Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
' ઇન્કિલાબ ઝિંદાબા એમ જ છે. આપણે ઇચ્છતાં હોઈએ કે ન ઇચ્છતાં હોઈએ તોપણ દિવસે દિવસે આપણે વૃદ્ધ થવાનાં. નાની બાળકી મેટી કન્યા બને છે, મોટી કન્યા પ્રઢ સ્ત્રી બને છે અને અંતે તે વૃદ્ધ થાય છે. આપણે આ ફેરફારોને અનુકૂળ થવું જોઈએ. પરંતુ એવાયે કેટલાક લેકે છે કે જેઓ દુનિયા બદલાતી રહે છે એ વાત સ્વીકારતા જ નથી. તેઓ પિતાના મનને તાળાચીથી બંધ રાખે છે અને નવા વિચારોને તેમાં પેસવા દેતા નથી. વિચાર કરવાના ખ્યાલથી તેઓ જેટલા ભડકે છે તેટલા બીજા કશાથી ભડકતા નથી. એનું પરિણામ શું આવે? તેમના આવા વલણ છતાયે દુનિયા તે આગળ વધતી જ રહે છે અને એવા લોકો બદલાતી પરિસ્થિતિને અનુકૂળ થતા નથી તેથી દુનિયામાં વખતોવખત ભીષણ ઉત્પાતો ફાટી નીકળે છે. એક ચાળીસ વરસ પૂર્વે થયેલા મહાન ફ્રેંચ વિપ્લવ અથવા તે તેર વરસ પૂર્વે થયેલા રશિયન વિપ્લવ જેવી ભારે કાંતિઓ થાય છે. એવી જ રીતે આપણા દેશમાં આપણે પણ આજે ક્રાંતિની વચ્ચે ઊભાં છીએ. બેશક, આપણે સ્વાતંત્ર્ય માગીએ છીએ એ તે ખરું જ, પરંતુ એથીયે વિશેષ આપણને તે જોઈએ છે. આપણે તે બધાં બંધિયાર ખાબોચિયાં સાફ કરી સર્વત્ર સ્વચ્છ પાણીને પ્રવાહ વહેવડાવે છે. આપણે આપણું દેશમાંથી દુઃખ, દારિદ્ય તથા ગંદકી દૂર કરવાં છે. વળી અસંખ્ય લોકોનાં મનમાંથી, તેમને વિચાર કરતા અટકાવતાં અને આપણું મહાન કાર્યમાં સહકાર આપતાં રેતાં જાળાંઓ પણ બની શકે તેટલાં આપણે સાફ કરવાં છે. આપણી સામે એ ભગીરથ કાર્ય પડેલું છે, એટલે એમ પણ બને કે તે પાર પડતાં વખત લાગે. કંઈ નહિ તે, આપણે એ કાર્યને જોરથી ધક્કો મારી આગળ વેગ તે આપીએ જ–ઈન્કિલાબ ઝિંદાબાદ!
આપણે ક્રાંતિના દ્વાર સુધી આવી પહોંચ્યાં છીએ. ભાવી કેવું હશે તે આપણે કહી શકીએ એમ નથી. પરંતુ વર્તમાન કાળમાં આપણી મહેનતનું પૂરતું વળતર આપણને મળી ગયું છે. હિંદની સ્ત્રીઓનું જ કાર્ય તે જો; આપણી લડતમાં તેઓ કેવા ગૌરવથી સૌથી મોખરે કુચ કરી રહી છે! નમ્ર હોવા છતાં બહાદુર અને અદમ, તેઓ બીજાઓને કેવું માર્ગદર્શન કરી રહી છે! આપણે બહાદુર અને સ્વરૂપવાન સ્ત્રીઓને ઢાંકી રાખતે તથા તેમને અને આપણું દેશને માટે શાપરૂપ પદતો આજે ક્યાં છે? ગત જમાનાના અવશેષે જ્યાં