અને પૌદ્ગલિક પદાર્થોની સુન્દરતા કે અતિસુન્દરતાના વિકલ્પો તજી, પૌદ્ગલિક પદાર્થોમાં નહિ મુંઝાતાં, આત્માના હિતનો જ્ઞાનિઓની આજ્ઞા મુજબ વિચાર કરતા બની જવું જોઇએ : અને એજ સાચો કલ્યાણમાર્ગ છે. કામની અક્મનીયતા :
કામની અકમનીયતા એવી ભયંકર છે કે-એ સામાન્ય આત્માને સ્વસ્થ રહેવા દેતીજ નથી. શરમ કે મર્યાદાનો વિનાશ કરવો એ કામને માટે સહજ છે. કામપરવશ આત્માઓ, કોઇપણ સ્થળે સંયમ જાળવી શકતાજ નથી. કામને પરાધીન બનેલા આત્માઓ, પોતાની જાતને પણ ભૂલી જાય છે. પુરૂષના વેષમાં રહેલ ‘ક્લાણમાલા’ શ્રી લક્ષ્મણજીનું દર્શન થતાંની સાથેજ ભૂલી ગઇ કે અત્યારે હું એક રાજા છું. એ ભૂલી જવાને લઇને કલિકાલસર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે
“રા વાગેઃ ઘોડપિ, વિશિવે દુરાનò"
અર્થાત્- શ્રી લક્ષ્મણજીના દર્શનની સાથેજ તે ‘કલ્યાણમાલા’ નામનો રાજા, ભેદનશીલ છે સ્વરૂપ જેનું એવાં કામબાણોથી એકદમજ ભેદાઇ ગયો.
વિચારો કે-કામ એ, એક આત્માનો કેવો કારમો શત્રુ છે ? કલ્યાણમાલા, જાણે છે કે- ‘આજે હું, કુબરપુરના એક રાજા તરીકે પ્રસિદ્ધ છું અને રાજાનાં રૂપમાં છું.' : આ પ્રમાણે જાણવા છતાં પણ એ શત્રુએ, એના આત્માને પરાજિત કરી દીધો. એ પરાજિતના પ્રતાપે, એ પોતાના સ્વરૂપને ગુપ્ત નજ રાખી શક્યો. કામ શત્રુની આવા પ્રકારની અકમનીયતા જાણવા છતાં જેઓ નથી ચેતતા તેઓ ખરેજ શોચનીય છે. કામની પરવશતાનું પરિણામ ઃ
આપણે, આ ‘શ્રી ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર' નામના મહાકાવ્યના સાતમા પર્વની અંદર : ‘સીતાહરણ’ નામના પાંચમા સર્ગમાં જોઇ ગયા કે
‘પિતાજીના વચનનું પાલન કરવા ખાતર વનવાસ માટે પ્રયાણ કરી ચૂકેલા શ્રીરામચંદ્રજી, અવંતિદેશના અધિપતિ ‘સિંહોદર' રાજાની ખોટી મ્હોટાઇથી આફ્તમાં આવી પડેલા ધર્મનિષ્ઠ અને દશાંગપુરના અધિપતિ ‘શ્રીવજકર્ણ’ રાજાનું સંરક્ષણ કરીને આગળ ચાલ્યા : આગળ ચાલતા તે, માર્ગમાં ‘કલ્યાણમાલા' ના આતિથ્યનો ઉપભોગ કરી તેના પિતા ‘વાલિખિલ્ય' નામના રાજાને મ્લેચ્છોના બંદીખાનામાંથી છુટા કરવાનું કબુલ કરીને વિંધ્યાટવીમાં પેઠા : વિંધ્યાટવીમાં પેસતાં જ, અપશુકન અને શુક્ર બન્ને થયા : પણ, એથી વિષાદ કે હર્ષ પામ્યા વિના તે આગળ વધ્યા : આગળ વધતા તેમણે સામેથી દેશના ઘાત માટે નીકળેલા સૈન્યને જોયું : એ સૈન્ય, પોતાનાં હથીયારો સજ્જ કરીને જ ચાલતું હતું : એ
Page 30 of 191