Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
કરી
આઝાદી પહેલાં અને પછી
ધાર્મિક તહેવારે હય, પુત્રજન્મ કે લગ્ન જેવા સામાજિક પ્રસંગ હોય કે ખેતરમાં વાવણું કે લણણીને અવસર હેય, ગરબા રાસ કે થી ગામના ચોક અને સીમનાં ખેતરે પડઘાતાં હેય જ. | ગુજરાતના વિવિધ આદિવાસીઓમાં નૃત્યની એક વિશિષ્ટ અને વૈવિધ્ય ભરી પરંપરા છે. એમનાં નૃત્યમાં વિશેષતઃ ધાર્મિક શ્રદ્ધા અને આનંદને ભાવ વ્યક્ત થાય છે. ૨૮ હેળી, દશેરા, દિવાળી વગેરે તહેવારોએ આદિવાસી વિસ્તારોમાં ભરાતા મોટા મેળાઓમાં ઉઘાડી તલવાર લઈને નૃત્ય કરતા ભલેનું નૃત્ય આ કલાને ઉત્કૃષ્ટ નમૂનો છે.૨૯ સુરત ડાંગ ભરૂચ વડોદરા પંચમહાલ બનાસકાંઠા અને સાબરકાંઠાના ભીલેમાં પણ ઘણું મોટી વૈવિધ્ય સાથે નૃત્યની પરંપરા હજુ આજે પણ યથાવત્ જળવાઈ રહી છે. ભીલે ઉપરાંત સુરત જિલ્લાના દૂબળા લેકેનું ઘેરૈયા નૃત્ય તથા કુંકણું કે કોંકણું આદિવાસીઓનું ભવાડાનૃત્ય તાડપાનૃત્ય થાળી–ફંડીનૃત્ય માદડનૃત્ય વગેરે બહુ જાણીતાં છે. ગુજરાતના અન્ય આદિવાસીઓમાં વારલી, ગામીત, નાયક-નાયકડા, કેટિવાળિયા દેહડિયા બાવડિયા પારણિયા વગેરેના નૃત્ય—પ્રકારો આજે પણ જોવા મળે છે. આ ઉપરાંત ચૌધરી ઢોળકેળી કાડી અને બાવચા આદિવાસીઓની નૃત્ય-શૈલીઓ નોંધપાત્ર છે. શાસ્ત્રીય નૃત્ય
ગુજરાતમાં આ નૃત્ય સાથે આ જ અરસામાં શાસ્ત્રીય નૃત્ય–પ્રણાલીનો પણ શરૂઆત થયેલી જણાય છે. આના મૂળમાં તે તે પ્રદેશની લેકનૃત્યશૈલી રહેલી છે. ગુજરાત-સૌરાષ્ટ્રમાં આટલાં બધાં લેકનૃત્ય હોવા છતાં એની કઈ શિષ્ટ નૃત્યશૈલીને વિકાસ થયો નથી એ એક આશ્ચર્યકારક બાબત છે. ગુજરાતમાં દક્ષિણ ભારત, પૂર્વ ભારત અને ઉત્તર ભારતની નૃત્યશૈલીઓ પ્રવેશી અને એને વિકાસ થશે. ગુજરાત અને સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યના પ્રોત્સાહનથી વડોદરા અને સૌરાષ્ટ્રના પ્રદેશોમાં શાસ્ત્રીય નૃત્યને તાલીમવર્ગ પણ શરૂ થયા.
ગુજરાતની કેટલીક આગળ પડતી શિક્ષણ-સંસ્થાઓએ પણ શાળાઓમાં નૃત્યશિક્ષણના વર્ગ શરૂ કર્યા. શ્રીમંત કુટુંબમાં કન્યાઓને નૃત્યની તાલીમ આપવાની પરંપરા વિકસી હતી. વડોદરાના મહારાજાએ ૧૯૪૮ માં નૃત્યશાળા શરૂ કરી હતી. રાજકોટમાં ૧૯૫૩ માં સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમી દ્વારા કથકનૃત્યની તાલીમના ખાસ વર્ગ શરૂ થયા હતા અને પાંચ વર્ષને “વિશારદ' સુધી અભ્યાસક્રમ ઘડાયો હતો. ૧૯૬૦ સુધીમાં મણિપુરી નૃત્યનાં ઝવેરીબહેને અને કુ. સવિતાબેન નાનજી મહેતા, કથકનાં દમયંતી જોશી, પ્રફુલ્લ પટેલ, ભરત