Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
રાજકીય જાગૃતિ : બ્રિટિશ મુલકમાં
ર .
મોંઘવારી ઘણી વધી હતી. મજૂરોને ઓછા પગારે કામ કરવું પડતું. ૧૯૧૭ ના ચોમાસામાં અમદાવાદમાં પ્લેગ(મરકી)ને રોગ ભયંકર વ્યાપ્યો તેથી ઘણું મજુર શહેર છેડી જતા રહેલા. એ સમયે વધુ મજૂરે શહેર છોડી ન જાય અને ચાલ્યા ગયેલાઓને પાછા બોલાવવાના હેતુથી પગારના ૭૦ % થી ૮૦ %. જેટલું પ્લેગ-બેનસ આપવામાં આવ્યું હતું. પ્લેગ બંધ થયા પછી એ ચાલુ રહેલું, કારણ કે મહાયુદ્ધને લીધે મોંઘવારી સખત પ્રવર્તતી હતી, પરંતુ મિલમાલિકે એ જ્યારે એ બંધ કરવા વિચાર્યું ત્યારે મજૂરોમાં કચવાટ શરૂ થયો અને પ્રશ્ન વિવાદાસ્પદ બન્યો. આમ પણ મજૂરોની પગારવધારાની માગણે લાંબા સમયથી થતી હતી. અનસૂયાબહેને ગાંધીજીને તાર કરતાં તેઓ અમદાવાદ આવ્યા અને મજૂરોની લડતનું સુકાન સંભાળી લીધું.૪૭ ગાંધીજીએ મિલમાલિકે પર યોગ્ય દબાણ લાવવાને બદલે શાંતિ–સમાધાનને માર્ગ શોધવા માંડ્યો. પરિણામે બંને પક્ષે લવાદને સિદ્ધાંત કબૂલ કરાવ્યો. જે પંચ નિમાયું તેમાં ગાંધીજી, સરદાર, શંકરલાલ બૅન્કર, શેઠ અંબાલાલ સારાભાઈ, શેઠ જગાભાઈ, શેઠ ચંદુલાલ અને પ્રમુખ તરીકે કલેકટર હતા. ગાંધીજીએ ૩૫ ટકા મોંઘવારી ભથ્થુ સૂચવ્યું, તે કેટલાક મજુરો અને મજૂર-આગેવાનોએ ૫૦ ટકાની માગણી કરી. મિલમાલિકે ૨૦ ટકાથી વધુ આપવા સહમત ન હતા. કટોકટી સર્જાતાં મિલમાલિકોએ મજૂરોની માગણી ન સ્વીકારી, કામબંધી (લોક આઉટ) જાહેર કરી, આથી ગાંધીજીએ મજૂરોને હડતાલ પર જવાની સલાહ આપી. આમ હડતાલ શરૂ થઈ, પણ થોડા દિવસમાં આંદોલનમાં ઓટ આવતાં, મજૂરોને જુસ્સો ટકાવી રાખવા ગાંધીજીએ ઉપવાસ શરૂ કર્યા. વાતાવરણ સભાએ નિવેદને ચર્ચાઓ વગેરેથી તંગ બન્યું. અંતે હડતાલના ૨૧ મા દિવસે અને ઉપવાસના ૪થા દિવસે (૧૮–૩–૧૮૧૮) પ્રશ્નો ઉકેલ આનંદશંકર ધ્રુવના એક વ્યક્તિના બનેલા પંચ દ્વારા લાવવા સમજૂતી સધાઈ. પંચે ૩૫ ટકા વધારો વાજબી જાહેર કર્યો, પણ મજૂરોની માગણી અને મિલમાલિકનું વલણ બંને સચવાય એવી રીતે નક્કી કરી આપી. આથી પ્રશ્નનું સુખદ સમાધાન આવ્યું. ગાંધીજીની જીત થઈ.
આ પ્રશ્નમાં સૌથી મોટું સારું પરિણામ એ આવ્યું કે એ સમયથી અમદાવાદના મિલમાલિક અને મજૂરો વચ્ચે જ્યારે જ્યારે વિવાદ સર્જાય ત્યારે લવાદી નીમવાની પરંપરા શરૂ થઈ, એટલું જ નહિ, પણ કોંગ્રેસના નેતાઓ અને મજૂર કામદારો વચ્ચે “સ્નેહની અતૂટ ગાંઠ બંધાઈ.૪૮ ૧૯૨૦ માં “મજૂર મહાજનની અમદાવાદમાં સ્થાપના થઈ અને રાષ્ટ્રિય આંદલનમાં મજૂર મહાજને કોંગ્રેસની સાથે રહીને ભાગ લીધે અને પિતાને વિકાસ સાથે.