________________
કથાકારપરમર્ષિ, “કામકથા' નામની બીજી કથાનું લક્ષણ શું છે, તે દર્શાવતાં માને છે કે
"जा उण कामोवायाणविसया, वित्त-वपु-वय-कला-दक्षिण-परिगया, अणुरायपुलइअपडिवत्तिजोअसारा, दुइवावार-रमियभावाणुवत्तणाइपयत्थसंगया, सा कामकहत्ति #UUIS /
અર્થના ઉપાયો વિગેરેને દર્શાવનારી કથાને જેમ અર્થકથા કહેવાય છે, તેમ કામને લગતી સામગ્રી સંબંધની કથાને કામકથા કહેવામાં આવે છે. એમ પણ કહેવાય કે-અર્થની રસિકતા કેળવે તે અર્થકથા અને કામની રસિક્તા કેળવે તે કામકથા, કામકથા કામના ઉપાદાનના વિષયવાળી હોય છે : ધન, શરીર, વય, કલા અને ચાતુર્ય એવી જે કામની સામગ્રી તેનાથી કામકથા વ્યાપ્ત હોય છે : અનુરાગથી પુલકિતપણે કરેલો જે ગોરવ, તેના યોગથી કામકથા સારભૂત હોય છે : અને દૂતીનો વ્યાપાર તથા મૈથુનભાવનું અનુવર્તન આદિ, એવા એવા પદાર્થોથી કામકથા સંગત હોય છે. કામકથામાં શું હોય છે, એનો આ ઉપરથી સામાન્ય રીતિએ સારો ખ્યાલ આવી શકે છે અને વિવેકી આત્માઓ સંસારના સ્વરૂપના જાણ હોઇ તે સારી રીતિએ સમજી શકે છે. કામક્યા પણ વિડમ્બના દેનારી :
અર્થકથા પછી કામકથાને અંગે પણ કથાકારપરમર્ષિએ માવ્યું કે-કામકથા, એ વિબુધજનોથી ઉપહાસપાત્ર બનેલી કથા છે. પંડિતજનો કામકથા તરફ ઉપહાદ્રષ્ટિથી જોનારા હોય છે. કામકથા કરવી. એ એક પ્રકારનું અજ્ઞાન જ છે, એમ સુજ્ઞજનો માને છે. વળી કામકથા વિડમ્બના માત્રથી પ્રતિબદ્ધ થયેલી. છે. કામકથાના યોગે આ લોકમાં પણ વિડમ્બના ભોગવવી પડે છે અને પરલોકમાં પણ વિડમ્બના ભોગવવી પડે છે. કામકથા સાથે વિડમ્બના એવી રીતિએ સંકળાએલી છે કે જે આત્મા કામકથાને શરણે જાય છે, તે આત્માને વિડમ્બના ભોગવવી જ પડે છે : આથી જ કથાકારપરમર્ષિએ ક્રમાવ્યું કે-કામકથા આ ભવમાં તથા પરભવમાં દુ:ખોનું સંવર્ધન કરનારી છે. કામકથામાં આસક્ત બનેલા આત્માનું આ ભવમાં પણ દુ:ખ વધે છે અને પરભવમાં પણ દુ:ખ વધે છે એટલે આવી કામકથામાં પણ, કોઇ પણ સુખનો અર્થી વિવેકી આત્મા આસક્ત બનવાનું પસંદ કરે જ નહિ, પણ એથી દૂર રહેવામાં જ શ્રેય માને એ નિશ્ચિત છે. કામક્યા અને તેમાં આસક્ત બનનારાઓ :
તમો ગુણી આત્માઓની અને એ આત્માઓ કયી કથામાં આસક્ત હોય છે તેની વાત કર્યા પછીથી , હવે કથાકાર પરમર્ષિ આચાર્યભગવાન શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા રજોગુણી આત્માઓ કયી કથામાં રક્ત બને છે તે જણાવે છે. તમોગુણી આત્માઓ એ અધમ કોટિના આત્માઓ છે, જ્યારે રજોગુણી આત્માઓ એ મધ્યમ કોટિના આત્માઓ છે. અધમ કોટિના આત્માઓ અર્થકથામાં આસક્ત બને છે,
જ્યારે મધ્યમ કોટિના આત્માઓ કામકથામાં આસક્ત બને છે. મધ્યમ કોટિના આત્મા કેવા હોય છે તેમજ તેવા આત્માઓ જે કથામાં અનુષક્ત બને છે તે કામકથા કેવા પ્રકારની હોય છે એ દર્શાવતાં, અહીં કથાકારપરમર્ષિ માવે છે કે
_ “जे उण सद्दाइविसयमोहियमणा, भावरिउइन्दियाणु कूलवत्तिणो, अभावियपरमत्थमग्गा, इमं सुन्दर, इमं सुन्दरयरं ति सुन्दरासुन्दरेसु अविणिच्छयमई, ते रायसा मन्सिमपुरिसा बुहुजणोवहसणिज्जाए, विडम्बणमेत्तपडिबदाए, इह परभवे य दुक्खसंचडियाए कामकहाए
Page 28 of 191