________________
પ્રવચન-૨
તમારે ધર્મનું ફળ જાણવું છે ને? તે તમે જ કહે કે તમારે શું જોઈએ છે? ધન જોઈએ છે?
હા, તે ધમ ધન આપે છે.
પાંચ ઈન્દ્રિયેના વિષયસુખ તમારે જોઈએ છે? શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શના સુંદર અને શ્રેષ્ઠ વિષય-સુખ જોઈએ છે?
હા, તે ધર્મ એવા વિષય સુખ પણ આપે છે. દેવલોકના દિવ્ય સુખ તમારે જોઈએ છે? દેવ બનવું છે તમારે?
હા તે ધર્મ દેવલોકના સુખ પણ આપે છે. ધર્મ, સાધનાથી તમે દેવ પણ બની શકે છે.
ના, મારે આ બધાં વિષય-સુખ નથી જોઈતાં. મિક્ષનું સુખ જોઈએ છે ને? મોક્ષનું અનંત, અક્ષય સુખ તમારે જોઈએ છે ને?
હા, ધર્મ તમને મોક્ષનું સુખ પણ આપે છે. અને યાદ રાખે. માત્ર ધર્મ જ મોક્ષનું સુખ આપી શકે છે.
અર્થપ્રધાન અને કામપ્રધાન ને આ જાણીને આશ્ચર્ય થતું હશે. થાય છે. પરંતુ જેના જીવનમાં અર્થ-પૈસો જ સર્વસ્વ છે અને ઈન્દ્રિયના વિષયસુખ જ સર્વસ્વ છે તેવા જવાને ધર્મ તરફ વાળવાનું સરળ નથી. સંસારમાં મેટાભાગના છ અર્થપ્રેમી અને કામગપ્રેમી જ હોય છે તે સૌને ધર્મપ્રેમી બનાવવાના છે !
ધર્મનું ફળ અર્થપ્રાપ્તિ, સ્વર્ગ–પ્રાપ્તિ બતાવ્યું છે એ ખરૂં. પરંતુ ધર્મથી અર્થ પ્રેમ અને કામપ્રેમને ખત્મ કરવાના છે. ધર્મ દ્વારા મેક્ષસુખને જ ઉપલબ્ધ કરવાનું છે. ધર્મ સુખની ફેકટરી:
તમે એમ ન સમજશે કે જીવેને આ લાલચ આપવામાં આવી છે ! ધર્મ તરફ ખેંચવા માટે આ કેઈ પ્રલોભન નથી આપ્યું. આ તે ધર્મની શક્તિને, ધર્મના પ્રભાવનો સાચો પરિચય આપ્યો છે. ધર્મ તમામ પ્રકારના સુખ આપી શકે છે. સંસારમાં કે સ્વર્ગમાં