Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
લલિત કલાઓ
૪૨૫
ગરબાને સારું એવું મહત્વ મળ્યું. આકાશવાણીની શરૂઆત થતાં અનેક પ્રાચીન ગરબા પ્રસારિત થવા લાગ્યા. હેમુ ગઢવી અને અવિનાશ વ્યાસના ઘણા ગરબા પ્રચલિત થયા. જૂના ગરબાઓના ઢાળ લઈને કેટલાક નવા ગરબા રચાયા.
શહેરોમાં પળો કે શેરીઓમાં ગવાતા વર્તુળાકાર ગરબાઓએ આજે દીર્ધ લંબગોળ આકાર ધારણ કર્યો છે. યુવક-યુવતિઓ નવાં નવાં વસ્ત્ર સજીને મેડી રાત સુધી ગરબા-રાસ ગાય છે. આ ગરબા-નૃત્યે આજે “ફેશન પરેડીને ભાગ બનતા જાય છે. શાળા-કોલેજોના વાર્ષિકોત્સવમાં ગરબાને વિશિષ્ટ સ્થાન મળતાં એમાં હરીફાઈનું તત્વ ઉમેરાયું, આથી પ્રાચીન અને અર્વાચીન ગરબા એવી બે નૃત્ય અને ગેય-પદ્ધતિ ઊભી થઈ. ધીમે ધીમે શેરીને ગરબે તખ્તા પરની ‘પરફેમિંગ આટ'નું સ્વરૂપ ધારણ કરતો જાય છે. ગરબે ચૌટું ચોર છોડી તખ્તા પર આવ્યો એટલે એમાં પ્રકાશ-આયોજન પ્રવેશ્ય. અનેક વાદ્ય અને વાજિંત્ર ઉમેરાયાં. ગરબાની રજૂઆત-પદ્ધતિ પણ બદલાઈ. ગરબાની રજૂઆત વધુ ખર્ચાળ બનતી જાય છે. ધીમે ધીમે ગરબે રંગભૂમિનો ભાગ બનતું જાય છે. આજે ગરબા નવરાત્ર ઉપરાંત શરદપૂર્ણિમા ગૌરીવ્રત કે વારતહેવારમાં જોવા મળે છે. સામાજિક પ્રસંગોમાં, ખાસ કરીને લગ્નપ્રસંગે, ગરબા કરવાની પ્રણાલી વિકસી રહી છે. ગરબી
સૌરાષ્ટ્રમાં ગરકા જેવું જ નૃત્ય ગરબી ખૂબ પ્રચલિત છે. સ્ત્રીઓ લે તે ગરબો અને પુરુષ લે તે ગરબી. ગરબા ઉપર માંડવા જેવું કરવામાં આવે છે તે માંડવી કહેવાય છે.૧૭ સાદાં પગલાં અને તાળીઓથી સમૂહમાં ગીત ગાઈ ગોળ વર્તુળમાં રહી પુરુષો આ નૃત્ય કરે છે. ગરબીની શરૂઆત દયારામે કરી. ગરબામાં કડીઓ ઘણું હોય છે અને એ નિરૂપણ!ત્મક હોય છે, જયારે ગરબીને એકમ ઘણે નાને હેય છે અને ટૂંકી અને આત્મલક્ષી કાટેની હેય છે.૧૮ રાસ
ગુજરાતમાં ગરબા ગરબી ઉપરાંત પ્રાચીન કાળથી ચાલી આવતી રાસપરંપરા ખૂબ પ્રચલિત છે. રાસના મુખ્ય બે જ પ્રકાર હતાઃ ૧૯ હલ્લીસક–રાસ અને દંડ-રાસ. આજે દાંડિયારાસ જ પ્રચલિત છે. બે હાથમાં દાંડિયા લઈ નર્તકે સામસામે જોડમાં ગોળ વર્તુળાકારે ફરતા જાય અને દાંડિયા સામસામે ઠેકી જોડી બદલતા જઈ નૃત્ય કરતા હોય છે. આ રાસમાં ગવાતાં ગીતનાં બે ત્રણ ઉદાહરણ નીચે મુજબ છેઃ