________________
આ અવયવદ્વારા સૂત્રકાર પરમર્ષિ, માવી ગયા કે ‘આ વિશ્વમાં પ્રાણીઓ બે પ્રકારે અંધ છે. જેમ ચક્ષુનો અભાવ એ અંધતા છે તેમ સદ્વિવેકનો અભાવ એ પણ અંધતા છે. જેમ અંધતા બે પ્રકારની છે તેમ અંધકાર પણ બે પ્રકારનો છે. નરકગતિ આદિમાં જે અંધકાર છે તે દ્રવ્ય અંધકાર છે અને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય આદિ જે અંધકાર તે ભાવ અંધકાર છે. કર્મના યોગે ચક્ષુવિકલ અને સદ્વિવેકથી વિકલ બનેલા આત્માઓ કર્મ વિપાકે જ આપાદિત કરેલ નરકગતિ આદિરૂપ દ્રવ્ય અંધકારમાં અને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય આદિરૂપ ભાવ અંધકારમાં વ્યવસ્થિતપણે રહેલા છે એમ શ્રી તીર્થંકરદેવો રમાવે છે.'
આ ઉપરથી એ વસ્તુ સ્પષ્ટ છે કે-અવિવેકરૂપ અંધદશાને આધિન થઇને આત્માઓ ઉભય પ્રકારના અંધકારમાં જે અનાદિથી આથડ્યા કરે છે એ સઘળો જ વિલાસ કર્મનો છે. આત્માનું સુખ આવરી લઇને એને આ ભયાનક સંસારમાં કોઇ રીબાવનાર હોય તો ત કર્મ છે. એના પ્રતાપે મિથ્યાત્વાદિરૂપ ભાવ અંધકારમાં ફ્સી સદ્વિવેકના અભાવરૂપ અંધતાના યોગે આત્મા, દ્રવ્ય અંધકારરૂપ નરકાદિગતિઓમાં આથડ્યા કરે એમાં કશું જ આશ્ચર્ય નથી. સદ્વિવેકનો અભાવ એ એવી અંધતા છે કે એ અંધતાને આધીન થયેલો આત્મા ઉન્માર્ગે જાય એ સહજ છે અને મિથ્યાત્વાદિરૂપ અંધકારમાં આથડતા આત્મા માટે નરકગતિ આદિરૂપ અંધકારમાં આથડવું એ પણ અસહ જ નથી. આત્મસ્વરૂપથી અજ્ઞાત રાખી તેને નહિ પ્રગટ થવા દેનાર મિથ્યાત્વ આદિના સ્વરૂપને પણ જાણવાની જરૂર છે. અવિવેકનું સ્વરૂપ અને પરિણામ આપણે જોઇ આવ્યા તેમ ભાવ અંધકારરૂપ મિથ્યાત્વ આદિ આત્માના અનાદિસિદ્ધ શત્રુઓનું સ્વરૂપ આપણે જોઇ રહ્યા છીએ. અત્યાર સુધીમાં આપણે મિથ્યાત્વની અચિકિત્સ્યતા, મિથ્યાત્વનું સ્વરૂપ અને મિથ્યાદર્શનનો મહિમા જોઇ આવ્યા. મિથ્યાત્વના પ્રકારો અને તેના સ્વામી
દેવમાં અદેવપણાની, ગુરૂમાં અગુરૂપણાની અને ધર્મમાં અધર્મપણાની બુદ્ધિ કરાવનાર જે મિથ્યાત્વ તેના પ્રકાર અને તે તે પ્રકારોના અધિકારીનું પ્રતિપાદન કરતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા માવે છે કે
" मिथ्यात्वं च पङ्चधा अभिग्रहिकमनाभिग्रहिकमाभि निवेशिकं सांशयिकमनाभोगिकं
-
१- तत्राभिग्रहिकं पाखण्डिनां स्वस्वशास्त्रनियन्त्रितविवेका लोकानां परपक्षप्रतिक्षेपदक्षाणां મતિ ।
२- अनाभिग्रहिकं तु प्राकृतलोकानां सर्वे देवा वन्दनीया न निन्दनीया एवं सव गुखः सर्वे धर्म्मा इति ।
३- अभिनिवेशिकं जानतोडपि यथास्थितं वस्तु दुरभिनिवेशलेशविप्लावितधियो जमालेखि મતિ /
४- सांशयिकं देवगुरुधर्मेष्चयमयं वेति संशयानस्य
વાતા
५- अनाभोगिकं विचारशून्यस्यकेन्द्रिमादेव विशेयविज्ञान विकलस्य भवति'
મિથ્યાત્વ પાંચ પ્રકારે છે. ૧- એક તો આભિગ્રહિક, ૨- બીજું અનાભિગ્રહિક, ૩- ત્રીજું આભિનિવેશિક, ૪- ચોથું સાંશયિક અને ૫- પાંચમું અનાભોગિક.
Page 23 of 191