________________
આના કારણે જીવનમાં જે કાંઇ પ્રવૃત્તિ કરતો હોય એમાં વિવેક દ્રષ્ટિ પેદા થઇ શકતી નથી. જીવોને વિવેકદ્રષ્ટિ વગરની બુધ્ધિ એજ મારા આત્માને નુક્શાનકારક છે આવું જ્યાં સુધી થોડે ઘણે અંશે ના સમજાય ત્યાં સુધી જે પ્રમાણે રાગાદિ પરિણામ કરતો કરતો અશુભ ક્રિયાઓ કરે છે તેમ શુભ ક્રિયાઓ પણ કરતો જાય છે. આ કારણથી જ્યારે જીવ છોડવા લાયક પદાર્થોમાં ગ્રહણ કરવાની બુદ્ધિથી મને દુઃખ આવે. છે એનાથી જ દુ:ખનું મળે છે અને દુ:ખની પરંપરા એનાથી વધે છે. આવી વિચારણાઓ ભગવાનની વાણીના શબ્દોની વિચારણાઓ કરતા કરતા અંતરમાં પેદા થવા માંડે ત્યારેજ આંશિક રૂપે અનુકૂળ પદાર્થોનો રાગ એજ દુ:ખનું કારણ છે આવી સમજણ અંતરમાં પેદા થતી જાય છે. આને મિથ્યાત્વની મંદતા કહેવાય છે. જેટલે અંશે મિથ્યાત્વ મોહનીય કર્મનો રસ ઉદયમાં મંદ થતો જાય એટલે અંશે મોહનીય કર્મનો અંધાપો દૂર થતો જાય છે અને એના કારણે અંતરમાં એકદમ ઝાંખો પ્રકાશ કોઇક કોઇક વાર પેદા થતો જાય છે જ્યારે એ પ્રકાશ પેદા થાય ત્યારે એને ક્ષણવાર આનંદ આપે છે. પાછો મિથ્યાત્વનો ઉદય થાય અને એ પ્રકાશ ચાલ્યો જાય તો પાછો જે પ્રમાણે જીવતો હતો તે પ્રમાણે જીવે છે આ રીતે વારંવાર થતા થતા ઝાંખા પ્રકાશની અનુભૂતિ વારંવાર પેદા કરતો કરતો એ ઝાંખા પ્રકાશને ટકાવવાનો પ્રયત્ન કરતો જાય તો તેટલો કાળ મિથ્યાત્વની મંદતા અંતરમાં વિશેષ રીતે પેદા થતી જાય છે.
રાગ પૂર્વક બોલાતા વચન એ જ મિથ્યાત્વ. કારણ કે એનાથી આત્માથી ભિન્ન એવો રાગ પુષ્ટ થાય.
બીજાના સુખે હૈયુ સુખી બનાવીએ તો બીજાના ગુણ જોવાનો સ્વભાવ પેદા થાય અને દોષને દોષા તરીકે જોવાની દ્રષ્ટિ આવે.
- મિથ્યાત્વ મોહનીય કર્મનો બંધ અનુકળ પદાર્થો પ્રત્યે રાગના પરિણામો પેદા કરવાથી અને પ્રતિકૂળ પદાર્થો પ્રત્યે દ્વેષના પરિણામો પેદા કરવાથી સમયે સમયે જીવ બાંધે છે અર્થાત બાંધ્યા કરે છે.
એવી જ રીત તીર્થંકર પરમાત્માની આશાતના કરવાથી, તેમના વચનોનો અપલાપ કરવાથી તેમના વચનોનું ઉલ્લંઘન કરવાથી, વિરુધ્ધ આચરણ કરવાથી, જીવ મિથ્યાત્વ મોહનીય કર્મ બાંધે છે. એવી જ રીતે ધર્મી જીવોના દુષણો શોધવાથી, દુષણો બોલવાથી અધિષ્ઠાયક દેવ આદિની નિંદા કરવાથી કોઇ પણ પદાર્થનો કદાગ્રહ પકડી રાખવાથી, ગુરૂ આદિનું અપમાન કરવાથી અસંયતિઓની પૂજા કરવાથી અને કોઇપણ કામ ઉતાવળથી કરવાથી જીવ મિથ્યાત્વ મોહનીય કર્મનો બંધ કરે છે.
આ રીતે મિથ્યાત્વ મોહનીયને જાણીને પરિહરવા માટે પ્રયત્ન કરવો જોઇએ તોજ આત્મિક ગુણો તરફ દ્રષ્ટિ પેદા થાય.
(૫) ડામરાણ (૬) હરણ
(૭) દ્રષ્ટિસણ પરિહર્સ
કામરાગનું વર્ણન
કમક્યા ક્ષેને હેવાય ?
ચાર પ્રકારની કથાઓમાંની એક ‘અર્થકથા'નું લક્ષણ આ રીતિએ દર્શાવ્યા બાદ,
Page 27 of 191