________________
BHURIMત્તિ'
કથાકારપરમર્ષિએ મધ્યમ કોટિમાં બે વિભાગ દર્શાવ્યા છે. મધ્યમ કોટિના કનિષ્ટ વિભાગના જે આત્માઓ હોય છે, તે આત્માઓ શબ્દાદિ વિષયોરૂપ જે વિષ, તેનાથી મોહિત મનવાળા બનેલા હોય છે : ભાવશત્રુ રૂપ ઇન્દ્રિયોને અનુકૂળ વર્તનારા હોય છે : પરમાર્થના માર્ગેથી અભાવિત દશાવાળા હોય છે : અને આ સુન્દર તથા આ અતિસુન્દર' એ પ્રમાણેની વિકલ્પમય વૃત્તિથી સુંદર તથા અસુંદર પદાર્થોમાં અવિનિશ્ચિત મતિવાળા હોય છે : એવા આત્માઓ રજોગુણને ધરનારા મધ્યમ કોટિના પુરૂષો ગણાય છે. હવે એવા પુરૂષો જે કામકથામાં અનુષક્ત થાય છે, તે કામકથા પંડિતપુરૂષો દ્વારા ઉપહાસપાત્ર બનેલી છે : વિડંબના માત્રથી પ્રતિબદ્ધ થયેલી છે અને આ ભવમાં તેમજ પરભવમાં દુ:ખનું સંવર્ધન કરનારી છે. વસ્તુતઃ આ લોક કે પરલોકમાં તે સુખ આપનારી નથી. નમસ્થાની આસક્તિ પણ અનિષ્ટક્ર છે :
જે આત્માઓ “શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ' એ પાંચ વિષયો વિષરૂપ હોવા છતાં પણ, એ. વિષયોને વિષરૂપ ન માનતાં, તેનાથી મોહિત મનવાળા બનેલા હોય, તે આત્માઓ સ્પર્શના, રસના, ઘાણ, ચક્ષુ અને શ્રોત્ર એ પાંચેય ઇન્દ્રિયોને અનુકૂળ વર્તનારા હોય તે સ્વાભાવિક છે. ઇન્દ્રિયો, એ ભાવશત્રુ રૂપ છે એમ જ્ઞાનિઓ માને છે, પણ વિષયોથી મોહિત મનવાળા બનેલા આત્માઓ તો, એ ઇન્દ્રિયોને અનુકૂળપણે વર્તવામાં જ મોજ માણનારા હોય છે. એવા આત્માઓ પરમાર્થના માર્ગથી અભાવિત દશાવાળા હોય, એ પણ સ્વાભાવિક છે, કારણ કે-પરમાર્થના માર્ગથી જે આત્માઓ ભાવિતદશાવાળા હોય, તેઓ ભાવશગુરૂપ ઇન્દ્રિયોને અનુકૂળપણે વર્તવામાં ખુશ હોતા નથી તેમજ વિષરૂપ વિષયોથી તે આત્માઓનું મન મોહિત થયેલું હોતું નથી. આથી સમજી શકાય છે કે-જે આત્માઓ વિષરૂપ વિષયોથી મોહિત મનવાળા હોય છે અને એમ હોવાને કારણે ભાવશગુરૂપ ઇન્દ્રિયોને અનુકૂળપણે વર્તનારા હોય છે, તે આત્માઓ પરમાર્થના માર્ગથી અભાવિત દશાવાળા હોય છે. આવા આત્માઓ સુન્દર અને અસુન્દર પદાર્થોમાં “આ સુન્દર અને આ વધુ સુન્દર' એવી અવિનિશ્ચિત મતિવાળા હોય એમાં નવાઈ પામવા જેવું નથી, કારણ કે-ઇન્દ્રિયોની આધીનતામાં જ પડેલા આત્માઓની દશા કોઇ વિલક્ષણ પ્રકારની હોય છે. તેવા આત્માઓ પોદ્ગલિક પદાર્થોમાં સુંદરતા અને અતિસુંદરતા આદિનો સ્વીકાર કરીને, કદિક કોઇ પદાર્થમાં લીન તો કદિક કોઇ પદાર્થમાં લીન બની, એવી પૌલિક પદાર્થોની લંપટદશામાં જ સમગ્ર જીવનને બરબાદ કરે છે અને એના. યોગે આ ભવમાં પણ દુ:ખ પામવા સાથે ચિરકાર પર્યત્ન સંસારમાં રૂલતા થકા ઘણાં ઘણાં દુ:ખોને ભોગવે છે. રજોગુણના પ્રતાપે કનિષ્ટ કોટિની મધ્યમદશાને પામેલા આત્માઓને પરમાર્થના માર્ગનું શ્રવણ પસંદ જ નથી પડતું, કારણ કે-એ આત્માઓની સદાય વિષયોમાં જ રક્તતા રહે છે. સદાય એ આત્માઓનું હદય ઇન્દ્રિયોને અનુકૂળ વર્તવામાં જ રાચતું રહે છે અને આ સુન્દર તથા આ અતિસુન્દર' એવી જાતિના વિકલ્પો કરી કરીને કોઇ સમયે અમૂક વસ્તુમાં તો કોઇ સમયે અમૂક વસ્તુમાં એમ ભિન્ન ભિન્ન વસ્તુઓમાં લીન થવામાં જ એ આત્માઓને આનંદ આવે છે : એજ કારણે એ આત્માઓ તે કામકથામાં આસક્ત બને છે, કે જે કામકથા પંડિત પુરૂષોના ઉપહાસનું પાત્ર છે, કેવળ આત્માની વિડંબનાને જે કરનારી છે અને જે આ લોક તથા પરલોકમાં દુ:ખને જ વધારનારી છે. એવા આત્માઓને એ કારણે મોક્ષમાર્ગની વાત જ અનુકૂળ નથી આવતી. “વિષયો વિષ સરખા છે, ઇન્દ્રિયો આત્માને પાયમાલ કરનારી હોઇને ભાવશત્રુ સમી છે અને પૌદ્ગલિક પદાર્થોમાં સુન્દરતા-અતિસુન્દરતા કલ્પીને મુંઝાવું એ મૂર્ખતા છે.' -આવી આવી.
Page 29 of 191