________________
પ્રયોગ કરતા નથી : અર્થાત-સઘળા લોકોપચારનો સુખપૂર્વક પરિત્યાગ કરીને જે મહાપુરૂષો સદાય સ્વાધ્યાય અને ધ્યાનના યોગોમાં આસક્ત ચિત્તવાળા બનીને રહે છે; તેવા સાધુપુરૂષોને હે ભદ્ર ! આ. મિથ્યાદર્શન' નામના મહત્તમે આ લોકની અંદર પોતાના પરાક્રમથી નિર્ગુણી તરીકે, લોકના સ્વરૂપથી અજ્ઞાન મહામૂર્ખ તરીકે, ભોગોથી વંચિત થયેલા તરીકે, અપમાનથી હણાયેલા બનાવીને દીન તરીકે અને જ્ઞાનહીન કુડા તરીકે સ્થાપિત કર્યા છે.”
એજ રીતિએ મહામોહના એ ‘મિથ્યાદર્શન' નામના મહત્તમમાં મોક્ષનાં કારણોને લુપ્ત કરી દઇને સંસારનાં કારણોને મોક્ષકારણ તરીકે સ્થાપિત કરવાનું સામર્થ્ય પણ છે. એ સામર્થ્યનું વર્ણન કરતાં શ્રી સિદ્વર્ષિ ગણિવર ક્રમાવે છે કે
___ "उद्धाहनं च कन्यानां, जननं पूत्रसंहतेः । निपातनं च शत्रूणां, कुटुम्बपरिपालनं ।। १ ।।
यदेवमादिकं कर्म, घोरसंसारकारणम् ।
તદ્ધર્મ તિ સંરથાણ, તું ભવતારમ્ II II” “કન્યાઓનું લગ્ન કરવું, પુત્રોના સમુદાયને પેદા કરવો, શત્રુઓનો નાશ કરવો અને કુટુમ્બોનું પાલન કરવ, આ આદિ જે જે ઘોર સંસારનાં કારણ કર્મ છે, તે કર્મનું ધર્મ તરીકે સંસ્થાપન કરીને સંસારને તરવાનાં સાધન તરીકે, લોકના વેરી એવા મિથ્યાદર્શને દર્શાવેલાં છે.”
: પુનર્ણાનવારિત્ર-દર્શાવાયો વિમુbયે | मार्ग: सर्वोडपि सोडनेन, लोपितो लोकवैरिणा: ।। ३ ।।" “જ્ઞાન, ચારિત્ર અને દર્શન કરીને સહિત એવો માર્ગ આત્માની વિમુક્તિ માટે છે, તે સઘળોય મોક્ષમાર્ગ લોકવરી એવા આ મિથ્યાદર્શને વિશ્વમાંથી લુપ્ત કરેલો છે.”
આ પ્રમાણે આ “ મિથ્યાદર્શન' નામનો મહામોહ રાજાનો મહત્તમ પોતાના મહિમા દ્વારા જડ આત્માઓના અંતરમાં અદેવમાં દેવપણાનો સંકલ્પ કરે છે, અધર્મમાં ધર્મપણાની માન્યતા કરે છે અને અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિને કરે છે; એજ રીતિએ અજ્ઞાનીઓનો કારમો શત્રુ એ, અજ્ઞાન આત્માઓના અંતઃકરણમાં અપાત્રની અંદર પાત્રતાનો આરોપ કરે છે, ગુણરહિત આત્માઓમાં ગુણીપણાનો ગ્રહ કરે છે અને સંસારના. હેતુઓમાં નિર્વાણના હેતુભાવને કરે છે.
આ રીતિએ વર્ણવીને પરમોપકારી શ્રી સિદ્ધર્ષિગણિવર, મિથ્યાદર્શનનો મહિમા સમજાવી મિથ્યાદર્શનરૂપ ભાવાન્ધકારથી બચવાનું માને છે. ર્મનો જ વિલાસ :
સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામિજી મહારાજા, સંસારવર્તિ પ્રાણીગણને સંસાર ઉપર નિર્વેદ અને વરાગ્ય ઉત્પન્ન કરવાના જ એક હેતુથી આ “ધુત’ નામના છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદેશાના બીજા સૂત્ર દ્વારા કર્મવિપાકની ગરિષ્ઠતાનું પ્રતિપાદન કરી રહ્યા છે. ચાર ગતિરૂપ સંસારમાં પડેલા પ્રાણીઓ કેવા પ્રકારના કર્મવિપાકને ભોગવી રહ્યા છે એનું પ્રતિપાદન કરતાં બીજા સૂત્રના
“संति पाणा अंधा तमसि वियाहिया"
Page 22 of 191