Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
એશિયા અને યુરોપ
૮ જાન્યુઆરી, ૧૯૩૧ મારા આગલા પત્રમાં મેં જણાવ્યું છે કે દરેક વસ્તુ નિરંતર બદલાતી રહે છે. ખરેખર, ઇતિહાસ એ ફેરફારોનું ખાન નહિ તે બીજું શું છે? અને ભૂતકાળમાં બહુ જૂજ ફેરફાર થયો હોત તે ઇતિહાસ લખવાનું વસ્તુ પણ બહુ અલ્પ હોત.
શાળા કે કોલેજોમાં આપણને ઈતિહાસને નામે જે ભણાવવામાં આવે છે તેમાં ઇતિહાસ જેવું બહુ ઓછું હોય છે. બીજાઓની વાત તે હું નથી જાણતું, પણ મારે વિષે તે કહી શકું કે શાળામાં હું નહિ જે જ ઈતિહાસ શીખે છું. થડે, અરે, નહિ જે હિંદને ઇતિહાસ અને જરાતરા ઈંગ્લંડને ઇતિહાસ હું શીખે. અને જે કંઈ હિંદને ઇતિહાસ હું શીખ્યું હતું તે મેટે ભાગે ખોટો અને વિકૃત હતે. આપણા દેશ તરફ તુચ્છકારથી જોનારાઓએ તે લખેલું હતું. બીજા દેશના ઈતિહાસ વિષે તે મારું જ્ઞાન બહુ જ અસ્પષ્ટ હતું. કોલેજ છેડડ્યા પછી જ મેં કંઈક સાચો ઇતિહાસ વાંચ્યો. સદ્ભાગ્યે, મારા જે નિવાસોએ મારું ઇતિહાસનું જ્ઞાન સુધારવાની તક મને આપી છે.
મારા આગળના કેટલાક પત્રોમાં હિંદની પ્રાચીન સંસ્કૃતિ વિષે, દ્રવિડ લેકે વિષે તથા આર્યોના આગમન વિષે મેં તને લખ્યું હતું. આર્યોના આગમન પહેલાંના કાળ વિષે મેં બહુ લખ્યું નથી કારણકે એ વિષે હું ઝાઝું જાણતો નથી. પરંતુ તેને એ જાણીને આનંદ થશે કે છેલ્લાં થોડાં વરસમાં હિંદમાં અતિશય પ્રાચીન કાળની સંસ્કૃતિના અવશેષો શોધી કાઢવામાં આવ્યા છે. હિંદના વાયવ્ય ખૂણામાં મેહન– જો–દડે નામના સ્થળની આસપાસ એ જડી આવ્યા છે. ત્યાં આગળ લગભગ પાંચ હજાર વરસ પૂર્વેના આ અવશેષે ખોદી કાઢવામાં આવ્યા છે. અને પ્રાચીન કાળનાં મિસરનાં મમીઓના જેવાં મમીઓ પણ ત્યાં જડી આવ્યાં છે! જરા વિચાર તે કર! એ બધું હજારે વર્ષ પુરાણું અને આર્યોના આગમન પૂર્વેના ઘણા લાંબા કાળનું છે. તે સમયે યુરેપ તે કેવળ ગીચ અરણ્ય હશે.